Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જ્ઞાનનાં પ્રકાર (ચાલુ)
૨૧૮
વ્યવચ્છેદ જેવી હોય એમાં કંઈ આશ્ચર્ય નથી; તેથી તે જ્ઞાન ઉપમાવાચક ગણવા યોગ્ય નથી; આત્મસ્વરૂપ વિચારતાં તો તે જ્ઞાનનું કંઈ પણ અસંભવિતપણું દેખાતું નથી. સર્વ જ્ઞાનની સ્થિતિનું ક્ષેત્ર આત્મા છે, તો પછી અવધિ મન:પર્યવાદિ જ્ઞાનનું ક્ષેત્ર આત્મા હોય એમાં સંશય કેમ ઘટે ? યદ્યપિ શાસ્ત્રના યથાસ્થિત પરમાર્થના અજ્ઞ જીવો તેની વ્યાખ્યા જે પ્રકારે કરે છે, તે વ્યાખ્યા વિરોધવાળી હોય, પણ પરમાર્થે તે જ્ઞાનનો સંભવ છે. જિનાગમમાં તેની જે પ્રકારના આશયથી વ્યાખ્યા કરી હોય તે વ્યાખ્યા અને અજ્ઞાની જીવો આશય જાણ્યા વિના જે વ્યાખ્યા કરે તેમાં મોટો ભેદ હોય એમાં આશ્રર્ય નથી, અને તે ભેદને લીધે તે જ્ઞાનના વિષય માટે સંદેહ થવા યોગ્ય છે, પણ આત્મદ્રષ્ટિએ જોતાં તે સંદેહનો અવકાશ નથી. (પૃ. ૪૯૬-૭) મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ એમ જ્ઞાનના પાંચ ભેદ છે. કુમતિ, કુશ્વત અને વિભંગ
એમ અજ્ઞાનના ત્રણ ભેદ છે. એ બધા જ્ઞાનોપયોગના ભેદ છે. (૧ 1 જ્ઞાન પાંચ પ્રકારનું છે. તે જ્ઞાન જો સમ્યક્ત્વ વિનાનું મિથ્યાત્વસહિત હોય તો “મતિ અજ્ઞાન', “શ્રત
અજ્ઞાન,” અને “અવધિ અજ્ઞાન” એમ કહેવાય. તે મળી કુલ આઠ પ્રકાર છે. મતિ, શ્રત, અને અવધિ મિથ્યાત્વસહિત હોય, તો તે “અજ્ઞાન' છે, અને સમ્યક્ત્વસહિત હોય તો
“જ્ઞાન” છે. તે સિવાય બીજો ફેર નથી. (પૃ. ૭૪૪) જ્ઞાનની આવશ્યક્તા | D ગમે તેટલું અપ્રિય, ગમે તેટલું દુઃખદાયક અને ગમે તેટલું રૌદ્ર છતાં જે દુઃખ અનંતકાળથી અનંતી વાર
સહન કરવું પડયું; તે દુ:ખ માત્ર સહ્યું તે અજ્ઞાનાદિક કર્મથી; એ અજ્ઞાનાદિક ટાળવા માટે જ્ઞાનની પરિપૂર્ણ આવશ્યક્તા છે. (પૃ. ૧૧૫) મુખ્ય અવશ્ય સ્વસ્વરૂપસ્થિતિની શ્રેણિએ ચઢવું એ છે. જેથી અનંત દુઃખનો નાશ થાય, દુઃખના નાશથી આત્માનું શ્રેયિક સુખ છે; અને સુખ નિરંતર આત્માને પ્રિય જ છે, પણ જે સ્વસ્વરૂપિક સુખ છે તે. દેશ, કાળ, ભાવને લઈને શ્રદ્ધા, જ્ઞાન ઇ0 ઉત્પન્ન કરવાની આવશ્યક્તા છે. સમ્યકુભાવ સહિત ઉચ્ચગતિ, ત્યાંથી મહાવિદેહમાં માનવદેહે જન્મ, ત્યાં સમ્યફભાવની પુનઃ ઉન્નતિ, તત્ત્વજ્ઞાનની વિશુદ્ધતા અને વૃદ્ધિ, છેવટે પરિપૂર્ણ આત્મસાધન જ્ઞાન અને તેનું સત્ય પરિણામ કેવળ સર્વ દુઃખનો અભાવ એટલે અખંડ, અનુપમ અનંત શાશ્વત પવિત્ર મોક્ષની પ્રાપ્તિ; એ સઘળાં માટે
થઈને જ્ઞાનની આવશ્યક્તા છે. (પૃ. ૧૧૬) | જ્ઞાનનું ફળ | સર્વ જ્ઞાનનું ફળ પણ આત્મસ્થિરતા થવી એ જ છે, એમ વીતરાગ પુરુષોએ કહ્યું છે, તે અત્યંત સત્ય છે.
(પૃ. ૪૮૫)
તીર્થંકરે જ્ઞાનનું ફળ વિરતિ કહ્યું છે. (પૃ. ૪૬૮) D “જ્ઞાનનું ફળ વિરતિ છે.' વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે
વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન્ન