________________
| ત્યાગ (ચાલુ)
૨૬૨
ઇન્દ્રિયાદિ શાંત થયાં નથી, જ્ઞાનીપુરુષની દ્રષ્ટિમાં હજી જે ત્યાગ કરવાને યોગ્ય નથી. એવા કોઈ મંદ કે મોહવૈરાગ્યવાન જીવને ત્યાગ લેવો પ્રશસ્ત જ છે, એમ કંઈ જિનસિદ્ધાંત એકાંતે નથી. પ્રથમથી જ જેને ઉત્તમ સંસ્કારવાળો વૈરાગ્ય ન હોય તે પુરુષ કદાપિ ત્યાગનો પરિણામે લક્ષ રાખી આશ્રમપૂર્વક પ્રવર્તે તો તેણે એકાંતે ભૂલ જ કરી છે, અને ત્યાગ જ કર્યો હોત તો ઉત્તમ હતું, એમ પણ જિનસિદ્ધાંત નથી. માત્ર મોક્ષસાધનનો પ્રસંગ પ્રાપ્ત થયું તે પ્રસંગ જતો કરવો ન જોઇએ, એમ જિનનો
ઉપદેશ છે. (પૃ. ૫૧૨-૩) 0 ત્યાગવ્યવહારમાં પણ એકાંતે ઉપચારાદિનો નિષેધ જ્ઞાનીએ કર્યો નથી. નિગ્રંથને સ્વપરિગ્રહિત શરીરે રોગાદિ થાય ત્યારે ઔષધાદિ ગ્રહણ કરવામાં એવી આજ્ઞા છે કે જ્યાં સુધી આર્તધ્યાન ન ઊપજવા યોગ્ય દૃષ્ટિ રહે ત્યાં સુધી ઔષધાદિ ગ્રહણ ન કરવું, અને તેનું વિશેષ કારણ દેખાય તો નિરવદ્ય ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી, અથવા યથાસૂત્ર (તૃતીય આવૃત્તિમાં “યથાશુભ') ઔષધાદિ ગ્રહણ કરતાં આજ્ઞાનો અતિક્રમ નથી; અને બીજા નિગ્રંથને શરીરે રોગાદિ થયું હોય ત્યારે તેની વૈયાવચ્ચાદિ કરવાનો પ્રકાર જ્યાં દર્શાવ્યો છે ત્યાં કંઈ પણ વિશેષ અનુકંપાદિ દ્રષ્ટિ રહે એવી રીતે દર્શાવ્યો છે. એટલે ગૃહસ્થવ્યવહારમાં એકાંતે તેનો ત્યાગ અશક્ય છે એમ સમજાશે.
(પૃ. ૫૯૯-૬00) |સંબંધિત શિર્ષક સર્વસંગપરિત્યાગ ત્યાગવૈરાગ્ય
વૈરાગ્ય, ત્યાગ, દયાદિ અંતરંગ વૃત્તિવાળી ક્રિયા છે તે જો સાથે આત્મજ્ઞાન હોય તો સફળ છે અર્થાત ભવનું મૂળ છેદે છે; અથવા વૈરાગ્ય, ત્યાગ, દયાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં કારણો છે. એટલે જીવમાં પ્રથમ એ ગુણો આવ્યથી સદ્ગુરુનો ઉપદેશ તેમાં પરિણામ પામે છે. ઉજ્જવળ અંતઃકરણ વિના
સદ્ગુરુનો ઉપદેશ પરિણમતો નથી, તેથી વૈરાગ્યાદિ આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે. (પૃ. ૫૨૭). T જેના ચિત્તમાં ત્યાગ અને વૈરાગ્યાદિ સાધનો ઉત્પન્ન થયાં ન હોય તેને જ્ઞાન ન થાય; અને જે ત્યાગ વિરાગમાં જ અટકી રહી, આત્મજ્ઞાનની આકાંક્ષા ન રાખે, તે પોતાનું ભાન ભૂલેઅર્થાત્ અજ્ઞાનપૂર્વક ત્યાગવૈરાગ્યાદિ હોવાથી તે પૂજાસત્કારાદિથી પરાભવ પામે, અને આત્માર્થ ચૂકી જાય. જેના અંતઃકરણમાં ત્યાગવૈરાગ્યાદિ ગુણો ઉત્પન્ન થયા નથી એવા જીવને આત્મજ્ઞાન ન થાય. કેમકે મલિન અંતઃકરણરૂપ દર્પણમાં આત્મોપદેશનું પ્રતિબિંબ પડવું ઘટતું નથી. તેમ જ માત્ર ત્યાગવૈરાગ્યમાં રાચીને કૃતાર્થતા માને તે પણ પોતાના આત્માનું ભાન ભૂલે. અર્થાત્ આત્મજ્ઞાન નહીં હોવાથી અજ્ઞાનનું સહચારીપણું છે. જેથી તે ત્યાગવૈરાગ્યાદિનું માન ઉત્પન્ન કરવા અર્થે અને માનાર્થે સર્વ સંયમાદિ પ્રવત્તિ થઇ જાય; જેથી સંસારનો ઉચ્છેદ ન થાય, માત્ર ત્યાં જ અટકવું થાય. અર્થાત્ તે આત્મજ્ઞાનને પામે નહીં. (પૃ. ૫૨૮). જેમ જેમ જીવમાં ત્યાગ, વૈરાગ્ય અને આશ્રયભક્તિનું બળ વધે છે, તેમ તેમ સત્પરુષનાં વચનનું અપર્વ અને અદભત સ્વરૂપ ભાસે છે. અને બંધનિયત્તિના ઉપાયો સહજમાં સિદ્ધ થાય છે. પ્ર સત્યરુષના ચરણારવિંદનો યોગ કેટલાક સમય સુધી રહે તો પછી વિયોગમાં પણ ત્યાગ, વૈરાગ્ય અને આશ્રયભક્તિની ધારા બળવાન રહે છે; નહીં તો માઠા દેશ, કાળ, સંગાદિના યોગથી સામાન્ય વૃત્તિના જીવો ત્યાગ વૈરાગ્યાદિનાં બળમાં વધી શકતાં નથી. અથવા મંદ પડી જાય છે, કે સર્વથા નાશ કરી દે