Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
|| જ્ઞાનીનો માર્ગ (ચાલુ)
૨૪૮ વિચાર કરતાં એ વાત પ્રગટ અનુભવસિદ્ધ થાય છે, તો પછી એ ભિન્ન દેહનાં, તેનાં સ્વાભાવિક ક્ષય-વૃદ્ધિ-રૂપાદિ પરિણામ જોઈ હર્ષ-શોકવાન થવું કોઇ રીતે ઘટતું નથી; અને અમને તમને તે નિર્ધાર કરવો, રાખવો ઘટે છે, અને એ જ્ઞાનીના માર્ગનો મુખ્ય ધ્વનિ છે. (પૃ. ૩૬૨). D જગતસુખપૃહામાં જેમ જેમ ખેદ ઊપજે તેમ તેમ જ્ઞાનીનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય. (પૃ. ૬૦૮) D આ પ્રથમ નિયમ (ન્યાયસંપન્ન આજીવિકાદિ વ્યવહાર) ઉપર જો ધ્યાન આપવામાં આવે અને તે નિયમને સિદ્ધ જ કરવામાં આવે તો કષાયાદિ સ્વભાવથી મંદ પડવા યોગ્ય થાય છે, અથવા જ્ઞાનીનો
માર્ગ આત્મપરિણામી થાય છે, જે પર ધ્યાન આપવું યોગ્ય છે. (પૃ. ૩૪). D જ્ઞાનીનો માર્ગ સુલભ છે, પણ તે પામવો દુર્લભ છે; એ માર્ગ વિકટ નથી, સીધો છે, પણ તે પામવો વિકટ છે. પ્રથમ સાચા જ્ઞાની જોઇએ. તે ઓળખાવા જોઈએ. તેની પ્રતીતિ આવવી જોઇએ. પછી તેનાં વચન પર શ્રદ્ધા રાખી નિઃશંકપણે ચાલતાં માર્ગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને ઓળખાવા એ વિકટ છે, દુર્લભ છે. ગીચ ઝાડીમાં ભૂલા પડેલા માણસને વનોપકંઠે જવાનો માર્ગ કોઈ દેખાડે કે “જા, નીચે નીચે ચાલ્યો જા. રસ્તો સુલભ છે, આ રસ્તો સુલભ છે.” પણ એ ભૂલા પડેલા માણસને જવું વિકટ છે; એ માર્ગે જતાં પહોંચશું કે નહીં એ શંકા નડે છે. શંકા કર્યા વિના જ્ઞાનીઓનો માર્ગ આરાધે તો તે પામવો સુલભ છે.
(પૃ. ૬૬૮-૯) D જ્ઞાની પુરુષો માર્ગમાં ભૂલા પડેલા જીવને રીધો રસ્તો બતાવે છે. જ્ઞાનીને માર્ગ ચાલે તેનું કલ્યાણ થાય.
જ્ઞાનીના વિરહ પછી ઘણો કાળ જાય એટલે અંધકાર થઇ જવાથી. અજ્ઞાનની પ્રવૃત્તિ થાય; અને જ્ઞાનીપુરુષોનાં વચનો ન સમજાય; તેથી લોકોનો અવળું ભાસે. ન રામજાય તેથી લોકો ગચ્છના ભેદ પાડે છે. ગચ્છના ભેદ જ્ઞાનીઓએ પાડ્યા નથી. અજ્ઞાની માર્ગનો લોપ કરે છે. શાની થાય ત્યારે માર્ગનો દ્યોત કરે છે. અજ્ઞાનીઓ જ્ઞાનીની સામા થાય છે. માર્ગસન્મુખ થવું જોઇએ, કારણકે સામા થવાથી ઊલટું માર્ગનું ભાન થતું નથી. જ્ઞાની પુરુષો રૂઢિમાર્ગને બદલે શુદ્ધ માર્ગ પ્રરૂપતા હોય તોય જીવને જુદું ભાસે, અને જાણે કે આપણો ધર્મ નહીં. જે જીવ કદાઝહરહિત હોય તે શુદ્ધ માર્ગ આદરે. જેમ વેપાર ઘણા પ્રકારના હોય પણ લાભ એક જ પ્રકારનો હોય. વિચારવાનોનો તો કલ્યાણનો માર્ગ એક જ હોય. અજ્ઞાનમાર્ગના અનંત પ્રકાર છે. (પૃ. ૭૦૮-૯) 1 જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ
કરી કર્મબંધ ન થાય. (પૃ. ૭૪૪) T સંબંધિત શિર્ષક માર્ગ