Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જ્ઞાન, મન:પર્યવ
૨૨ | જ્ઞાન, મન:પર્યવ 0 અતીન્દ્રિય જ્ઞાનના ભગવાન જિને બે ભેદ પાડ્યા છે. દેશ પ્રત્યક્ષ, તે બે ભેદ, અવધિ, મન:પર્યવ.
ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ.
અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મન:પર્યવ. (પૃ. પ૨૨-૩) T મન:પર્યવજ્ઞાન કેવી રીતે પ્રગટે ? સાધારણપણે દરેક જીવને મતિજ્ઞાન હોય છે. તેને આશ્રયે રહેલા
શ્રુતજ્ઞાનમાં વધારો થવાથી તે મતિજ્ઞાનનું બળ વધારે છે; એમ અનુક્રમે મતિજ્ઞાન નિર્મળ થવાથી આત્માનું અસંયમપણું ટળી સંયમપણું થાય છે, ને તેથી મન:પર્યવજ્ઞાન પ્રગટે છે. તેને યોગે આત્મા બીજાનો અભિપ્રાય જાણી શકે છે. લિંગ દેખાવ ઉપરથી બીજાના ક્રોધ હર્ષાદિ ભાવ જાણી શકાય છે, તે મતિજ્ઞાનનો વિષય છે. તેવા દેખાવના અભાવે જે ભાવ જાણી શકાય તે મન:પર્યવજ્ઞાનનો વિષય છે. (પૃ. ૬૭૨) મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મન:પર્યવજ્ઞાનનો વિષય છે; એટલે મૂળ તો મતિ, શ્રુત અને મન:પર્યવજ્ઞાન એક છે, પરંતુ મન:પર્યવમાં અનુમાન વિના મતિની નિર્મલતાએ શુદ્ધ જાણી શકાય છે. મતિની નિર્મલતા થવી એ સંયમ વિના થઈ શકે નહીં, વૃત્તિને રોકવાથી સંયમ થાય છે, અને તે સંયમથી મતિની શુદ્ધતા થઈ શુદ્ધ પર્યાયનું જે જાણવું અનુમાન વિના તે મન:પર્યવજ્ઞાન છે. મતિજ્ઞાન એ લિંગ એટલે ચિક્રથી જાણી શકાય છે; અને મન:પર્યવજ્ઞાનમાં લિંગ અથવા ચિહ્નની જરૂર રહેતી નથી. મતિજ્ઞાનથી જાણવામાં અનુમાનની આવશ્યકતા રહે છે, અને તે અનુમાનને લઈને જાણેલું ફેરફારરૂપ પણ થાય છે. જયારે મન:પર્યવને વિષે તેમ ફેરફારરૂપ થતું નથી, કેમકે તેમાં અનુમાનના સહાયપણાની જરૂર નથી. શરીરની ચેષ્ટાથી ક્રોધાદિ પારખી શકાય છે, પરંતુ તેનું (ક્રોધાદિનું) મૂળસ્વરૂપ ન દેખાવા સારુ શરીરની વિપરીત ચેષ્ટા કરવામાં આવી હોય તો તે ઉપરથી પારખી શકવું, પરીક્ષા કરવી એ દુર્ઘટ છે; તેમ જ શરીરની ચેષ્ટા કોઈ પણ આકારમાં ન કરવામાં આવી હોય છતાં, તદ્દન ચેષ્ટા જોયા વિના તેનું (ક્રોધાદિનું) જાણવું તે અતિ દુર્ઘટ છે, છતાં તે પ્રમાણે પરભારું થઈ શકવું તે.મન:પર્યવજ્ઞાન છે.
(પૃ. ૭૪૧-૨) B પર્યાય છે તે પદાર્થનું વિશેષ સ્વરૂપ છે, તે માટે મનઃપવિજ્ઞાન પણ પર્યાયાર્થિક જ્ઞાન ગણી વિશેષ એવા
જ્ઞાનોપયોગમાં ગયું છે; તેનો સામાન્ય ગ્રહણરૂપ વિષય નહીં ભાસવાથી દર્શનોપયોગમાં ગયું નથી. (પૃ. ૪૭૮). અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન વચ્ચે તફાવત. પરમાવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનથી પણ ચઢી જાય છે; અને તે એક અપવાદરૂપે છે. (ફટનોટ : અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સંબંધી “નંદીસૂત્ર'માં જે વાંચવામાં આવેલ તેથી જુદા થયેલ અભિપ્રાય પ્રમાણે ‘ભગવતી આરાધના'માં વાંચવામાં આવ્યાનું શ્રીમદજીએ જણાવ્યું. પહેલા (અવધિ) જ્ઞાનના કટકાં થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઈ શકે; સ્થળ છે; એટલે મનના સ્થળ પર્યાય જાણી શકે; અને બીજું (મન:પર્યવ) જ્ઞાન સ્વતંત્ર, ખાસ મનના પર્યાય સંબંધી