________________
દર્શન, મીમાંસા (ચાલુ)
૨૭૦
આવવું – જવું થાય એમ સર્વથા મોક્ષ ના થાય - એવું પૂર્વમીમાંસકો માને છે. (પૃ. ૭૨૩) દર્શન, વેદાંત
D પ્ર૦ બધાની ઉત્પત્તિ વેદમાંથી જ છે શું ?
ઉ૦ બધાની ઉત્પત્તિ વેદમાંથી થવી સંભવતી નથી. વેદમાં જેટલું જ્ઞાન કહ્યું છે તેથી સહસ્ત્રગણા આશયવાળું જ્ઞાન શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ કહ્યું છે એમ મારા અનુભવમાં આવે છે, અને તેથી હું એમ જાણું છું કે, અલ્પ વસ્તુમાંથી સંપૂર્ણ વસ્તુ થઇ શકે નહીં; એમ હોવાથી વેદમાંથી સર્વની ઉત્પત્તિ કહેવી ઘટતી નથી. વૈષ્ણવાદિ સંપ્રદાયોની ઉત્પત્તિ તેના આશ્રયથી માનતા અડચણ નથી.
જૈન, બૌદ્ધના છેલ્લા મહાવીરાદિ મહાત્માઓ થયા પહેલાં, વેદ હતા એમ જણાય છે; તેમ તે ઘણા પ્રાચીન ગ્રંથ છે એમ પણ જણાય છે, તથાપિ જે કંઇ પ્રાચીન હોય તે જ સંપૂર્ણ હોય કે સત્ય હોય એમ કહી શકાય નહીં, અને પાછળથી ઉત્પન્ન થાય તે અસંપૂર્ણ અને અસત્ય હોય એમ પણ કહી શકાય નહીં.
બાકી વેદ જેવો અભિપ્રાય અને જૈન જેવો અભિપ્રાય અનાદિથી ચાલ્યો આવે છે. સર્વ ભાવ અનાદિ છે; માત્ર રૂપાંતર થાય છે. કેવળ ઉત્પત્તિ કે કેવળ નાશ થતો નથી. વેદ, જૈન અને બીજા સૌના અભિપ્રાય અનાદિ છે, એમ માનવામાં અડચણ નથી; ત્યાં પછી વિવાદ શાનો રહે ? તથાપિ એ સૌમાં વિશેષ બળવાન, સત્ય અભિપ્રાય કોનો કહેવા યોગ્ય છે, તે વિચારવું એ અમને તમને સૌને યોગ્ય છે.
પ્ર૦ (૧) વેદ કોણે કર્યા ? તે અનાદિ છે ? (૨) જો અનાદિ હોય તો અનાદિ એટલે શું ? ઉ૦ (૧) ઘણા કાળ પહેલાં વેદ થયા સંભવે છે.
(૨) પુસ્તકપણે કોઇ પણ શાસ્ત્ર અનાદિ નથી; તેમાં કહેલા અર્થ પ્રમાણે તો સૌ શાસ્ત્ર અનાદિ છે; કેમકે તેવા તેવા અભિપ્રાય જુદા જુદા જીવો જુદે જુદે રૂપે કહેતા આવ્યા છે, અને એમ જ સ્થિતિ સંભવે છે. ક્રોધાદિભાવ પણ અનાદિ છે, અને ક્ષમાદિભાવ પણ અનાદિ છે. હિંસાદિધર્મ પણ અનાદિ છે, અને અહિંસાદિધર્મ પણ અનાદિ છે. માત્ર જીવને હિતકારી શું છે ? એટલું વિચારવું કાર્યરૂપ છે. અનાદિ તો બેય છે. પછી ક્યારેક ઓછા પ્રમાણમાં અને ક્યારેક વિશેષ પ્રમાણમાં કોઇનું બળ હોય છે. (પૃ. ૪૨૭-૮)
પ્ર૦ વેદ અને જૈનદર્શનને પ્રતિપક્ષતા ખરી કે ?
ઉ∞ જૈનને કંઇ અસમંજસભાવે પ્રતિપક્ષતા નથી; પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્ષી ગણાય છે, તેમ જૈનદર્શનથી વેદનો સંબંધ છે.
પ્ર૦ એ બેમાં સત્યરૂપ તમે કોને કહો છો ?
ઉ૦ પવિત્ર જૈનદર્શનને.
પ્ર૦ વેદ દર્શનીઓ વેદને કહે છે તેનું કેમ ?
ઉ૦ એ તો મતભેદ અને જૈનના તિરસ્કાર માટે છે. પરંતુ ન્યાયપૂર્વક બન્નેનાં મૂળતત્ત્વો આપ જોઈ