________________
૨૬૫
દયા (ચાલુ) || મુઆ વિના શી રીતે આપી શકું ? એથી અભયકુમારને પૂછયું : મહારાજ, એ તો કેમ થઈ શકે ? એમ કહી પછી અભયકુમારને કેટલુંક દ્રવ્ય પોતાની વાત રાજા આગળ નહીં પ્રસિદ્ધ કરવા આપ્યું તે તે અભયકુમાર લેતો ગયો. એમ સઘળા સામંતોને ઘેર અભયકુમાર ફરી આવ્યા. સઘળા માંસ ન આપી શક્યા, અને પોતાની વાત છૂપાવવા દ્રવ્ય આપ્યું. પછી બીજે દિવસે જ્યારે સભા ભેળી થઈ ત્યારે સઘળા સામંતો પોતાને આસને આવીને બેઠા. રાજા પણ સિંહાસન પર વિરાજ્યા હતા. સામંતો આવી આવીને ગઈ કાલનું કુશળ પૂછવા લાગ્યા. રાજા એ વાતથી વિસ્મિત થયો. અભયકુમાર ભણી જોયું એટલે અભયકુમાર બોલ્યા : મહારાજ ! કાલે આપના સામંતો સભામાં બોલ્યા હતા કે હમણાં માંસ સસ્તું મળે છે; તેથી હું તેઓને ત્યાં લેવા ગયો હતો; ત્યારે સઘળાએ મને બહુ દ્રવ્ય આપ્યું, પરંતુ કાળજાનું સવા પૈસાભાર માંસ ન આપ્યું. ત્યારે એ માંસ સતું કે મોંધું? બધા સામંતો સાંભળીને શરમથી નીચું જોઈ રહ્યા; કોઇથી કંઈ બોલી શકાયું નહીં. પછી અભયકુમારે કહ્યું : આ કંઈ મેં તમને દુઃખ આપવા કર્યું નથી પરંતુ બોધ આપવા કર્યું છે. આપણને આપણા શરીરનું માંસ આપવું પડે તો અનંત ભય થાય છે, કારણ આપણા દેહની આપણને પ્રિયતા છે; તેમ જે જીવનું તે માંસ હશે તેનો પણ જીવ તેને વહાલો હશે. જેમ આપણે અમૂલ્ય વસ્તુઓ આપીને પણ પોતાનો દેહ બચાવીએ છીએ તેમ તે બિચારાં પામર પ્રાણીઓને પણ હોવું જોઇએ. આપણે સમજણવાળાં, બોલતાં ચાલતાં પ્રાણી છીએ, તે બિચારાં અવાચક અને અણસમજણવાળાં છે. તેમને મોતરૂપ દુઃખ આપીએ તે કેવું પાપનું પ્રબળ કારણ છે? આપણે આ વચન નિરંતર લક્ષમાં રાખવું કે, સર્વ પ્રાણીને પોતાનો જીવ વહાલો છે; અને સર્વ જીવની રક્ષા કરવી એ જેવો એકે ધર્મ નથી. અભયકુમારના ભાષણથી શ્રેણિક મહારાજા સંતોષાયા, સઘળા સામંતો પણ બોધ પામ્યા. તેઓએ તે દિવસથી માંસ ખાવાની પ્રતિજ્ઞા કરી, કારણ એક તો તે અભક્ષ્ય છે, અને કોઈ જીવ હણાયા વિના તે આવતું નથી એ મોટો અધર્મ છે. માટે અભયપ્રધાનનું કથન સાંભળીને તેઓએ અભયદાનમાં લક્ષ આપ્યું; જે આત્માના પરમ સુખનું કારણ છે. (પૃ. ૭૮-૮૦) I વ્યવહારધર્મમાં દયા મુખ્ય છે. ચાર મહાવ્રતો તે પણ દયાની રક્ષા વાસ્તુ છે. દયાના આઠ ભેદ છેઃ ૧. દ્રવ્યદયા - લેઇ પણ કામ કરવું તેમાં ચત્નાપૂર્વક જીવરક્ષા કરીને કરવું તે દ્રવ્યદયા'. ૨. ભાવદયા - બીજા જીવને દુર્ગતિ જતો દેખીને અનુકંપાબુદ્ધિથી ઉપદેશ આપવો તે
ભાવદયા'. ૩. સ્વદયા - આ આત્મા અનાદિકાળથી મિથ્યાત્વથી પ્રહાયો છે. તત્ત્વ પામતો નથી, જિનાજ્ઞા
પાળી શકતો નથી, એમ ચિંતવી ધર્મમાં પ્રવેશ કરવો તે “સ્વદયા’. ૪. પરદયા - છકાય જીવની રક્ષા કરવી તે ‘પરદયા'. ૫. સ્વરૂપદયા - સૂક્ષ્મ વિવેકથી સ્વરૂપવિચારણા કરવી તે “સ્વરૂપદયા'. ૬. અનુબંધદયા - ગુરુ કે શિક્ષક શિષ્યને કડવા કથનથી ઉપદેશ આપે એ દેખાવમાં તો અયોગ્ય લાગે
છે, પરંતુ પરિણામે કરુણાનું કારણ છે, એનું નામ “અનુબંધદયા'. ૭. વ્યવહારદયા - ઉપયોગપૂર્વક અને વિધિપૂર્વક જે દયા પાળવી તેનું નામ “વ્યવહારદયા'. ૮. નિશ્રયદયા - શુદ્ધ સાધ્ય ઉપયોગમાં એકતાભાવ અને અભેદ ઉપયોગ તે “નિશ્ચયદયા'.