________________
|| દુઃખ (ચાલુ)
૨૮૦ T અનાદિથી જીવને સંસારરૂપ અનંત પરિણતિ પ્રાપ્ત થવાથી અસંસારપણારૂપ કોઈ અંશ પ્રત્યે તેને બોધ
નથી. ઘણાં કારણોનો જોગ પ્રાપ્ત થયે તે અંશવૃષ્ટિ પ્રગટવાનો જોગ પ્રાપ્ત થયો તો તે વિષમ એવી સંસારપરિણતિ આડે તેને તે અવકાશ પ્રાપ્ત થતો નથી; જ્યાં સુધી તે અવકાશ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જીવને સ્વપ્રાપ્તિભાન ઘટતું નથી. જ્યાં સુધી તે પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જીવને કંઈ સુખ કહેવું ઘટતું નથી, દુ:ખી કહેવો ઘટે છે, એમ દેખી અત્યંત અનંત કરુણા પ્રાપ્ત થઈ છે જેને, એવા આપ્તપુરુષે દુઃખ મટવાનો માર્ગ જામ્યો છે, જે તે કહેતા હતા, કહે છે, ભવિષ્યકાળે કહેશે. તે માર્ગ એ કે જીવનું સ્વાભાવિકપણું પ્રગટયું છે જેને વિષે, જીવનું સ્વાભાવિક સુખ પ્રગટયું છે જેને વિષે, એવો જ્ઞાની પુરુષ તે જ તે અજ્ઞાનપરિણતિ અને તેથી પ્રાપ્ત થયું જે દુ:ખ પરિણામ તેથી નિવારી આત્માને સ્વાભાવિકપણે સમજાવી શકવા યોગ્ય છે, કહી શકવાને યોગ્ય છે; અને તે વચન સ્વાભાવિક આત્મા જાયાપૂર્વક હોવાથી તે દુ:ખ મટાડી શકવાને બળવાન છે. માટે તે વચન જો કોઈ પણ પ્રકારે જીવને શ્રવણ થાય, તે અપૂર્વભાવરૂપ જાણી તેમાં પરમ પ્રેમ વર્તે, તો તત્કાળ અથવા અમુક અનુક્રમે આત્માનું
સ્વાભાવિકપણું પ્રગટ થાય. (પૃ. ૩૪૧-૨) T સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષ આત્માને ગજવો, અને આત્મા ગણવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગષવો; તેમ જ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઇ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. દ્વાદશાંગોનું
સળંગ સૂત્ર) (પૃ. ૩૯૩). 1 શારીરિક, માનસિક અનંત પ્રકારનાં દુઃખોએ આકુળવ્યાકુળ જીવોને તે દુઃખોથી છૂટવાની બહુ પ્રકારે
ઇચ્છા છતાં તેમાંથી તે મુક્ત થઈ શકતા નથી તેનું શું કારણ? એવું પ્રશ્ન અનેક જીવોને ઉત્પન્ન થયા કરે; પણ તેનું યથાર્થ સમાધાન લેઇ વિરલ જીવને જ પ્રાપ્ત થાય છે.
જ્યાં સુધી દુઃખનું મૂળ કારણ યથાર્થપણે જાણવામાં ન આવ્યું હોય, ત્યાં સુધી તે ટાળવાને માટે ગમે તેવું પ્રયત્ન કરવામાં આવે તો પણ દુઃખનો ક્ષય થઈ શકે નહીં, અને ગમે તેટલી અરુચિ, અપ્રિયતા અને અભાવ તે દુ:ખ પ્રત્યે હોય છતાં એને અનુભવ્યા જ કરવું પડે. અવાસ્તવિક ઉપાયથી તે દુ:ખ મટાડવાનું પ્રયત્ન કરવામાં આવે, અને તે પ્રયત્ન ન સહન થઈ શકે એટલા પરિશ્રમપૂર્વક કર્યું હોય છતાં તે દુઃખ ન મટવાથી દુઃખ મટાડવા ઇચ્છતા મુમુક્ષુને અત્યંત વ્યામોહ થઈ આવે છે, અથવા થયા કરે છે કે આવું શું કારણ? આ દુઃખ ટળતું કેમ નથી ? કોઈ પણ પ્રકારે મારે તે દુઃખની પ્રાપ્તિ ઇચ્છિત નહીં છતાં. સ્વપ્નય પણ તેના પ્રત્યે કંઈ પણ વૃત્તિ નહીં છતાં, તેની પ્રાપ્તિ થયા કરે છે, અને હું જે જે પ્રયત્નો કરું છું તે તે બધાં નિષ્ફળ જઈ દુઃખ અનુભવ્યા જ કરું છું એનું શું કારણ? શું એ દુઃખ કોઇને મટતું જ નહીં હોય? દુઃખી થવું એ જ જીવનો સ્વભાવ હશે? શું કોઈ એક જગતકર્તા ઇશ્વર હશે તેણે આમ જ કરવું યોગ્ય ગણ્યું હશે ? શું ભવિતવ્યતાને આધીન એ વાત હશે ? અથવા કોઈક મારા કરેલા આગલા અપરાધોનું ફળ હશે ? એ વગેરે અનેક પ્રકારના વિકલ્પો જે જીવો મનસહિત દેહધારી છે તે કર્યા કરે છે, અને જે જીવો મનરહિત છે તે અવ્યક્તપણે દુઃખનો અનુભવ કરે છે, અને અવ્યક્તપણે તે દુઃખ મટે એવી ઇચ્છા રાખ્યા કરે છે.