Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૨૨૭
જ્ઞાનપ્રાપ્તિનાં સાધન
શકિતવિશેષને લઈને એક જુદા તાલુકાની માફક છે; તે અખંડ છે; અપ્રમત્તને જ થઈ શકે, ઈત્યાદિ મુખ્ય મુખ્ય તફાવત કહી બતાવ્યો.) (પૃ. ૭૭૯) જ્ઞાનદશા. T સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને
તીવ્રજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુકત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે. કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઇ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભકિતમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ
આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. (પૃ. ૪૫૪). 2 અજ્ઞાનદશા વર્તતી હોય અને તે દશાને જ્ઞાનદશા જીવે ભ્રમાદિ કારણથી માની લીધી હોય ત્યારે તેવા તેવા દેહને દુઃખ થવાના પ્રસંગોમાં અથવા તેવાં બીજાં કારણોમાં જીવ દેહની શાતાને ભજવાની ઇચ્છા કરે છે, અને તેમ વર્તવાનું કરે છે. સાચી જ્ઞાનદશા હોય તો તેને દેહને દુઃખપ્રાપ્તિનાં કારણો વિષે વિષમતા થતી નથી, અને તે દુ:ખને ટાળવા એટલી બધી ચીવટ પણ હોતી નથી. (પૃ. ૩૮૩). T વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઈચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ
પર તે વિષયમછ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે. કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે.
(પૃ. ૪૬૧) 1 જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા યોગ્ય છે, એવા જ્ઞાનીપુરુષને પણ સંસારપ્રસંગનો ઉદય હોય તો
જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી; અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ તો તે સંસારપ્રસંગથી બાધ થતાં વાર ન લાગે, એવો ઉપદેશ
એ વચનોથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે, એમાં સંશય ઘટતો નથી. (પૃ. ૪૭૨) T સંબંધિત શિર્ષકો : આત્મદશા, જ્ઞાનીની દશા, વીતરાગદશા જ્ઞાનપ્રાપ્તિનાં સાધન
જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે; અને તે વિચારને વૈરાગ્ય (ભોગ પ્રત્યે અનાસક્તિ) તથા ઉપશમ (કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે, એમ જાણી તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. (પૃ. ૫૧૬) પ્રત્યાખ્યાનાદિક ક્રિયાથી જ મનુષ્યત્વ મળે છે, ઊંચ ગોત્ર અને આદિશમાં જન્મ મળે છે, તો પછી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે; માટે એવી ક્રિયા પણ જ્ઞાનની સાધનભૂત સમજવી જોઇએ છે. (પૃ. ૨૨૩)