Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૭૫
દુષમકાળ
D V૦ દુનિયાનો પ્રલય છે? - ઉ0 પ્રલય એટલે જો કેવળ નાશ એવો અર્થ કરવામાં આવે તો તે વાત ઘટતી નથી, કેમકે પદાર્થનો
કેવળ નાશ થઈ જવો સંભવતો જ નથી. પ્રલય એટલે સર્વ પદાર્થોનું ઇશ્વરાદિને વિષે લીનપણું તો કોઇના અભિપ્રાયમાં તે વાતનો સ્વીકાર છે, પણ મને તે સંભવિત લાગતું નથી, કેમકે સર્વ પદાર્થ, સર્વ જીવ એવાં સમપરિણામ શી રીતે પામે કે એવો યોગ બને, અને જો તેવાં સમપરિણામનો પ્રસંગ આવે તો પછી ફરી વિષમપણું થવું બને નહીં. અવ્યક્તપણે જીવમાં વિષમપણું હોય અને વ્યક્તપણે સમપણું એ રીતે પ્રલય સ્વીકારીએ તોપણ દેહાદિ સંબંધ વિના વિષમપણે શા આશ્રયે રહે? દેહાદિ સંબંધ માનીએ તો સર્વને એકેન્દ્રિયપણું માનવાનો પ્રસંગ આવે; અને તેમ માનતાં તો વિના કારણે બીજી ગતિઓનો અસ્વીકાર કર્યો ગણાય, અર્થાત્ ઊંચી ગતિના જીવને તેના પરિણામનો પ્રસંગ મટવા આવ્યો હોય તે પ્રાપ્ત થવાનો પ્રસંગ આવે. એ આદિ ઘણા વિચાર ઉદભવે છે. સર્વ
જીવઆશ્રયી પ્રલય સંભવતો નથી. (પૃ. ૪૩૦) સંબંધિત શિર્ષકો જગત, વિશ્વ, સંસાર દુરાગ્રહ
જે જે અહંભાવે આચરણ કર્યું હોય, અને રાત્રિભોજનથી જ અથવા ફલાણાથી જ મોક્ષ થાય, અથવા આમાં જ મોક્ષ છે, એમ દુરાગ્રહથી માન્યું હોય તો તેવો દુરાગ્રહ મુકાવવાને માટે જ્ઞાની પુરુષો કહે કે, મૂકી દે; તારી અહંવૃત્તિએ કર્યું હતું તે મૂકી દે. અને જ્ઞાની પુરુષની આજ્ઞાએ તેમ કર.” અને તેમ કરે
તો કલ્યાણ થાય. (પૃ. ૬૯૨) D જ્યાં જ્યાં દુરાગ્રહ હોય ત્યાં ત્યાંથી છૂટવું; “એને મારે જોઇતાં નથી' એ જ સમજવાનું છે. (પૃ. ૬૯૫)
યથાતથ્ય કલ્યાણ સમજાયું નથી તેનું કારણ વચનને આવરણ કરનાર દુરાગ્રહ ભાવ, કષાય રહ્યા છે. દુરાગ્રહભાવને લીધે મિથ્યાત્વ શું છે તે સમજાય નહીં; દુરાગ્રહને મૂકે કે મિથ્યાત્વ દૂર ખસવા માંડે. કલ્યાણને અકલ્યાણ અને અકલ્યાણને કલ્યાણ સમજે તે મિથ્યાત્વ. દુરાગ્રહાદિ ભાવને લીધે જીવને કલ્યાણનું સ્વરૂપ બતાવ્યા છતાં સમજાય નહીં. (પૃ. ૬૮૮) દુરાગ્રહ મટયો તેને આત્માનું ભાન થાય છે. સત્યરુષના પ્રતાપે જ દોષ ઘટે છે. (પૃ. ૭૧૧) જેનો દુરાગ્રહ છેદાયો તે લોકોને પણ પ્રિય થાય છે; દુરાગ્રહ મૂક્યો હોય તો બીજાને પણ પ્રિય થાય છે;
માટે કદાપ્રહ મુકાયાથી બધાં ફળ થવાં સંભવે છે. (પૃ. ૯૪). D દુરાગ્રહ અર્થે જૈનનાં શાસ્ત્ર વાંચવાં નહીં. વૈરાગ્ય ઉપશમ જેમ વધે તેવું જ કરવું. એમાં (માગધી
ગાથાઓમાં) ક્યાં એવી વાત છે કે આને ઢંઢિયો કે આને તપો માનવો? એવી વ્યાખ્યા તેમાં હોતી જ નથી. (પૃ. ૭૩૫)
સંબંધિત શિર્ષકો આગ્રહ, કદાગ્રહ દુષમકાળ || આ કાળ દુ:સમ નામથી પ્રખ્યાત છે. દુઃસમકાળ એટલે જે કાળમાં મનુષ્યો મહાદુઃખ વડે આયુષ્ય પૂર્ણ
કરતાં હોય, તેમ જ ધર્મારાધનારૂપ પદાર્થો પ્રાપ્ત કરવામાં દુઃસમતા એટલે મહાવિઘ્નો આવતાં હોય, તેને કહેવામાં આવે છે. (પૃ. ૧૭૧)