Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
છવાસ્થ
૧૮૬
છદ્મસ્થ 0 છબસ્થ એટલે આવરણયુક્ત. (પૃ. ૭૬૨) છ પદ |
૧. આત્મા છે. ૨. તે બંધાયો છે. ૩. તે કર્મનો કર્તા છે. ૪. તે કર્મનો ભોક્તા છે. ૫. મોક્ષનો ઉપાય છે. છે. આત્મા સાધી શકે છે. આ જે છ મહા પ્રવચનો તેનું નિરંતર સંશોધન કરજો. (પૃ. ૨૨૩) “આત્મા છે', ‘તે આત્મા નિત્ય છે', ‘તે આત્મા પોતાના કર્મનો કર્તા છે', ‘તે કર્મનો ભોક્તા છે', તેથી મોક્ષ થાય છે, અને તે મોક્ષનો ઉપાય એવો સધર્મ છે'. એ છ સ્થાનક અથવા છ પદ અહીં સંક્ષેપમાં કહ્યાં છે, અને વિચાર કરવાથી ષદર્શન પણ તે જ છે. પરમાર્થ સમજવાને માટે જ્ઞાની પુરુષે એ છ પદો કહ્યાં છે. (પૃ. ૫૩૮) T સમ્યક્દર્શનસ્વરૂપ એવાં નીચે લખ્યાં શ્રી જિનના ઉપદેશેલાં છ પદ આત્માર્થી જીવે અતિશય કરી વિચારવા ઘટે છે. આત્મા છે એ તપ, કેમકે પ્રમાણે કરીને તેનું પ્રસિદ્ધપણું છે. ' આત્મા નિત્ય છે એ નિત્યT૬. આત્માનું જ સ્વરૂપ છે તે કોઈ પણ પ્રકારે ઉત્પન્ન થવું સંભવતું નથી, તેમ તેનો વિનાશ સંભવતો નથી. આત્મા કર્મનો કર્તા છે; એ કર્તા. આત્મા કર્મનો ભોક્તા છે. તે આત્માની મુક્તિ થઇ શકે છે.
મોક્ષ થઈ શકે એવા પ્રકાર પ્રસિદ્ધ છે. (પૃ. ૮૦૨). છૂટવું T અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્રશ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા,
અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર, “સતુ” મળ્યા નથી, “સતુ” સુચ્યું નથી, અને “સતુ' શ્રધ્યું નથી, અને એ મળ્યું, એ સુચ્છે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.
(પૃ. ૨૪૬). D અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે; અંદરથી છૂટયા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છોડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. (પૃ. ૭૨૭)