Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૫૫
તીર્થકર (ચાલુ) | તો થયેલું જ છે. તે ત્રણ લોકના નાથ તો તરીને જ બેઠા છે. (પૃ. ૩૩૦) તીર્થકર આવી ગર્ભમાં ઊપજે અથવા જન્મે ત્યારે અથવા ત્યાર પછી દેવતાઓ જાણે કે આ તીર્થંકર છે? અને જાણે તો શી રીતે ?' એના ઉત્તરમાંઃ સમ્યકજ્ઞાન જેને પ્રાપ્ત થયું છે એવા દેવતાઓ અવધિજ્ઞાનથી' તીર્થકરને જાણે. બધા ન જાણે. જે પ્રકૃતિઓ જવાથી “જન્મથી' તીર્થકર અવધિજ્ઞાનસંયુકત હોય છે, તે પ્રકૃતિઓ તેમાં નહીં દેખાવાથી તે સમ્યફજ્ઞાની દેવતાઓ તીર્થંકરને ઓળખી શકે છે. (પૃ. ૩૦૨) વક્તા થઇ એક પણ જીવને યથાર્થમાર્ગ પમાડવાથી તીર્થંકરગોત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી
મહામોહનીય કર્મ બંધાય છે. (પૃ. ૭૭૧) | તીર્થંકરાદિક, સંપૂર્ણ એવું જ્ઞાન પામ્યા પછી, કોઈ જાતની દેહક્રિયાએ સહિત દેખાવાનું બન્યું છે,
તથાપિ આત્મા, એ ક્રિયાનો અવકાશ પામે તો જ કરી શકે એવી ક્રિયા કોઇ તે જ્ઞાન પછી હોઈ શકે નહીં; અને તો જ ત્યાં સંપૂર્ણજ્ઞાન ટકે; એવો અસંદેહ જ્ઞાનીપુરુષોનો નિર્ધાર છે, એમ અમને લાગે
છે. (પૃ. ૩૯૦) 0 શ્રી તીર્થકર અગિયારમું ગુણસ્થાનક સ્પર્શે નહીં, તેમ જ પહેલું, બીજું તથા ત્રીજું પણ ન સ્પર્શ.
વર્ધમાન, હયમાન અને સ્થિતિ એવી જે ત્રણ પરિણામની ધારા છે તેમાં હીયમાન પરિણામની ધારા સમ્યકત્વઆશ્રયી (દર્શનઆશ્રયી) શ્રી તીર્થંકરદેવને ન હોય; અને ચારિત્રઆશ્રયી ભજના. ક્ષાયિકચારિત્ર છે ત્યાં મોહનીયનો અભાવ છે; અને જ્યાં મોહનીયનો અભાવ છે ત્યાં પહેલું, બીજું,
ત્રીજું અને અગિયારમું એ ચાર ગુણસ્થાનકના સ્પર્શપણાનો અભાવ છે. (પૃ. ૭૬૩) | તીર્થંકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતાં છતાં “ગાઢ” અથવા “અવગાઢ સમ્યકત્વ હોય છે. “ગાઢ” અથવા
અવગાઢ” એક જ કહેવાય. (પૃ. ૭૭૮). T વેદનીયકર્મ મનથી જિતાય નહીં; તીર્થકર આદિને પણ વેદવું પડે; ને બીજાના જેવું વસમું પણ લાગે.
પરંતુ તેમાં (આત્મધર્મમાં) તેમના ઉપયોગની સ્થિરતા હોઇને નિર્જરા થાય છે, અને બીજાને (અજ્ઞાનીને) બંધ પડે છે. (પૃ. ૭૭૫) D તીર્થકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપયોગ દિગંબરમત પ્રમાણે છે,
શ્વેતાંબરમત પ્રમાણે નથી. બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિનો ક્ષય એક સાથે થાય છે; અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જો એક સમયે ન થતું હોય તો એકબીજી પ્રકૃતિએ ખમવું જોઇએ. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ
એક સમયે બે ઉપયોગ ન હોય; પણ દિગંબરની તેથી જુદી માન્યતા છે. (પૃ. ૭૮૩) I સર્વોત્કૃષ્ટ શાંત સ્વભાવ કરવાથી પરસ્પર વેરવાળાં પ્રાણીઓ પોતાનો વૈરભાવ છોડી દઈ શાંત થઈ બેસે
છે, એવો શ્રી તીર્થંકરનો અતિશય છે. (પૃ. ૭૭૯). પ્રત્યેક ઠેકાણે તીર્થંકર ભિક્ષાર્થે જતાં સુવર્ણવષ્ટિ ઇત્યાદિ થાય એમ શાસ્ત્રના કહેવાનો અર્થ સમજવા યોગ્ય નથી; અથવા શાસ્ત્રમાં કહેલાં વાક્યોનો તેવો અર્થ થતો હોય તો તે સાપેક્ષ છે; લોકભાષાનાં એ વાક્ય સમજવા યોગ્ય છે. રૂડા પુરુષનું આગમન કોઈને ત્યાં થાય તો તે એમ એમ કહે કે “આજે અમૃતના મેહ વૂડ્યા', તો તે