Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| જ્ઞાનીની દશા (ચાલુ)
૨૪૪ T સંબંધિત શિર્ષકો આત્મદશા, જ્ઞાનદશા, વીતરાગદશા જ્ઞાનીની દ્રષ્ટિ T મોટા પુરુષોની દ્રષ્ટિએ જોતાં સઘળાં દર્શન સરખાં છે. જૈનમાં વીશ લાખ જીવો મતમતાંતરમાં પડયાં છે!
જ્ઞાનીની દૃષ્ટિએ ભેદભેદ હોય નહીં. (પૃ. ૨૯૪). 0 લોકદ્રષ્ટિ અને જ્ઞાનની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દ્રષ્ટિ પ્રથમ નિરાલંબન છે,
રુચિ ઉત્પન્ન કરતી નથી. જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી જીવ તે દ્રષ્ટિમાં રચિવાન થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દૃષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. (પૃ. ૬૧૩) લોકની દૃષ્ટિને જ્યાં સુધી આ જીવ તમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની
દ્રષ્ટિનું વાસ્તવિક માહાસ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી. (પૃ. ૫૬૦) T સંબંધિત શિર્ષક દૃષ્ટિ જ્ઞાનીની વાણી T સમકિતીની અને મિથ્યાત્વીની વાણી ઘડીએ ઘડીએ જુદી પડે છે. જ્ઞાનીની વાણી એક જ ઘારી, પૂર્વાપર
મળતી આવે. (પૃ. ૭૩૨) I પૂર્વે જે અજ્ઞાન ભેળું કર્યું છે તે ખસે તો જ્ઞાનીની અપૂર્વ વાણી સમજાય. (પૃ. ૭૧૮) D જગતનું વર્ણન કરતાં, અજ્ઞાનથી અનંતી વાર જીવ ત્યાં જન્મી આવ્યો તે અજ્ઞાન મૂકવા માટે જ્ઞાનીએ એ
વાણી કહી છે. પણ જગતના વર્ણનમાં જ બાઝી પડે એનું કલ્યાણ કેવી રીતે થાય ! (પૃ. ૭૩૫) I પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્રયપણે કદી સાંભળી નથી અથવા તે વાણી સમ્યક પ્રકારે માથે ચડાવી
નથી, એમ સર્વદર્શીએ કહ્યું છે. (પૃ. ૭૪૯) T સમ્યફષ્ટિ પુરુષને અલ્પમાત્ર વ્રત નથી હોતું તોપણ સમ્યફદર્શને આવ્યા પછી નવમે તો વધારેમાં વધારે પંદર ભવે મોક્ષ પામે, એવું સમ્યફદર્શનનું બળ છે, એવા હેતુએ દર્શાવેલી વાતને બીજા રૂપમાં લઈ ન જવી. સત્યરુષની વાણી વિષય અને કષાયના અનુમોદનથી અથવા રાગદ્વેષમા પોષણથી રહિત
હોય છે, એવો નિશ્ચય રાખવો, અને ગમે તેવે પ્રસંગે તે જ દૃષ્ટિથી અર્થ કરવો યોગ્ય છે. (પૃ. ૬૦૯). | સર્વ જીવને હિતકારી એવી જ્ઞાની પુરુષની વાણીને કંઈ પણ એકાંત વૃષ્ટિ ગ્રહણ કરીને અહિતકારી
અર્થમાં ઉતારવી નહીં, એ ઉપયોગ નિરંતર સ્મરણમાં રાખવા યોગ્ય છે. (પૃ. 500) T સર્વ જીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવો કઠણ છે, એ વાત
યથાર્થ છે; કેમકે કંઈક શુષ્કજ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્કજ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવાં વચનથી ભ્રાંતિ પામે; પણ ઉત્કૃષ્ટદશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્કજ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દ જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી, કેમકે શુષ્કજ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. જ્ઞાનીની વાણી પૂર્વાપર અવિરોધ, આત્માર્થ ઉપદેશક, અપૂર્વ અર્થનું નિરૂપણ કરનાર હોય છે; અને