________________
ત્યાગ (ચાલુ)
૨૬૦
તેનો ઈચ્છાનુસાર અર્થ થઇ શકે, તેવી ગોઠવણ જ ત્યાગને વિષે રાખવી નહીં. જો અચોક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતો અર્થ થઇ શકે એવા આકારમાં ગોઠવણ રાખવામાં આવે તો શિથિલપરિણામી થઈ ત્યાગેલું બધું બગાડી મૂકે છે. અંશે પણ ત્યાગ કરવો તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, સાક્ષી રાખી ત્યાગ કરવો, તથા ત્યાગ કરવા પછી પોતાને મનગમતો અર્થ કરવો નહીં. (પૃ. ૭૫૭-૮). T બાહ્યત્યાગથી જીવ બહુ જ ભૂલી જાય છે. વેશ, વસ્ત્રાદિમાં ભ્રાંતિ ભૂલી જવી. આત્માની
વિભાવદશા, સ્વભાવદશા ઓળખવી. (પૃ. ૯૬). D ચક્રવર્તીને ઉપદેશ કરવામાં આવે તો તે ઘડીકમાં રાજ્યનો ત્યાગ કરે. પણ ભિક્ષુકને અનંત તૃષ્ણા હોવાથી
તે પ્રકારનો ઉપદેશ તેને અસર કરે નહીં. (પૃ. ૭૭૮) અનંતા જ્ઞાની પુરુષોએ જેનું પ્રાયશ્ચિત કહ્યું નથી, જેના ત્યાગનો એકાંત અભિપ્રાય આપ્યો છે એવો જે કામ તેથી જે મૂંઝાયા નથી, તે જ પરમાત્મા છે. (પૃ. ૭૯૮)
ષમાત્રનો ત્યાગ કરું. (પૃ. ૧૩૯) D રેશમી વસ્ત્રનો ત્યાગ કરું. (પૃ. ૧૩૯) T માયાવિનયનો ત્યાગ કરું. (પૃ. ૧૪૦) | બાકી હાલ તો તમે સર્વ પોતપોતાના સફળપણા અર્થે મિથ્યા ધર્મવાસનાઓનો, વિષયાદિકની પ્રિયતાનો,
પ્રતિબંધનો ત્યાગ કરતાં શીખજો. જે કંઇ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી; અને બાકીનું કંઈ પ્રિય
કરવા જેવું નથી; આ અમારો નિશ્ચય છે. (પૃ. ૨૬૨) : I આરંભ અને પરિગ્રહનો ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે, અને વારંવાર
અસ્થિર, અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, એમાં તો સંશય નથી; પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યોગથી પ્રસંગ વર્તતો હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર, તે આરંભપરિગ્રહનો પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ ત્યાગમાર્ગ
ઉપદેશ્યો છે. (પૃ. ૫૬૩). 3 વૃત્તિઓને ઉપશમ કરવા કરતાં ક્ષય કરવી; એટલે ફરીથી ઉભવે નહીં. જયારે જ્ઞાની પુરુષ ત્યાગ
કરાવવાને માટે કહે કે આ પદાર્થ ત્યાગી દે ત્યારે વૃત્તિ ભૂલવે છે કે ઠીક છે, હું બે દિવસ પછી, ત્યાગી, આવા ભુલાવામાં પડે છે કે વૃત્તિ જાણે છે કે ઠીક થયું, અણીનો ચૂક્યો સો વર્ષ જીવે. એટલામાં શિથિલપણાનાં કારણો મળે કે 'આ ત્યાગવાથી રોગનાં કારણ થશે; માટે હમણાં નહીં પણ આગળ ત્યાગીશ'. આ રીતે વૃત્તિઓ છેતરે છે. (પૃ. ૬૮૯) જે જે દિશા ભણી જવું ઇચ્છે છે તે દિશા જેને અપ્રતિબદ્ધ અર્થાતુ ખુલ્લી છે. (રોકી શકતી નથી.) આવી દશાનો અભ્યાસ જ્યાં સુધી નહીં થાય; ત્યાં સુધી યથાર્થ ત્યાગની ઉત્પત્તિ થવી કેમ સંભવે ? પૌગલિક રચનાએ આત્માને ખંભિત કરવો ઉચિત નથી. (પૃ. ૨૧૯) D અત્યંત જ્ઞાન હોય ત્યાં અત્યંત ત્યાગ સંભવે છે. અત્યંત ત્યાગ પ્રગટયા વિના અત્યંત જ્ઞાન ન હોય એમ
શ્રી તીર્થકરે સ્વીકાર્યું છે. (પૃ. ૪૫૨) I પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે.