Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
દર્શન, વેદાંત (ચાલુ)
૨૭૨
વેદાંત કહે છે કે આ સમસ્ત વિશ્વ વંધ્યાપુત્રવત્ છે. જિન કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે. (પૃ. ૮૦૨-૩)
આત્મસ્વરૂપમાં જગત નથી, એવી વેદાંતે વાત કહી છે અથવા એમ ઘટે છે, પણ બાહ્ય જગત નથી એવો અર્થ માત્ર જીવને ઉપશમ થવા અર્થે માનવો યોગ્ય ગણાય. (પૃ. ૪૧૦)
જ્ઞ વેદાંતાદિમાં આત્મસ્વરૂપની જે વિચારણા કહી છે, તે વિચારણા કરતાં શ્રી જિનાગમમાં જે આત્મસ્વરૂપની વિચારણા કહી છે, તેમાં ભેદ પડે છે. સર્વ વિચારણાનું ફળ આત્માનું સહજસ્વભાવે પરિણામ થવું એ જ છે. સંપૂર્ણ રાગદ્વેષના ક્ષય વિના સંપૂર્ણ આત્મજ્ઞાન પ્રગટે નહીં એવો નિશ્ચય જિને કહ્યો છે તે, વેદાંતાદિ કરતાં બળવાન પ્રમાણભૂત છે. (પૃ. ૪૬૩)
D વેદાંતાદિ દર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જતો જોવામાં આવે છે, પણ તેનો યથાયોગ્ય નિર્ધાર સંપૂર્ણપણે તેમાં જણાતો નથી, અંશે જણાય છે, અને કંઇ કંઇ તે પણ પર્યાયફેર દેખાય છે. જોકે વેદાંતને વિષે ઠામઠામ આત્મચર્ચા જ વિવેચી છે, તથાપિ તે ચર્ચા સ્પષ્ટપણે અવિરુદ્ધ છે, એમ હજુ સુધી લાગી શકતું નથી.
એમ પણ બને કે વખતે વિચારના કોઇ ઉદયભેદથી વેદાંતનો આશય બીજે સ્વરૂપે સમજવામાં આવતો હોય અને તેથી વિરોધ ભાસતો હોય, એવી આશંકા પણ ફરી ફરી ચિત્તમાં કરવામાં આવી છે, વિશેષ વિશેષ આત્મવીર્ય પરિણમાવીને તેને અવિરોધ જોવા માટે વિચાર કર્યા કરેલ છે, તથાપિ એમ જણાય છે કે વેદાંત જે પ્રકારે આત્મસ્વરૂપ કહે છે, તે પ્રકારે સર્વથા વેદાંત અવિરોધપણું પામી શકતું નથી. કેમકે તે કહે છે તે જ પ્રમાણે આત્મસ્વરૂપ નથી; કોઇ તેમાં મોટો ભેદ જોવામાં આવે છે. (પૃ. ૪૬૩) D વેદાંતશાસ્ત્રો વર્તમાનમાં સ્વચ્છંદથી વાંચવામાં આવે છે; ને તેથી શુષ્કપણા જેવું થઈ જાય છે. ષદર્શનમાં ઝઘડો નથી; પણ આત્માને કેવળ મુક્તદૃષ્ટિએ જોતાં તીર્થંકરે લાંબો વિચાર કર્યો છે. મૂળ લક્ષગત થવાથી જે જે વક્તા(સત્પુરુષો)એ કહ્યું તે યથાર્થ છે એમ જણાશે. (પૃ. ૭૧૨)
નિર્વિવાદપણે વેદાંત વિચારવામાં અડચણ નથી. આત્મા એક છે કે અનેક છે તેની ચિંતા કરવી નહીં. આપણે તો એ વિચારવાની જરૂર છે કે ‘હું એક છું.' જગતને ભેળવવાની શી જરૂર છે ? એક અનેકનો વિચાર ઘણી આઘી દશાએ પહોંચ્યા પછી વિચારવાનો છે. જગત ને આત્મા સ્વપ્ને પણ એક જાણશો નહીં. આત્મા અચળ છે; નિરાવરણ છે. વેદાંત સાંભળીને પણ આત્માને ઓળખવો. (પૃ. ૭૧૪-૫) — વેદાંતમાં વિચાર અર્થે ષસંપત્તિ બતાવી છે. વિવેક, વૈરાગ્યાદિ સદ્ગુણ પ્રાપ્ત થયા પછી જીવ યોગ્ય મુમુક્ષુ કહેવાય. (પૃ. ૭૧૬)
વેદાંતમાં પણ શ્રવણ, મનન, નિદિધ્યાસન એમ ભેદ બતાવ્યા છે. (પૃ. ૭૫૬)
કોઇ એક સંપ્રદાયવાળા એમ કહે છે કે વેદાંતવાળાની મુકિત કરતાં, એ ભ્રમદશા કરતાં ચાર ગતિ સારી; સુખદુઃખનો પોતાને અનુભવ તો રહે. વેદાંતવાળા બ્રહ્મમાં સમાઇ જવારૂપ મુકિત માને છે. તેથી ત્યાં પોતાને પોતાનો અનુભવ રહેતો નથી. (પૃ. ૭૨૩)
D પ્ર૦ વેદાંતને માન્ય માયિક ઇશ્વરનું અસ્તિત્વ આપ માનો છો ?
શ્રીના. (પૃ. ૬૮૦)
વેદાંત. આત્મા એક, અનાદિ માયા, બંધમોક્ષનું પ્રતિપાદન એ તમે કહો છો એમ ઘટી શકતાં નથી ?