Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જ્ઞાની (ચાલુ)
૨૩૬
અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી, કારણ કે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાયમાન છે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઇત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું જ ભાસે છે. (પૃ. ૬૮૮)
અનાથદાસજીએ કહ્યું છે કે, ‘એક અજ્ઞાનીના કોટિ અભિપ્રાયો છે, અને કોટિ જ્ઞાનીનો એક અભિપ્રાય છે.' (પૃ. ૬૯૦)
જ્ઞાનીની વાત અગમ્ય છે. તેઓનો અભિપ્રાય જણાય નહીં. જ્ઞાનીપુરુષની ખરી ખૂબી એ છે કે તેમણે અનાદિથી નહીં ટળેલાં એવા રાદ્વેષ ને અજ્ઞાન તેને છેદી ભેદી નાંખ્યાં છે.
જ્ઞાની આડંબર દેખાડવા અર્થે વ્યવહાર કરતા નથી. તેઓ સહજસ્વભાવે ઉદાસીનપણે વર્તે છે. (પૃ. ૭૩૦)
જ્ઞાની સવળું જ બતાવે. આત્મજ્ઞાન પ્રગટે ત્યારે જ આત્મજ્ઞાનીપણું માનવું, ગુણ પ્રગટયા વગર માનવું છે. ઝવેરાતની કિંમત જાણવાની શકિત વગર ઝવેરીપણું માનવું નહીં. (પૃ. ૭૩૧)
એ
ભૂલ
જીવ બૂડી રહ્યો છે ત્યાં અજ્ઞાની જીવ પૂછે કે ‘કેમ પડયો ?' એ આદિ પંચાત કરે ત્યાં તો એ જીવ બૂડી જાય, પૂરો થાય. પણ જ્ઞાની તો તારનાર હોવાથી તે બીજી પંચાત મૂકી, બૂડતાને તુરત તારે છે. (પૃ. ૭૩૪)
જ્ઞાનીપુરુષનો નિશ્ચય થઇ અંતર્ભેદ ન રહે તો આત્મપ્રાપ્તિ સાવ સુલભ છે, એવું જ્ઞાની પોકારી ગયા છતાં કેમ લોકો ભૂલે છે ? (પૃ. ૪૮૪)
શિષ્યાદિ અથવા ભકિતના કરનારાઓ માર્ગથી પડશે અથવા અટકી જશે એવી ભાવનાથી જ્ઞાનીપુરુષ પણ વર્તે તો જ્ઞાનીપુરુષને પણ નિરાવરણજ્ઞાન તે આવરણરૂપ થાય. (પૃ. ૬૮૩)
જ્ઞાનીપુરુષ બધી શંકાઓ ટાળી શકે છે; પણ તરવાનું કારણ સત્પુરુષની દૃષ્ટિએ ચાલવું તે છે, અને તો જ દુ:ખ મટે. (પૃ. ૭૧૩)
D રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી. (પૃ. ૫૬૩)
D પુદ્ગલ દ્રવ્યરૂપ શુભાશુભ કરજ જે કાળે ઉદયમાં આવે તે કાળે સમ્યપ્રકારે વેદી ચૂકવી દેવાથી નિર્જરા થાય છે અને નવું કરજ થતું નથી; તો જ્ઞાનીપુરુષે કર્મરૂપી કરજમાંથી મુક્ત થવાને હર્ષાયમાનપણે તૈયાર થઇ રહેવું જોઇએ; કારણ તે દીધા વગર છૂટકો થવાનો નથી. (પૃ. ૭૮૫)
D કર્મ ગણી ગણીને નાશ કરાતાં નથી. જ્ઞાનીપુરુષ તો સામટો ગોટો વાળી નાશ કરે છે. (પૃ. ૭૦૮)
જ્ઞાનીઓ નવી ભૂલ કરતા નથી, માટે તે અબંધ થઇ શકે છે. (પૃ. ૭૭૩)
જ્ઞાની ગૃહસ્થાવાસમાં બાહ્ય ઉપદેશ, વ્રત દે કે નહીં ? ગૃહસ્થાવાસમાં હોય એવા પરમજ્ઞાની માર્ગ ચલાવે નહીં - માર્ગ ચલાવવાની રીતે માર્ગ ચલાવે નહીં; પોતે અવિરત રહી વ્રત અદરાવે નહીં; પણ અજ્ઞાની એમ કરે. માટે ધોરી માર્ગનું ઉલ્લંઘન થાય. કેમકે તેમ કરવાથી ઘણાં કારણોમાં વિરોધ આવે. આમ છે પણ તેથી જ્ઞાની નિવૃત્તિપણે નથી એમ ન વિચારીએ, પણ વિચારીએ તો વિરતિપણે છે. માટે બહુ જ વિચારવાનું છે. (પૃ. ૭૦૭)