________________
દયા (ચાલ)
૨૬૬
એ આઠ પ્રકારની દયા વડે કરીને વ્યવહારધર્મ ભગવાને કહ્યો છે. એમાં સર્વ જીવનું સુખ, સંતોષ, અભયદાન એ સઘળું વિચારપૂર્વક જોતાં આવી જાય છે. જેમાં કોઈ પ્રાણીનું દુઃખ, અહિત કે અસંતોષ રહ્યાં છે ત્યાં દયા નથી; અને દયા નથી ત્યાં ધર્મ નથી.
અત્ ભગવાનના કહેલા ધર્મતત્ત્વથી સર્વ પ્રાણી અભય થાય છે. (પૃ. ૬૪). U હોમહવનાદિ લૌકિક રિવાજ ઘણો ચાલતો જોઈ તીર્થંકર ભગવાને પોતાના કાળમાં દયાનું વર્ણન ઘણું જ સૂક્ષ્મ રીતે કર્યું છે. જૈનના જેવા દયાસંબંધીના વિચારો કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી; કેમકે જૈન પંચેન્દ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ એકેન્દ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દૃઢ કરી
દયાનો માર્ગ વર્ણવ્યો છે. (પૃ. ૬૯૭) T સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઇમાં નથી. “માર' એ શબ્દ “મારી’ નાખવાની સજ્જડ છાપ તીર્થકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશનાં વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસાધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન હોય તે જિન ન હોય. જૈનને હાથે ખૂન થવાના બનાવો પ્રમાણમાં અલ્પ હશે. બ્રાહ્મણોએ સ્વાર્થબુદ્ધિથી એ (યજ્ઞાદિ) હિંસક ક્રિયા દાખલ કરી છે. શ્રી જિને તેમ જ શ્રી બુદ્ધે જાતે વૈભવત્યાગ કરેલો હોવાથી તેઓએ નિઃસ્વાર્થ બુદ્ધિએ દયાધર્મનો ઉપદેશ કરી હિંસક ક્રિયાનો વિચ્છેદ
કર્યો. (પૃ. ૭૮૦) | જડની દયા ખાઉં. (પૃ. ૧૪૧) દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહમર્યાદા આદિ અહંકારરહિત કરવાં. લોકોને બતાવવા અર્થે કાંઈ પણ કરવું નહીં. (પૃ. ૭૨૫) T દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ પુરુષની સમીપ આવવાનાં સસાધન છે.
(પૃ. ૭૩૪). D દયા, સત્ય આદિ જે સાધનો છે તે વિભાવને ત્યાગવાનાં સાધનો છે. (પૃ. ૭૨ ૬)
| દયા વગેરે આત્માને નિર્મળ થવાનાં સાધનો દિર્પણ D V૦ દર્પણમાં પડતું પ્રતિબિંબ તે માત્ર ખાલી દેખાય છે કે કોઈ તત્ત્વનું બનેલ છે?
ઉ૦ દર્પણમાં પડતું પ્રતિબિંબ માત્ર ખાલી દેખાવ નથી, તે અમુક તત્ત્વનું બનેલું છે. (પૃ. ૬૮૦) દર્શન D ‘દર્શન' એટલે આત્માની યથાતથ્ય પ્રતીતિ તે. (પૃ. ૭૧૮). D પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન”, તેને લઇને સુપ્રતીતિ તે “દર્શન”. (પૃ. ૭૪૦) [ આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ
ચેતનસત્તા એ જ્ઞાન. (પૃ. ૭૮૨)