Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૩૮
| જ્ઞાનીનાં વચન (ચાલુ) B સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા
જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાની પુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે. જ્ઞાની પુરુષને જોયા પછી સ્ત્રીને જોઈ જો રાગ ઉત્પન્ન થતો હોય તો જ્ઞાની પુરુષને જોયા નથી, એમ તમે જાણો. જ્ઞાનીપુરુષનાં વચનને સાંભળ્યા પછી સ્ત્રીનું સજીવન શરીર અજીવનપણે ભાસ્યા વિના રહે નહીં. ખરેખર પૃથ્વીનો વિકાર ઘનાદિ સંપત્તિ ભાસ્યા વિના રહે નહીં. જ્ઞાની પુરુષ સિવાય તેનો
આત્મા બીજે ક્યાંય ક્ષણભર સ્થાયી થવાને વિષે ઇચ્છે નહીં. (પૃ. ૩૭૬). D જેમ જેમ જ્ઞાનીના વચનનું અવગાહને થાય છે, તેમ તેમ કંઈક કંઈક કરી પાછો હઠતાં અનુક્રમે જીવનું વીર્ય બળવાન થઇ કામનું સામર્થ્ય જીવથી નાશ કરાય છે; કામનું સ્વરૂપ જ જ્ઞાનીપુરુષનાં વચન સાંભળી જીવે જાણ્યું નથી; અને જો જાણ્યું હોત તો તેને વિષે સાવ નીરસતા થઇ હોત. (પૃ. ૪૧૩). જીવને જ્ઞાનીપુરુષસમીપે તેમનાં અપૂર્વ વચનો સાંભળવાથી અપૂર્વ ઉલ્લાસ પરિણામ આવે છે, પણ પછી પ્રમાદી થતાં અપૂર્વ ઉલ્લાસ આવતો નથી. જેમ અગ્નિની સગડી પાસે બેઠા હોઈએ ત્યારે ટાઢ વાય નહીં, અને સગડીથી વેગળા ગયા એટલે પછી ટાઢ વાય; તેમ જ્ઞાનીપુરુષસમીપ તેમનાં અપૂર્વ વચને સાંભળ્યાં ત્યારે પ્રમાદાદિ જાય, અને ઉલ્લાસ પરિણામ આવે, પણ પછી પ્રમાદાદિ ઉત્પન્ન થાય. જો પૂર્વના સંસ્કારથી તે વચનો અંતર્પરિણામ પામે તો દિનપ્રતિદિન ઉલ્લાસ પરિણામ વધતાં જાય; અને યથાર્થ રીતે ભાન થાય. અજ્ઞાન મટયે બધી ભૂલ મટે, સ્વરૂપ જાગુતમાન થાય. બહારથી વચન સાંભળીને અંતર્પરિણામ થાય નહીં. તો જેમ સગડીથી વેગળા ગયા એટલે ટાઢ વાય તેની પેઠે દોષ ઘટે
નહીં. (પૃ. ૬૯૮) D શુભેચ્છાથી માંડીને શૈલેશીકરણ પર્વતની સર્વ ક્રિયા જે જ્ઞાનીને સમ્મત છે, તે જ્ઞાનીનાં વચન
ત્યાગવૈરાગ્યનો નિષેધ કરવામાં પ્રવર્તે નહીં; ત્યાગવૈરાગ્યના સાધનરૂપે પ્રથમ ત્યાગવૈરાગ્ય આવે છે, તેનો પણ જ્ઞાની નિષેધ કરે નહીં. કોઇએક જડ ક્રિયામાં પ્રવૃત્તિ કરી જ્ઞાનીના માર્ગથી વિમુખ રહેતા હોય, અથવા મતિના મૂઢત્વને લીધે ઊંચી દશા પામતાં અટકતા હોય, અથવા અસંત સમાગમથી મતિ વ્યામોહ પામી અન્યથા ત્યાગવૈરાગ્યને ત્યાગવૈરાગ્યપણે માની લીધા હોય તેના નિષેધને અર્થે કરુણાબુદ્ધિથી જ્ઞાની યોગ્ય વચને તેનો નિષેધ કવચિત્ કરતા હોય તો વ્યામોહ નહીં પામતાં તેનો સદ્હેતુ સમજી યથાર્થ ત્યાગવૈરાગ્યની ક્રિયામાં અંતર તથા બાહ્યમાં પ્રવર્તવું યોગ્ય છે. (પૃ. ૬૦૭-૮) 3 અજ્ઞાનીઓ આજ કેવળજ્ઞાન નથી', “મોક્ષ નથી' એવી હીનપુરુષાર્થની વાતો કરે છે. જ્ઞાનીનું વચન પુરુષાર્થ પ્રેરે તેવું હોય. અજ્ઞાની શિથિલ છે તેથી એવાં હિનપુરુષાર્થનાં વચનો કહે છે. પંચમકાળની. ભવસ્થિતિની, દેહદુર્બળતાની કે આયુષ્યની વાત ક્યારેય પણ મનમાં લાવવી નહીં; અને કેમ થાય એવી વાણી પણ સાંભળવી નહીં. (પૃ. ૭૦૩) T કશી સ્વામીએ પરદેશી રાજને બોધ દેતી વખતે જડ જેવ', “મૃત જેવો', કહ્યો હતો. તેનું કારણ પરદેશી.
રાજાને વિષે પુરુષાર્થ જગાડવા માટેનું હતું. જડપણું, મૂઢપણું, મટાડવા માટે ઉપદેશ દીધો છે. જ્ઞાનીનાં વચનો અપૂર્વ પરમાર્થ સિવાય બીજા હેતુએ હોય નહીં. બાળજીવો. એમ વાતો કરે છે કે છાપણાથી.