Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
તીર્થંકર (ચાલુ)
૨૫૪
ઉ∞ શ્રમણ ભગવાન મહાવીરનું.
પ્ર૦ મહાવીર પહેલાં જૈનદર્શન હતું ?
૩૦ હા.
પ્ર૦ તે કોણે ઉત્પન્ન કર્યું હતું ?
ઉ∞ તે પહેલાંના તીર્થંકરોએ.
પ્ર0 તેઓના અને મહાવીરના ઉપદેશમાં કંઇ ભિન્નતા ખરી કે ?
ઉ∞ તત્ત્વસ્વરૂપે એક જ. પાત્રને લઇને ઉપદેશ હોવાથી એને કંઇક કાળભેદ હોવાથી સામાન્ય મનુષ્યને ભિન્નતા લાગે ખરી; પરંતુ ન્યાયથી જોતાં એ ભિન્નતા નથી.
પ્ર૦ એઓનો મુખ્ય ઉપદેશ શો છે ?
ઉ૦ આત્માને તારો; આત્માની અનંત શકિતઓનો પ્રકાશ કરો; અને કર્મરૂપ અનંત દુઃખથી મુકત કરો.
પ્ર0 એ માટે તેઓએ કયાં સાધનો દર્શાવ્યાં છે ?
ઉ∞ વ્યવહારનયથી સદેવ, સદ્ધર્મ અને સદ્ગુરુનું સ્વરૂપ જાણવું; સદેવના ગુણગ્રામ કરવા; ત્રિવિધ ધર્મ આચરવો અને નિગ્રંથ ગુરુથી ધર્મની ગમ્યતા પામવી.
પ્ર૦ ત્રિવિધ ધર્મ કયો ?
ઉ૦ સભ્યજ્ઞાનરૂપ, સમ્યક્દર્શનરૂપ અને સમ્યક્ચારિત્રરૂપ. (પૃ. ૧૩૦)
D બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઇ અમે વિશેષપણે માનતા હોઇએ તો તે શ્રી તીર્થંકરદેવ છે. (પૃ. ૩૧૪)
જે તીર્થંકરદેવે સ્વરૂપસ્થ આત્માપણે થઇ વક્તવ્યપણે જે પ્રકારે તે આત્મા કહી શકાય તે પ્રમાણે અત્યંત યથાસ્થિત કહ્યો છે, તે તીર્થંકરને બીજી સર્વ પ્રકારની અપેક્ષાનો ત્યાગ કરી નમસ્કાર કરીએ છીએ.
પૂર્વે ઘણાં શાસ્ત્રોનો વિચાર કરવાથી તે વિચારનાં ફળમાં સત્પુરુષને વિષે જેનાં વચનથી ભકિત ઉત્પન્ન થઇ છે, તે તીર્થંકરનાં વચનને નમસ્કાર કરીએ છીએ.
ઘણા પ્રકારે જીવનો વિચાર કરવાથી, તે જીવ આત્મારૂપ પુરુષ વિના જાણ્યો જાય એવો નથી, એવી નિશ્ચળ શ્રદ્ધા ઉત્પન્ન થઇ તે તીર્થંકરના માર્ગબોધને નમસ્કાર કરીએ છીએ.
ભિન્ન ભિન્ન પ્રકારે તે જીવનો વિચાર થવા અર્થે, તે જીવ પ્રાપ્ત થવા અર્થે, યોગાદિક અનેક સાધનોનો બળવાન પરિશ્રમ કર્યે છતે, પ્રાપ્તિ ન થઇ, તે જીવ જે વડે સહજ પ્રાપ્ત થાય છે, તે જ કહેવા વિષે જેનો ઉદ્દેશ છે, તે તીર્થંકરનાં ઉદ્દેશવચનને નમસ્કાર કરીએ છીએ. (પૃ. ૩૬૬)
તીર્થંકરનો માર્ગ સાચો છે. (પૃ. ૭૩૧)
તીર્થંકરે પૂર્વે કર્મ બાંધ્યું છે તે વેદવા માટે બીજા જીવનું કલ્યાણ કરે છે; બાકી તો ઉદય પ્રમાણે દયા વર્તે છે. તે દયા નિષ્કારણ છે, તેમ તેઓને પારકી નિર્જરાએ કરી પોતાનું કલ્યાણ કરવાનું નથી. તેમનું કલ્યાણ