Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
દર્શન, છ (પ)
D દર્શન
= જગતના કોઇ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું; નિર્વિકલ્પપણે કાંઇ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ ‘દર્શન’. વિકલ્પ થાય ત્યાં ‘જ્ઞાન’ થાય.(પૃ. ૭૮૨)
૨૬૭
કોઇ પણ પ્રકારનું દર્શન થાય તેને સમ્યજ્ઞાન મોટા પુરુષોએ ગણ્યું છે, એમ સમજવાનું નથી. પદાર્થનો યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને સમ્યજ્ઞાન ગણવામાં આવ્યું છે.
દર્શનાદિ કરતાં યથાર્થ બોધ શ્રેષ્ઠ પદાર્થ છે. આ વાત જણાવવાનો હેતુ એ છે કે કોઇ પણ જાતની કલ્પનાથી તમે નિર્ણય કરતાં નિવૃત્ત થાઓ. (પૃ. ૩૦૮)
D સાકારરૂપે હરિની પ્રગટ પ્રાપ્તિ એ શબ્દને પ્રત્યક્ષ દર્શન ઘણું કરીને લેખું છું. (પૃ. ૨૮૭)
દર્શનાવરણીય કર્મના આવરણને લઇને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા શઇ ગઇ, અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય.
દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. જ્ઞાન, દર્શનના કાંઇ કટકા થઇ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અર્ધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે. (પૃ. ૭૮૩)
એકબીજાં દર્શનનો મોટો ભેદ જોવામાં આવે છે, તે સર્વની તુલના કરી અમુક દર્શન સાચું છે એવો નિર્ધાર બધા મુમુક્ષુથી થવો દુષ્કર છે, કેમકે તે તુલના કરવાની ક્ષયોપશમશક્તિ કોઇક જીવને હોય છે. તે વળી એક દર્શન સર્વાંશે સત્ય અને બીજાં દર્શન સર્વાંશે અસત્ય એમ વિચારમાં સિદ્ધ થાય, તો બીજાં દર્શનની પ્રવૃત્તિ કરનારની દશા આદિ વિચારવા યોગ્ય છે, કેમકે વૈરાગ્ય ઉપશમ જેનાં બળવાન છે તેણે, કેવળ અસત્યનું નિરૂપણ કેમ કર્યું હોય ? એ આદિ વિચા૨વા યોગ્ય છે; પણ સર્વ જીવથી આ વિચાર થવો દુર્લભ છે. (પૃ. ૪૭૪)
સંબંધિત શિર્ષકો : આત્મદર્શન, જૈનદર્શન, વીતરાગદર્શન
દર્શન, ચાર્વાક
7 આત્માના હોવાપણા વિષે જેને શંકા પડે તે ‘ચાર્વાક’ કહેવાય. (પૃ. ૭૮૪)
દર્શન, છ (ષટ્)
D પદાર્થના વિવેચન અને સિદ્ધાંત ૫૨ જેનો પાયો રચાયો છે અને તે દ્વારા જે મોક્ષમાર્ગ પ્રતિબોધે છે તેવાં છ દર્શનો છે :- (૧) બૌદ્ધ, (૨) ન્યાય, (૩) સાંખ્ય, (૪) જૈન, (૫) મીમાંસક, અને (૬) વૈશેષિક. વૈશેષિક ન્યાયમાં અંતર્ભૂત કર્યું હોય તો નાસ્તિક વિચાર પ્રતિપાદન કરતું એવું ચાર્વાક દર્શન છઠ્ઠું ગણાય
ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, ઉત્તરમીમાંસા અને પૂર્વમીમાંસા એમ છ દર્શન વેદ પરિભાષામાં ગણવામાં આવ્યાં છે, તે કરતાં ઉપર દર્શાવેલાં દર્શનો જુદી પદ્ધતિએ ગણ્યાં છે તેનું શું કારણ ? એમ પ્રશ્ન થાય તો તેનું સમાધાન એ છે કે :
વેદ પરિભાષામાં દર્શાવેલાં દર્શનો વેદને માન્ય રાખે છે તે દૃષ્ટિથી ગણ્યાં છે; અને ઉપર જણાવેલ ક્રમે તો વિચારની પરિપાટીના ભેદથી ગણ્યાં છે. જેથી આ જ ક્રમ યોગ્ય છે. (પૃ. ૫૮૨)