________________
| ઔષધ (ચાલુ)
૧૦૬ દૃષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું, અને તેનું વિશેષ કારણ દેખાય તો નિરવઘ ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી, અથવા યથાસૂત્ર (તૃતીય આવૃત્તિમાં “યથાશુભ') ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી; અને બીજા નિગ્રંથને શરીરે રોગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્ચાદિ કરવાનો પ્રકાર જયાં દર્શાવ્યો છે ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદિ દ્રષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગુહસ્થવ્યવહારમાં એકાંતે તેનો ત્યાગ અશકય છે એમ સમજાશે. તે ઔષધાદિ કંઈ પણ પાપક્રિયાથી થયાં હોય, તોપણ તેથી પોતાનો ઔષધાદિપણાનો ગુણ દેખાડયા વિના ન રહે, અને તેમાં થયેલી પાપક્રિયા પણ પોતાનો ગુણ દેખાડ્યા વિના ન રહે. અર્થાત્ જેમ ઔષધાદિનાં પુગલમાં રોગાદિનાં પુદ્ગલને પરાભવ કરવાનો ગુણ છે; તેમ તે કરતાં કરવામાં આવેલી પાપક્રિયામાં પણ પાપપણે પરિણમવાનો ગુણ છે, અને તેથી કર્મબંધ થઈ યથાવસર તે પાપક્રિયાનું ફળ ઉદયમાં આવે. તે પાપક્રિયાવાળાં ઔષધાદિ કરવામાં, કરાવવામાં તથા અનુમોદન કરવામાં ગ્રહણ કરનાર જીવની જેવી જેવી દેહાદિ પ્રત્યે મૂચ્છ છે, મનનું આકુળવ્યાકુળપણું છે, આર્તધ્યાન છે, તથા તે ઔષધાદિની પાપક્રિયા છે, તે સર્વ પોતપોતાના સ્વભાવે પરિણમીને યથાવસરે ફળ આપે છે. જેમ રોગાદિનાં કારણરૂપ કર્મબંધ પોતાનો જેવો સ્વભાવ છે તેવો દર્શાવે છે, જેમ ઔષધાદિનાં પુદ્ગલ પોતાનો સ્વભાવ દર્શાવે છે, તેમ ઔષધાદિની ઉત્પત્તિ આદિમાં થયેલી ક્રિયા, તેના કર્તાની જ્ઞાનાદિ વૃત્તિ તથા તે ગ્રહણકર્તાનાં જેવાં પરિણામ છે, તેનું જેવું જ્ઞાનાદિ છે, વૃત્તિ છે, તેને પોતાનો સ્વભાવ દર્શાવવાને યોગ્ય છે, તથારૂપ શુભ શુભ સ્વરૂપે અને અશુભ અશુભ સ્વરૂપે સફળ છે. ગૃહસ્થવ્યવહારમાં પણ પોતાના દેહ રોગાદિ થયે જેટલી મુખ્ય આત્મદ્રષ્ટિ રહે તેટલી રાખવી અને આર્તધ્યાનનું યથાવૃષ્ટિએ જોતાં અવશ્ય પરિણામ આવવા યોગ્ય દેખાય અથવા આર્તધ્યાન ઊપજતું દેખાય તો ઔષધાદિ વ્યવહાર ગ્રહણ કરતાં નિરવદ્ય (નિષ્પા૫) ઔષધાદિની વૃત્તિ રાખવી. કવચિત પોતાને અર્થે અથવા પોતાને આશ્રિત એવા અથવા અનુકંપાયોગ્ય એવા, પરજીવને અર્થે સાવ ઔષધાદિનું ગ્રહણ થાય તો તેનું સાવદ્યપણું નિર્ધ્વસ (કૂર) પરિણામના હેતુ જેવું અથવા અધર્મ માર્ગને પોષે તેવું હોવું ન જોઇએ, એ લક્ષ રાખવા યોગ્ય છે. સર્વ જીવને હિતકારી એવી જ્ઞાનીપુરુષની વાણીને કંઈ પણ એકાંત દ્રષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી અર્થમાં ઉતારવી નહીં, એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે. (પૃ. ૫૯૯-૦૦) T આ જીવને અશાતા વેદનીય કર્મનો ઉદય પ્રબળ થાય ત્યારે ઔષધાદિક વિપરીત થઈ પરિણમે છે.
અશાતાનો મંદ ઉદય હોય અથવા ઉપશમ હોય ત્યારે ઔષધાદિક ઉપકાર કરે છે. કારણ કે મંદ ઉદયને રોકવાને સમર્થ તો અલ્પ શક્તિવાળા પણ થાય છે. પ્રબળ બળવાળાને અલ્પ શક્તિધારક રોકવાને સમર્થ
નથી. (પૃ. ૨૦) D રોગ વગર ઔષધનું સેવન કરું નહીં. વિષયનું ઔષધ ખાઉં નહીં. (પૃ. ૧૪૦) T અભેદદશા આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઇચ્છે છે તે બંધાય છે. એવી દશા આવવા
માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી; અને પોતાની અહંરૂપ ભ્રાંતિનો પરિત્યાગ કરવો. સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભોગની ઇચ્છા ત્યાગવી યોગ્ય છે, અને એમ થવા માટે સપુરુષના શરણ જેવું એક્ક ઔષધ નથી. (પૃ. ૨૭૦) વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે, એવો નિશ્ચય રાખવો. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના યોગ વિના સમજાતું નથી; તોપણ તેના જેવું જીવને સંસાર