Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
|| જ્ઞાની (ચાલુ)
૨૩૨ અંદેશાનો હેતુ થતો નથી. (પૃ. ૩૯૨) | સ્વપ્નય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિઃસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે,
એવા જ્ઞાની પુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે. પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. (પૃ. ૪૨૩) જ્ઞાની પુરુષને આત્મપ્રતિબંધપણે સંસારસેવા હોય નહીં, પણ પ્રારબ્ધપ્રતિબંધ પણ હોય, એમ છતાં પણ
તેથી નિવર્તવારૂપ પરિણામને પામે એમ જ્ઞાનીની રીત હોય છે. (પૃ.૪૪૮). In જે પ્રારબ્ધ વેલ્યા વિના બીજો કોઈ ઉપાય નથી, તે પ્રારબ્ધ જ્ઞાનીને પણ વેદવું પડે છે, જ્ઞાની અંત સુધી
આત્માર્થનો ત્યાગ કરવા ઇચ્છે નહીં, એટલું ભિન્નપણું જ્ઞાનીને વિષે હોય, એમ મોટા પુરુષોએ કહ્યું છે,
તે સત્ય છે. (પૃ. ૪૪૮). T માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાની પુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ
પૂર્વપશ્રાત પશ્વાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે. (પૃ. ૪૬૧-૨) | પ્રારબ્ધ છે, એમ માનીને જ્ઞાની ઉપાધિ કરે છે એમ જણાતું નથી, પણ પરિણતિથી છૂટયા છતાં ત્યાગવા
જતાં બાહ્ય કારણો રોકે છે, માટે જ્ઞાની ઉપાધિસહિત દેખાય છે, તથાપિ તેની નિવૃત્તિના લક્ષને નિત્ય
ભજે છે. (પૃ. ૪૯૦). T કેટલાંક કર્મો ભોગવ્યા વિના છૂટકો નથી. જ્ઞાનીને પણ ઉદયકર્મ સંભવે છે. પણ ગૃહસ્થપણું સાધુ કરતાં વધારે છે એમ બહારથી કલ્પના કરે તો કોઈ શાસ્ત્રનો સરવાળો મળે નહીં. (પૃ. ૬૯૬). જ્ઞાની પુરુષોની પ્રવૃત્તિ, પ્રવૃત્તિ જેવી હોતી નથી. ઊના પાણીને વિષે જેમ અગ્નિપણાનો મુખ્ય ગુણ કહી શકાતો નથી, તેમ જ્ઞાનીની પ્રવૃત્તિ છે; તથાપિ જ્ઞાની પુરુષ પણ નિવૃત્તિને કોઈ પ્રકારે પણ ઇચ્છે છે. પૂર્વે આરાધન કરેલાં એવાં નિવૃત્તિનાં ક્ષેત્રો, વન, ઉપવન, જોગ, સમાધિ અને સત્સંગાદિ જ્ઞાનીપુરુષને પ્રવૃત્તિમાં બેઠાં વારંવાર સાંભરી આવે છે. તથાપિ ઉદયપ્રાપ્ત પ્રારબ્ધને જ્ઞાની અનુસરે.
છે. સત્સંગની રુચિ રહે છે, તેનો લક્ષ રહે છે. (પૃ. ૩૭૨) | મહાવીરસ્વામીએ કેવળજ્ઞાન ઊપજ્યા પછી ઉપવાસ કર્યા નથી, તેમ કોઈ જ્ઞાનીએ કર્યા નથી, તથાપિ
લોકોના મનમાં એમ ન આવે કે જ્ઞાન થયા પછી ખાવું પીવું સરખું છે; તેટલા માટે છેલ્લી વખતે તપની આવશ્યકતા બતાવવા ઉપવાસ કર્યા. દાનને સિદ્ધ કરવા માટે દીક્ષા લીધા પહેલાં પોતે વર્ષીદાન દીધું. આથી જગતને દાન સિદ્ધ કરી આપ્યું. માતાપિતાની સેવા સિદ્ધ કરી આપી. દીક્ષા નાની વયમાં ન લીધી તે ઉપકારઅર્થે. નહીં તો પોતાને કરવા ન કરવાનું કાંઈ નથી કેમકે જે સાધન કહ્યાં છે તે આત્મલક્ષ કરવાને માટે છે, જે પોતાને તો સંપૂર્ણ પ્રાપ્ત થયું છે. પણ પરના ઉપકારને અર્થે જ્ઞાની સદાચરણ સેવે છે. (પૃ. ૭૧૫) રેલગાડીમાં જ્ઞાની સેકન્ડ કલાસમાં બેસે તો તે દેહની શાતાને અર્થે નહીં. શાતા લાગે તો થર્ડ કલાસ કરતાંય નીચેના કલાસમાં બેસે, તે દિવસે આહાર લે નહીં; પણ જ્ઞાનીને દેહનું મમત્વ નથી. જ્ઞાની વ્યવહારમાં સંગમાં રહીને, દોષની પાસે જઈને દોષને છેદી નાંખે છે. ત્યારે અજ્ઞાની જીવ સંગ ત્યાગીને પણ તે દોષ, સ્ત્રીઆદિના છોડી શકતો નથી. શાની તો દોષ, મમત્વ, કષાયને તે સંગમાં રહીને પણ છેદે છે. માટે જ્ઞાનીની વાત અદ્ભુત છે. (પૃ. ૭૩૦) D જ્ઞાનીપુરુષ બધી રીતે અજ્ઞાની પુરુષથી ચેષ્ટપણે સરખા હોય નહીં, અને જો હોય તો પછી શાની નથી