Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૨૯
જ્ઞાની અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભકિત અવશ્ય કર્તવ્ય છે એમ સત્પરુષોએ કહ્યું છે.
આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે. ૯. ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો. ૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે. ૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તો પણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ
જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે. ૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા
માટે જ્ઞાનની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઇએ. ૧૩, આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી. ૧૪. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે. ઇતિ શિવમ્ (પૃ. ૨૨-૩) જ્ઞાનમાર્ગ દુરારાધ્ય છે; પરમાવગાઢદશા પામ્યા પહેલાં તે માર્ગે પડવાનાં ઘણાં સ્થાનક છે. સંદેહ, વિકલ્પ, સ્વછંદતા, અતિપરિણામીપણું એ આદિ કારણો વારંવાર જીવને તે માર્ગે પડવાના હેતુઓ થાય છે; અથવા ઊર્ધ્વભૂમિકા પ્રાપ્ત થવા દેતા નથી. (પૃ. ૫૦૪)
જ્ઞાનશ્રેણિ
D મુખ્ય વસ્તુત્વ સ્વરૂપે તેની બે શ્રેણિઓ છેઃ જીવ અને અજીવ. વિશેષ વસ્તુત્વ સ્વરૂપે નવતત્ત્વ કિવા પદ્રવ્યની શ્રેણિઓ જાણવારૂપ થઇ પડે છે. જે પંકિતએ ચઢતાં ચઢતાં સર્વ ભાવે જણાઈ લોકાલોકસ્વરૂપ હસ્તામલકવત્ જાણી દેખી શકાય છે. (પૃ. ૧૧૬).
જ્ઞાની
I અહો જ્ઞાની ! અહો તેની ગવેષણા ! અહો તેમનું ધ્યાન ! અહો તેમની સમાધિ ! અહો તેમનો
સંયમ ! અહો તેમનો અપ્રમત્ત સ્વભાવ ! અહો તેમની પરમ જાગૃતિ ! અહો તેમનો વીતરાગ સ્વભાવ ! અહો તેમનું નિરાવરણ જ્ઞાન ! અહો તેમના યોગની શાંતિ ! અહો તેમના વચનાદિ યોગનો
ઉદય ! (પૃ. ૮૨૧) 1 અહો ! જ્ઞાની પુરુષની આશય ગંભીરતા, ધીરજ અને ઉપશમ ! અહો! અહો! વારંવાર અહો ! "(પૃ. ૫૦૭) દૃશ્યને અદ્રશ્ય કર્યું, અને અદ્રશ્યને દૃશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષોનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય
વાણીથી કહી શકાવું યોગ્ય નથી. (પૃ. ૪૮૬). T વિષમભાવનાં નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાની પુરુષ અવિષમ ઉપયોગે વર્યા છે, વર્તે
છે, અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારંવાર નમસ્કાર. (પૃ. ૫૬૩). 0 લોકવ્યાપક એવા અંધકારને વિષે સ્વએ કરી પ્રકાશિત એવા જ્ઞાની પુરુષ જ યથાતથ્ય દેખે છે. લોકની શબ્દાદિ કામના પ્રત્યે દેખતાં છતાં ઉદાસીન રહી જે માત્ર સ્પષ્ટપણે પોતાને દેખે છે. એવા જ્ઞાનીને નમસ્કાર કરીએ છીએ. (પૃ. ૩૫૫).