Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
તપ (ચાલુ)
૨૫૨ જે મૂળ ગાંઠ છેદવા શાસ્ત્રમાં કહ્યું છે તે સહુ ભૂલી ગયા છે; ને બહારથી તપશ્ચર્યા કરે છે. દુઃખ સહન કરતાં છતાં મુકિત થતી નથી તો દુ:ખ વેદવાનું કારણ જે વૈરાગ્ય તે ભૂલી ગયા. દુઃખ અજ્ઞાનનું છે.
(પૃ. ૭૨૬) D તત્ત્વજ્ઞ તપ અકાળિક કરું નહીં. (પૃ. ૧૪૧)
અતિની, સિદ્ધની, ચૈત્યની, પ્રવચનની ભકિતસહિત જો તપશ્ચર્યા કરે છે તો તે નિયમથી દેવલોકન
અંગીકાર કરે છે. (પૃ. ૫૫) T સદાચરણ શુદ્ધ અંતઃકરણે કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે, તે પણ જો આત્માને અર્થે લક્ષ રાખી કરવામાં આવતાં હોય તો ઉપકારી છે, નહીં તો પુણ્યયોગ પ્રાપ્ત થાય. તેથી મનુષ્યપણું મળે, દેવતાપણું મળે,
તેમાં રઝળવું થાય; માટે જ્ઞાનીઓએ તપ આદિ જે ક્રિયા આત્માને ઉપકારઅર્થે અહંકારરહિતપણે કરવા કહી છે. (પૃ. ૭૧૫) D ધીરવીર પુરુષ આ અનંત પ્રભાવવાળા મોક્ષરૂપ કાર્યના નિમિત્ત, સમસ્ત પ્રકારના ભ્રમોને છોડી, કર્મબંધ
નાશ કરવાના કારણરૂપ તપને અંગીકાર કરે છે. (પૃ. ૨૦૯). જે જે વખતે તપશ્ચર્યા કરવી તે તે વખતે સ્વચ્છેદથી ન કરવી; અહંકારથી ન કરવી; લોકોને લીધે ન કરવી; જીવે જે કાંઈ કરવું તે સ્વચ્છેદે ન કરવું. મુખ્યમાં મુખ્ય વિપ્ન સ્વછંદ છે. (પૃ. ૬૯૪) T સ્વચ્છેદથી, અહંકારથી, લોકલાજથી, કુળધર્મના રક્ષણ અર્થે તપશ્ચર્યા કરવી નહીં, આત્માર્થે કરવી.
(પૃ. ૬૯૫-૪) | અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે; તપમાં જ્ઞાન બતાવે; આવી રીતે અવળું અવળું બતાવે તેથી
જીવને તરવું બહુ મુસીબતવાળું છે. અહંકારાદિરહિતપણે તપાદિ કરવાં. (પૃ. ૭૩૩) 0 હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તો બધું તપ નિષ્ફળ જાય. (પૃ. ૭૨૭) I તપનું અભિમાન કેમ ઘટે? ત્યાગ કરવો તેનો ઉપયોગ રાખવાથી. “મને આ અભિમાન કેમ થાય છે?'
એમ રોજ વિચારતાં વિચારતાં અભિમાન મોળું પડશે. (પૃ. ૭૩૩). તપ આદિક પણ જ્ઞાનીની કસોટી છે. શાતાશીલિયું વર્તન રાખ્યું હોય, અને અશાતા આવે, તો તે
અદુ:ખભાવિત જ્ઞાન મંદ થાય છે. (પૃ. ૭૧૮) D તપ કરો; તપ કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો. (પૃ. ૮૨૮) 0 રાગદ્વેષ જતા નથી ત્યાં સુધી તપશ્રર્યા કરી તેનું ફળ શું? (પૃ. ૭૦૭) | પહેલું તપ નહીં, પણ મિથ્યાત્વ અને પ્રમાદને પહેલાં ત્યાગવાં જોઇએ. (પૃ. ૭૦૮) તિથિ D જો ચોક્કસ દિવસ નિશ્રિત ન કર્યો હોત, તો આવશ્યક વિધિઓનો નિયમ રહેત નહીં. આત્માર્થે તિથિની
મર્યાદાનો લાભ લેવો. (પૃ. ૭૦૪) T હિતકારી શું છે તે સમજવું જોઈએ. આઠમની તકરાર તિથિ અર્થે કરવી નહીં; પણ લીલોતરીના રક્ષણ