Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જ્ઞાનીની ઓળખાણ (ચાલુ)
૨૪૨
પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડયે અડગપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે, અને આ કળિયુગ છે; તેમાં જે નથી મુઝાતા તેને નમસ્કાર. (પૃ. ૨૯૯) જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોળાં પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે, કે જેમ બની અનુક્રમે તે પરિક્ષીણપણાને પામે છે. પુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહમાદિ ભાવ મોળા પડવા લાગે છે, અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે, કે જાગુસા ઉત્પન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્ફરવા વિષે જે પ્રકારે જ્ઞાની પુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ વૃઢ કરે છે. અર્થાત્ સત્યરુષ મળે આ સપુરુષ છે એટલું જાણી, સપુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતો તેમ ૨ક્ત ત્યાર પછી નથી રહેતો, અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી. જીવને સત્પષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારા પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે પુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારાં સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. લોકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લા સાધન કર્યા તે પ્રકારે હવે સત્પરુષને યોગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દૃઢ પરિણામ રાખીને, જીવે આ યોગને, વચનને વિષે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે. (પૃ. ૪૧૯) જે વાસ્તવ્ય જ્ઞાનીને ઓળખે છે, તે ધ્યાનાદિને ઇચ્છે નહીં, એવો અમારો અંતરંગ અભિપ્રાય વર્તે છે. માત્ર જ્ઞાનીને ઈચ્છે છે, ઓળખે છે અને ભજે છે, તે જ તેવો થાય છે, અને તે ઉત્તમ મુમુક્ષુ જાણવો યોગ્ય
છે. (પૃ. ૩૨૦) D તે (જીવનું સ્વરૂપ) જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. જ્ઞાનીને જે
યથાયોગ્યપણે ઓળખે છે તે જ્ઞાની થાય છે – ક્રમે કરી જ્ઞાની થાય છે. (પૃ. ૩૩૭). જ્ઞાનીને ઓળખાય તો જ્ઞાનપ્રાપ્તિ થાય. કોઈ જીવ યોગ્ય દેખે તો જ્ઞાની તેને કહે કે બધી કલ્પના મૂકવા
જેવી છે. જ્ઞાન લે. જ્ઞાનીને ઓધસંજ્ઞાએ ઓળખે તો યથાર્થ જ્ઞાન થતું નથી. (પૃ. ૭૦૬). n એક માણસના હાથમાં ચિંતામણિ આવ્યો હોય, પણ જો તેની તેને ખબર ન પડે તો નિષ્ફળ છે, જો
ખબર પડે તો સફળ છે. તેમ જીવને ખરેખરા જ્ઞાનીની ઓળખ પડે તો સફળ છે. (પૃ. ૬૯૯) T લોકો જ્ઞાનીને લોકવૃષ્ટિએ દેખે તો ઓળખે નહીં. આહારાદિ વગેરેમાં પણ જ્ઞાની પુરુષની પ્રવૃત્તિ બાહ્ય
વર્તે છે. કેવી રીતે જે, ઘડો ઉપર (આકાશમાં) છે, અને પાણીમાં ઊભા રહીને, પાણીમાં દ્રષ્ટિ રાખી, બાણ સાધી તે (ઊંચેનો ઘડો) વીંધવો છે; લોક જાણે છે કે વીંધનારની દ્રષ્ટિ પાણીમાં છે, પણ વાસ્તવિક રીતે ઘડો વીંધવાનો છે; તેનો લક્ષ કરવા માટે વીંધનારની દ્રષ્ટિ આકાશમાં છે. આ રીતે જ્ઞાનીની
ઓળખાણ કોઈ વિચારવાનને હોય છે. (પૃ. ૬૯૦-૧). D ચાર કઠિયારાના દ્રષ્ટાંતે ચાર પ્રકારના જીવો છે –
ચાર કઠિયારા જંગલમાં ગયા. પ્રથમ સર્વેએ કાષ્ઠ લીધાં. ત્યાંથી આગળ ચાલ્યા કે સુખડ આવી. ત્યાં ત્રણે સુખડ લીધી. એક કહે “એ જાતનાં લાકડાં ખપે કે નહીં, માટે મારે તો લેવાં નથી, આપણે રોજ લઇએ - છીએ તે જ મારે તો સારાં.' આગળ ચાલતાં સોનુંરૂપું આવ્યું. ત્રણમાંથી બેએ સુખડ નાંખી દઈ સોનુંરૂપું