Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૩૩
જ્ઞાની (ચાલુ) એવો નિશ્રય કરવો તે યથાર્થ કારણ છે; તથાપિ જ્ઞાની અને અજ્ઞાની પુરુષમાં કોઈ એવાં વિલક્ષણ કારણોનો ભેદ છે, કે જેથી જ્ઞાનીનું, અજ્ઞાનીનું એકપણું કોઈ પ્રકારે થાય નહીં. અજ્ઞાની છતાં જ્ઞાનીનું
સ્વરૂપ જે જીવ મનાવતો હોય તે તે વિલક્ષણપણા દ્વારાએ નિશ્ચયમાં આવે છે માટે જ્ઞાની પુરુષનું જે વિલક્ષણપણું છે તેનો પ્રથમ નિશ્રય વિચારવા યોગ્ય છે; અને જો તેવા વિલક્ષણ કારણનું સ્વરૂપ જાણી જ્ઞાનીનો નિશ્ચય થાય છે, તો પછી અજ્ઞાની જેવી ક્વચિત જે જે જ્ઞાની પુરુષની ચેષ્ટા જોવામાં આવે છે તેને વિષે નિર્વિકલ્પપણું પ્રાપ્ત હોય છે; તેમ નહીં તો જ્ઞાનીપુરુષની તે ચેષ્ટા તેને વિશેષ ભકિત અને નેહનું કારણ થાય છે. પ્રત્યેક જીવ, એટલે જ્ઞાની, અજ્ઞાની જો બધી અવસ્થામાં સરખા જ હોય તો પછી જ્ઞાની, અજ્ઞાની એ નામમાત્ર થાય છે; પણ તેમ હોવા યોગ્ય નથી. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષને વિષે અવશ્ય વિલક્ષણપણું હોવા યોગ્ય છે. જે વિલક્ષણપણું યથાર્થ નિશ્રય થયે જીવને સમજવામાં આવે છે; જેનું કંઈક સ્વરૂપ અત્રે જણાવવા યોગ્ય છે. જ્ઞાની પુરુષ અને અજ્ઞાની પુરુષનું વિલક્ષણપણું મુમુક્ષુ જીવને તેમની એટલે જ્ઞાની, અજ્ઞાની પુરુષની દશા દ્વારા સમજાય છે. તે દશાનું વિલક્ષણપણું જે પ્રકારે થાય છે, તે જણાવવા યોગ્ય છે. એક તો મૂળદશા, અને બીજી ઉત્તરદશા, એવા બે ભાગ જીવની દશાના થઇ શકે છે. (અપૂર્ણ) (પૃ. ૩૮૩). જ્ઞાની અનિત્ય જીવનમાં નિત્યપણું પ્રાપ્ત કરે છે, એમ જે લખ્યું છે, તે એવા આશયથી લખ્યું છે કે તેને મૃત્યુને માટે નિર્ભયપણું વર્તે છે. જેને એમ હોય તેને પછી અનિત્યપણા વિષે રહ્યા છે, એમ કહીએ નહીં, તો તે વાત સત્ય છે. (પૃ. ૩૨૭). 2 અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની ભ્રાંતિ છે. તે જ ભ્રાંતિ નિવૃત્ત કરી
શુદ્ધ ચૈતન્ય નિજઅનુભવ પ્રમાણ સ્વરૂપમાં પરમ જાગૃત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. (પૃ. ૨૧) T સૂર્ય ઉદય-અસ્ત રહિત છે, માત્ર લોકોને ચક્ષુમર્યાદાથી બહાર વર્તે ત્યારે અસ્ત અને ચક્ષુમર્યાદાને વિષે
વર્તે ત્યારે ઉદય એમ ભાસે છે. પણ સૂર્યને વિષે તો ઉદયઅસ્ત નથી. તેમ જ જ્ઞાની છે તે, બધા પ્રસંગને વિષે જેમ છે તેમ છે, માત્ર પ્રસંગની મર્યાદા ઉપરાંત લોકોનું જ્ઞાન નથી, એટલે પોતાની જેવી તે પ્રસંગને વિષે દશા થઈ શકે તેવી દશા, જ્ઞાનીને વિષે કહ્યું છે; અને એ કલ્પના જ્ઞાનીનું પરમ એવું જે આત્મપણું, પરિતોષપણું, મુક્તપણું તે જીવને જણાવા દેતી નથી, એમ જાણવા યોગ્ય છે. (પૃ. ૩૩૬). D જ્ઞાની પુરુષને કાયાને વિષે આત્મબુદ્ધિ થતી નથી, અને આત્માને વિષે કાયાબુદ્ધિ થતી નથી, બેય સ્પષ્ટ ભિન્ન તેના જ્ઞાનમાં વર્તે છે; માત્ર પૂર્વ સંબંધ, જેમ પથ્થરને સૂર્યના તાપનો પ્રસંગ છે તેની પેઠે, હોવાથી વેદનીયકર્મ આયુષ્ય-પૂર્ણતા સુધી અવિષમભાવે વેદવું થાય છે; પણ તે વેદના વેદતાં જીવને સ્વરૂપજ્ઞાનનો ભંગ થતો નથી, અથવા જો થાય છે તો તે જીવને તેવું સ્વરૂપજ્ઞાન સંભવતું નથી. (પૃ. ૪૧૦). T ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે. (પૃ. ૨૬). જે જ્ઞાની પુરુષોને દેહાભિમાન ટળ્યું છે તેને કંઈ કરવું રહ્યું નથી એમ છે, તો પણ તેમને
સર્વસંગપરિત્યાગાદિ સત્વરુષાર્થતા પરમ પુરુષે ઉપકારભૂત કહી છે. (પૃ. ૩૯). D મિથ્યાવૃષ્ટિને વચમાં સાક્ષી (જ્ઞાનરૂપી) નથી. દેહ ને આત્મા બન્ને જુદા છે એવો જ્ઞાનીને ભેદ પડયો છે.