Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૭૭
દુઃખ
સ્તવનને વિષે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષમપણું એટલી વિશેષતા છે; અને આનંદઘનજીના કાળ કરતાં વર્તમાનકાળ વિશેષ દુષમપરિણામી વર્તે છે. (પૃ. ૩૭૫). વર્તમાન દુષમકાળ વર્તે છે. મનુષ્યોનાં મન પણ દુષમ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંત:કરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, તેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યવ્યવહારનું સ્વરૂપ વિદિત કરી શકાય; એ બધું લક્ષમાં રાખવાનો વખત છે. નહીં તો સવૃત્તિવાન જીવને એ બધાં કારણો હાનિકર્તા થાય છે. (પૃ. ૫૭) - T વિચારવાન મુમુક્ષુ પરમાર્થના માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પરુષની ભક્તિ, સત્યરુષના
ગુણગ્રામ, સત્યરુષ પ્રત્યે પ્રમોદભાવના અને સત્યરુષ પ્રત્યે અવિરોધભાવના લોકોને ઉપદેશે છે; જે પ્રકારે મતમતાંતરનો અભિનિવેશ ટળે, અને સન્દુરુષનાં વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. વર્તમાનકાળમાં તે પ્રકારની વિશેષ હાનિ થશે એમ જાણી જ્ઞાની પુરુષોએ આ કાળને દુષમકાળ કહ્યો
છે, અને તેમ પ્રત્યક્ષ દેખાય છે. (પૃ. ૪૯૨). 2 આ દુષમકાળમાં સત્સમાગમ અને સત્સંગપણું અતિ દુર્લભ છે. ત્યાં પરમ સત્સંગ અને પરમ
અસંગપણાનો યોગ ક્યાંથી છાજે? (પૃ. ૩૬). 2 અત્યંત દુષમકાળ છે તેને લીધે અને હતપુણ્ય લોકોએ ભરતક્ષેત્ર ઘેર્યું છે તેને લીધે પરમસત્સંગ, સત્સંગ
કે સરળપરિણામી જીવોનો સમાગમ પણ દુર્લભ છે, એમ જાણી જેમ અલ્પકાળમાં સાવધાન થવાય તેમ કરવું ઘટે છે. (પૃ. ૮૦૪) , દુષમકાળનું પ્રબળ રાજ્ય વર્તે છે, તોપણ અડગ નિશ્રયથી, સટુરુષની આજ્ઞામાં વૃત્તિનું અનુસંધાન કરી જે પુરુષો અગુપ્તવીર્યથી સમ્યફજ્ઞાન, દર્શન, ચારિત્રને ઉપાસવા ઇચ્છે છે, તેને પરમ શાંતિનો માર્ગ હજી પણ પ્રાપ્ત થવા યોગ્ય છે. (પૃ. ૪૨૦) આ સંસારરણભૂમિકામાં દુષમકાળરૂપ ગ્રીષ્મના ઉદયનો યોગ ન વેદે એવી સ્થિતિનો વિરલ જીવો
અભ્યાસ કરે છે. (પૃ. ૬૪૧) 'n સંબંધિત શિર્ષકો : કળિકાળ, કાળ, પંચમકાળ
| દુખ,
p મમત્વ એ જ બંધ. બંધ એ જ દુઃખ. (પૃ. ૧૦)
જીવ મારાપણું માને છે તે જ દુઃખ છે, કેમકે મારાપણું માન્યું કે ચિંતા થઈ કે કેમ થશે? કેમ કરીએ? | (પૃ. ૭૨૨) D સંકલ્પ એ દુઃખ છે. (પૃ. ૭૭૫) 0 દુઃખ કલ્પિત છે. (પૃ. ૩૭૫). 1 ચંચળ ચિત્ત એ જ સર્વ વિષમ દુઃખનું મૂળિયું છે. (પૃ. ૧૨૮)
સર્વ દુઃખનું મૂળ સંયોગ (સંબંધ) છે એમ જ્ઞાનવંત એવા તીર્થકરોએ કહ્યું છે. સમસ્ત જ્ઞાનીપુરુષોએ એમ દીઠું છે. જે સંયોગ બે પ્રકારે મુખ્યપણે કહ્યો છે : “અંતસંબંધીય', અને “બાહ્ય સંબંધીય'.