________________
જ્ઞાનીની ઓળખાણ (ચાલુ)
૨૪૦ T મનુષ્યાદિને જગતવાસી જીવી જાણે છે, તે દૈહિક સ્વરૂપથી તથા દૈહિક ચેષ્ટાથી જાણે છે. એકબીજાની
મુદ્રામાં તથા આકારમાં, ઇન્દ્રિયોમાં જે ભેદ છે, તે ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જગતવાસી જીવ જાણી શકે છે, અને કેટલાક તે જીવોના અભિપ્રાય પણ અનુમાન પરથી જગતવાસી જીવ જાણી શકે છે; કેમકે તે તેના અનુભવનો વિષય છે; પણ જ્ઞાનદશા અથવા વીતરાગદશા છે તે મુખ્યપણે દૈહિક સ્વરૂપ તથા દૈહિક ચેષ્ટાનો વિષય નથી. અંતરાત્મગુણ છે. અને અંતરાત્મપણું બાહ્ય જીવોના અનુભવનો વિષય ન હોવાથી, તેમ જ તથારૂપ અનુમાન પણ પ્રવર્તે એવા જગતવાસી જીવોને ઘણું કરીને સંસ્કાર નહીં હોવાથી જ્ઞાની કે વીતરાગને તે ઓળખી શકતા નથી. કોઈક જીવ સત્સમાગમ યોગથી, સહજ શુભકર્મના ઉદયથી, તથારૂપ કંઈ સંસ્કાર પામીને જ્ઞાની કે વીતરાગને યથાશક્તિ ઓળખી શકે; તથાપિ ખરેખરું ઓળખાણ તો દ્રઢ મુમુક્ષુતા પ્રગટયે, તથારૂપ સત્સમાગમથી પ્રાપ્ત થયેલ ઉપદેશને અવધારણ કર્યું, અંતરાત્મવૃત્તિ પરિણમે, જીવ જ્ઞાની કે વીતરાગને ઓળખી શકે. જગતવાસી એટલે જગતવૃષ્ટિ જીવો છે, તેની દ્રષ્ટિએ ખરેખરું જ્ઞાની કે વિતરાગનું ઓળખાણ ક્યાંથી થાય? અંધકારને વિષે પડેલા પદાર્થને મનુષ્યચક્ષુ દેખી શકે નહીં, તેમ દેહને વિષે રહ્યા એવા જ્ઞાની કે વીતરાગને જગતદ્રષ્ટિ જીવ ઓળખી શકે નહીં. જેમ અંધકારને વિષે પડેલો પદાર્થ મનુષ્યચક્ષુથી જોવાને બીજા કોઈ પ્રકાશની અપેક્ષા રહે છે; તેમ જગતવૃષ્ટિ જીવોને જ્ઞાની કે વીતરાગના ઓળખાણ માટે વિશેષ શુભસંસ્કાર અને સત્સમાગમની અપેક્ષા યોગ્ય છે. જો તે યોગ પ્રાપ્ત ન હોય તો જેમ અંધકારમાં પડેલો પદાર્થ અને અંધકાર એ બેય એકાકાર ભાસે છે, ભેદ ભાસતો નથી, તેમ તથારૂપ યોગ વિના જ્ઞાની કે વીતરાગ અને અન્ય સંસારી જીવોનું એક આકારપણું ભાસે છે; દેહાદિ ચેષ્ટાથી ઘણું કરીને ભેદ ભાસતો
નથી. (પૃ. ૪૯૪) T સત્યરુષની ઓળખાણ જીવને નથી પડતી, અને વ્યાવહારિક કલ્પના પોતાસમાન તે પ્રત્યે રહે છે, એ
જીવને ક્યા ઉપાયથી ટળે ?' એ પ્રશ્નનો ઉત્તર યથાર્થ લખ્યો છે. (શ્રી સૌભાગ્યભાઈએ આપેલ ઉત્તર : “નિર્મલ થઈ સત્સંગ કરે તો સત જણાય ને પછી સત્પરુષનો જોગ બને તો તે ઓળખે અને ઓળખે એટલે વ્યાવહારિક કલ્પના ટળે. માટે પક્ષ રહિત થઈ સત્સંગ કરવો. એ ઉપાય સિવાય બીજો
ઉપાય નથી. બાકી ભગવત્ કૃપા એ જુદી વાત છે.'') (પૃ. ૩૧૮) I આત્મદશાને પામી નિર્દઢપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓનો યોગ જીવને દુર્લભ છે. તેવો
યોગ બળે જીવને તે પુરુષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડયા વિના તે મહાત્મા પ્રત્યે દ્રઢાશ્રય થતો નથી. જયાં સુધી આશ્રય દૃઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતો નથી. ઉપદેશ પરિણમ્યા વિના સમ્યફદર્શનનો યોગ બનતો નથી. સમ્યફદર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની
આત્યંતિક નિવૃત્તિ બનવા યોગ્ય નથી. (પૃ. ૬૧૬). 1 ઘન્યરૂપ - કૃતાથરૂપ એવા જે અમે તેને વિષે આ ઉપાધિજોગ જોઈ લોકમાત્ર ભૂલે એમાં આશ્ચર્ય નથી,
અને પૂર્વે જો સત્વરુષનું ઓળખાણ પડ્યું નથી, તો તે આવા યોગનાં કારણથી છે. (પૃ. ૩૩૭) I અમારું જે રહેવું થાય છે તે ઉપાધિપૂર્વક થાય છે, અને તે ઉપાધિ એવા પ્રકારથી છે કે તેવા પ્રસંગમાં શ્રી
તીર્થકર જેવા પુરુષ વિષેનો નિર્ધાર કરવો હોય તોપણ વિકટ પડે, કારણ કે અનાદિકાળથી માત્ર જીવને બાહ્યપ્રવૃત્તિ અથવા બાહ્યનિવૃત્તિનું ઓળખાણ છે; અને તેના આધારે જ તે પુરુષ, અસપુરુષ કલ્પતો આવેલ છે; કદાપિ કોઇ સત્સંગના યોગે જીવને “સપુરુષ આ છે” એવું જાણવામાં આવે છે,