Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| તીર્થકર (ચાલુ)
૨૫૬ કહેવું રાપેક્ષ છે, યથાર્થ છે, તથાપિ શબ્દના ભાવાર્થે યથાર્થ છે, શબ્દથી પરબારા અર્થે યથાર્થ નથી; તેમાં જ તીર્થકરાદિકની ભિક્ષા સંબંધમાં તેવું છે; તથાપિ એમ જ માનવું યોગ્ય છે કે, આત્મવરૂપે પૂર્ણ એવા પુરુષના પ્રભાવજોગે તે બનવું અત્યંત સંભવિત છે. સર્વત્ર એમ બન્યું છે એમ કહેવાનો અર્થ નથી, એમ બનવું સંભવિત છે, એમ. ઘટે છે, એમ કહેવાનો હેતુ છે. સર્વ મહત્ પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં છે ત્યાં આધીન છે, એ નિશ્રયાત્મક વાત છે, નિઃસંદેહ અંગીકાર કરવા યોગ્ય વાત છે. પૂર્ણ આત્મસ્વરૂપ જ્યાં વર્તે છે, ત્યાં જો સર્વ મહતું પ્રભાવજોગ વર્તતા ન હોય તો પછી તે બીજે ક્ય સ્થળે વર્તે ? તે વિચારવા યોગ્ય છે. તેવું તો બીજું કોઈ સ્થળ સંભવતું નથી, ત્યારે સર્વ મહતું પ્રભાવજોગનો અભાવ થશે. પૂર્ણ આત્મસ્વરૂપનું પ્રાપ્ત થવું એ અભાવરૂપ નથી, તો પછી મહતું એવા પ્રભાવજોગનો અભાવ તો ક્યાંથી હોય? અને જો કદાપિ એમ કહેવામાં આવે કે આત્મસ્વરૂપનું પૂર્ણ પ્રાપ્તપણું તો ઘટે છે, મહતું પ્રભાવજોગનું પ્રાપ્તપણું ઘટતું નથી, તો તે કહેવું એક વિસંવાદ સિવાય બીજું કંઈ નથી; કારણ કે તે કહેનાર શુદ્ધ આત્મસ્વરૂપના મહતપણાથી અત્યંત હીન એવા પ્રભાવજોગને મહતું જાણે છે, અંગીકાર કરે છે; અને તે એમ સૂચવે છે કે તે વક્તા આત્મસ્વરૂપનો જાણનાર નથી. તે આત્મસ્વરૂપથી મહતુ એવું કંઈ નથી. એવો આ સૃષ્ટિને વિષે કોઈ પ્રભાવજોગ ઉત્પન્ન થયો નથી, છે નહીં, અને થવાનો નથી કે જે પ્રભાવજોગ પૂર્ણ આત્મસ્વરૂપને પણ પ્રાપ્ત ન હોય; તથાપિ તે પ્રભાવજોગને વિષે વર્તવામાં આત્મસ્વરૂપને કંઈ કર્તવ્ય નથી, એમ તો છે; અને જો તેને તે પ્રભાવજોગને વિષે કંઈ કર્તવ્ય ભાસે છે તો તે પુરુષ આત્મસ્વરૂપના અત્યંત અજ્ઞાનને વિષે વર્તે છે, એમ જાણીએ છીએ. કહેવાનો હેતુ એમ છે કે સર્વ પ્રકારના પ્રભાવજોગ આત્મારૂપ મહાભાગ્ય એવા તીર્થકરને વિષે ઘટે છે, હોય છે, તથાપિ તેને વિકાસવાનો એક અંશ પણ તેને વિષે ઘટતો નથી; સ્વાભાવિક કોઈ પુણ્યપ્રકારવશાત્ સુવર્ણવૃષ્ટિ ઇત્યાદિ થાય એમ કહેવું અસંભવિત નથી; અને તીર્થંકરપદને તે બાધરૂપ નથી. જે તીર્થકર છે, તે આત્મસ્વરૂપ વિના અન્ય પ્રભાવાદિને કરે નહીં, અને જે કરે તે આત્મારૂપ એવા તીર્થકર કહેવા યોગ્ય નહીં; એમ જાણીએ છીએ, એમ જ છે. (પૃ. ૩૫૩-૪). તીર્થંકરદેવે રાગ કરવાની ના કહી છે, અર્થાત રાગ હોય ત્યાં સુધી મોક્ષ નથી. ત્યારે આ પ્રત્યેનો (પરમકૃપાળુદેવ પ્રત્યેનો) રાગ તમને (શ્રી અંબાલાલભાઈ વગેરેને) બધાને હિતકારક કેમ થશે?
(પૃ. ૨૩૦) 'પ્રમાદને તીર્થંકરદેવ કર્મ કહે છે, અને અપ્રમાદને તેથી બીજું એટલે અકર્મરૂપ એવું આત્મસ્વરૂપ કહે
છે. તેવા ભેદના પ્રકારથી અજ્ઞાની અને જ્ઞાનીનું સ્વરૂપ છે; (કહ્યું છે.) (સૂયગડાંગ) (પૃ. ૩૯૧) T સર્વ પ્રકારે જ્ઞાનીના શરણમાં બુદ્ધિ રાખી નિર્ભયપણાને, નિઃખેદપણાને ભજવાની શિક્ષા શ્રી તીર્થકર
જેવાએ કહી છે, અને અમે પણ એ જ કહીએ છીએ. (પૃ. ૩૭૯) જ્ઞાની પુરુષને મળીને જે સંસારને ભજે છે, તેને તીર્થંકર પોતાના માર્ગથી બહાર કહે છે, કદાપિ જ્ઞાની પુરુષને મળીને સંસાર ભજે છે, તે સર્વ તીર્થંકરના માર્ગથી બહાર કહેવા યોગ્ય હોય તો શ્રેણિકાદિને વિષે મિથ્યાત્વનો સંભવ થાય છે, અને વિસંવાદપણું પ્રાપ્ત થાય છે. તે વિસંવાદપણાથી યુકત એવું વચન જો તીર્થંકરનું હોય તો તે તીર્થકર કહેવા યોગ્ય નથી.