Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૪૧
જ્ઞાનીની ઓળખાણ (ચાલુ)
તોપણ પછી તેમનો બાહ્યપ્રવૃત્તિરૂપ યોગ દેખીને જેવો જોઇએ તેવો નિશ્ચય રહેતો નથી; અથવા તો નિરંતર વધતો એવો ભક્તિભાવ નથી રહેતો; અને વખતે તો સંદેહને પ્રાપ્ત થઇ જીવ તેવા સત્પુરુષના યોગને ત્યાગી જેની બાહ્યનિવૃત્તિ જણાય છે એવા અસત્પુરુષને દૃઢાગ્રહે સેવે છે; માટે નિવૃત્તિપ્રસંગ જે કાળમાં સત્પુરુષને વર્તતો હોય તેવા પ્રસંગમાં તેમની સમીપનો વાસ તે જીવને વિશેષ હિતકર જાણીએ છીએ. (પૃ. ૩૫૦)
-
D ત્રણ પ્રકારના જ્ઞાની પુરુષ – પ્રથમ, મધ્યમ, અને ઉત્કૃષ્ટ. આ કાળમાં જ્ઞાનીપુરુષનું ૫૨મ દુર્લભપણું છે, તેમ આરાધક જીવો પણ ઘણા ઓછા છે.
પૂર્વકાળમાં જીવો આરાધક અને સંસ્કારી હતા, તથારૂપ સત્સંગનો જોગ હતો, તેમ સત્સંગનું માહાત્મ્ય વિસર્જન થયેલું નહોતું, અનુક્રમે ચાલ્યું આવતું હતું તેથી તે કાળમાં તે સંસ્કારી જીવોને સત્પુરુષનું ઓળખાણ થતું.
આ કાળમાં સત્પુરુષનું દુર્લભપણું હોવાથી, ઘણો કાળ થયાં સત્પુરુષનો માર્ગ, માહાત્મ્ય અને વિનય ઘસાઇ ગયાં જેવાં થઈ ગયાં હોવાથી અને પૂર્વના આરાધક જીવો ઓછા હોવાથી જીવને સત્પુરુષનું ઓળખાણ તત્કાળ થતું નથી. ઘણા જીવો તો સત્પુરુષનું સ્વરૂપ પણ સમજતા નથી. કાં તો છકાયના રક્ષપાળ સાધુને, કાં તો શાસ્ત્રો ભણ્યા હોય તેને, કાં તો કોઇ ત્યાગી હોય તેને અને કાં તો ડાહ્યો હોય તેને સત્પુરુષ માને છે, પણ તે યથાર્થ નથી. સત્પુરુષનું ખરેખરું સ્વરૂપ જાણવું જરૂરનું છે.
મધ્યમ સત્પુરુષ હોય તો વખતે થોડા કાળે તેમનું ઓળખાણ થવું સંભવે, કારણ કે જીવની મરજી અનુકૂળ તે વર્તે, સહજ વાતચીત કરે અને આવકારભાવ રાખે તેથી જીવને પ્રીતિ થવાનું કારણ બને. પણ ઉત્કૃષ્ટ સત્પુરુષને તો તેવી ભાવના હોય નહીં અર્થાત્ નિસ્પૃહતા હોવાથી તેવો ભાવ રાખે નહીં, તેથી કાં તો જીવ અટકી જાય અથવા મૂંઝાય અથવા તેનું થવું હોય તે થાય. (પૃ. ૬૮૫-૬) D સનું ઓળખાણ હોય તો કોઇ વખત પણ સાચું ગ્રહણ થશે. (પૃ. ૭૩૧)
જેમ ભગવાન વર્તમાન હોત, અને તમને બતાવત તો માનત નહીં; તેમ વર્તમાનમાં જ્ઞાની હોય તો મનાય નહીં. સ્વધામ પહોંચ્યા પછી કહે કે એવા જ્ઞાની થવા નથી. પછવાડેથી જીવો તેની પ્રતિમાને પૂજે, પણ વર્તમાનમાં પ્રતીત ન કરે. જીવને જ્ઞાનીનું ઓળખાણ પ્રત્યક્ષમાં, વર્તમાનમાં થતું નથી. (પૃ. ૭૨૨)
જીવોને વિષે કોઇ પણ પ્રકારે અત્યંત દુઃખની નિવૃત્તિનો ઉપાય એવો જે સર્વોત્તમ ૫૨માર્થ, તે સંબંધી વૃત્તિ કંઇ પણ વર્ધમાનપણાને પ્રાપ્ત થાય, તો જ તેને સત્પુરુષનું ઓળખાણ થાય છે, નહીં તો થતું નથી. (પૃ. ૩૪૬)
સત્પુરુષો તેમનાં લક્ષણોથી ઓળખાય. સત્પુરુષોનાં લક્ષણો :- તેઓની વાણીમાં પૂર્વાપર અવિરોધ હોય, તેઓ ક્રોધનો જે ઉપાય કહે તેથી ક્રોધ જાય, માનનો જે ઉપાય કહે તેથી માન જાય. જ્ઞાનીની વાણી ૫રમાર્થરૂપ જ હોય છે; તે અપૂર્વ છે. જ્ઞાનીની વાણી બીજા અજ્ઞાનીની વાણીની ઉપર ને ઉપર જ હોય. જ્યાં સુધી જ્ઞાનીની વાણી સાંભળી નથી, ત્યાં સુધી સૂત્રો પણ છાશબાકળા જેવાં લાગે. સદ્ગુરુ અને અસદ્ગુરુનું ઓળખાણ, સોનાની અને પીતળની કંઠીના ઓળખાણની પેઠે થવું જોઇએ. (પૃ. ૭૧૯)
કળિયુગમાં અપાર કષ્ટ કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે. છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં