Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જ્ઞાન, કેવળ (ચાલુ)
૨૨૪
જુદી રીતે દેખાય છે. (પૃ. ૫૦૪-૫)
:
D સમક્તિદૃષ્ટિ જીવને ‘કેવળજ્ઞાન' કહેવાય. વર્તમાનમાં ભાન થયું છે માટે ‘દેશે કેવળજ્ઞાન' થયું કહેવાય; બાકી તો આત્માનું ભાન થયું એટલે કેવળજ્ઞાન. તે આ રીતે કહેવાય ઃ- સમક્તિદૃષ્ટિને આત્માનું ભાન થાય ત્યારે તેને કેવળજ્ઞાનનું ભાન પ્રગટયું; અને ભાન પ્રગટયું એટલે કેવળજ્ઞાન અવશ્ય થવાનું; માટે આ અપેક્ષાએ સમક્તિવૃષ્ટિને કેવળજ્ઞાન કહ્યું છે. સમ્યક્ત્વ થયું એટલે જમીન ખેડી ઝાડ વાવ્યું, ઝાડ થયું, ફળ થયાં, ફળ થોડાં ખાધાં, ખાતાં ખાતાં આયુષ પૂરું થયું; તો પછી બીજે ભવ ફળ ખવાય. માટે ‘કેવળજ્ઞાન' આ કાળમાં નથી, નથી એવું અવળું માની લેવું નહીં; અને કહેવું નહીં. સમ્યક્ત્વ પ્રાપ્ત થતાં અનંતા ભવ મટી એક ભવ આડો રહ્યો; માટે સમ્યક્ત્વ ઉત્કૃષ્ટ છે.
આત્મામાં કેવળજ્ઞાન છે, પણ આવરણ ટળ્યે કેવળજ્ઞાન હોય. આ કાળમાં સંપૂર્ણ આવરણ ટળે નહીં, એક ભવ બાકી રહે; એટલે જેટલું કેવળજ્ઞાનાવરણીય જાય તેટલું કેવળજ્ઞાન થાય છે. સમક્તિ આવ્યે માંહી – અંતરમાં – દશા ફરે; કેવળજ્ઞાનનું બીજ પ્રગટ થયું. (પૃ. ૭૧૭)
D સમકિતને ખરેખરું વિચારે તો નવમે સમયે કેવળજ્ઞાન થાય; નહીં તો એક ભવમાં કેવળજ્ઞાન થાય; છેવટે પંદ૨મે ભવે કેવળજ્ઞાન થાય જ. માટે સમકિત સર્વોત્કૃષ્ટ છે.
સમકિતીને કેવળજ્ઞાનની ઇચ્છા નથી ! (પૃ. ૭૨૨)
D‘‘વળજ્ઞાન બે પ્રકારે કહ્યું. તે આ પ્રમાણે :– ‘સયોગી ભવસ્થ કેવળજ્ઞાન', ‘અયોગી ભવસ્થ કેવળજ્ઞાન.' સયોગી કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે :- પ્રથમ સમય એટલે ઊપજતી વખતનું સયોગી કેવળજ્ઞાન; અપ્રથમ સમય એટલે અયોગી થવાના પ્રવેશસમય પહેલાંનું કેવળજ્ઞાન; એમ અયોગી ભવસ્થ કેવળજ્ઞાન બે પ્રકારે કહ્યું તે આ પ્રમાણે – પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ એટલે સિદ્ધ થવા પહેલાંના છેલ્લા સમયનું કેવળજ્ઞાન.''
એ આદિ પ્રકારે કેવળજ્ઞાનના ભેદ જિનાગમમાં કહ્યા છે, તેનો ૫રમાર્થ શો હોવો જોઇએ ? કદાપિ એમ સમાધાન કરીએ કે બાહ્ય કારણની અપેક્ષાથી કેવળજ્ઞાનના ભેદ બતાવ્યા છે, તો ત્યાં એમ શંકા કરવા યોગ્ય છે કે ‘કશો પણ પુરુષાર્થ સિદ્ધ થતો ન હોય અને જેમાં વિકલ્પનો અવકાશ ન હોય તેમાં ભેદ પાડવાની પ્રવૃત્તિ જ્ઞાનીના વચનમાં સંભવતી નથી. પ્રથમ સમય કેવળજ્ઞાન અને અપ્રથમ સમય કેવળજ્ઞાન એવો ભેદ પાડતાં કેવળજ્ઞાનનું તારતમ્ય વધતું ઘટતું હોય તો તે ભેદ સંભવે, પણ તારતમ્યમાં તેમ નથી; ત્યારે ભેદ પાડવાનું કારણ શું ? એ આદિ પ્રશ્ન અત્રે સંભવે છે, તે પર અને પ્રથમના પત્ર પર યથાશક્તિ વિચાર કર્તવ્ય છે. (પૃ. ૫૦૫)
દિગંબર કહે છે કે કેવળજ્ઞાન સત્તારૂપે નહીં, પરંતુ શકિતરૂપે રહ્યું છે. જોકે સત્તા અને શકિતનો સામાન્ય અર્થ એક છે, પરંતુ વિશેષાર્થ પ્રમાણે કંઇક ફે૨ ૨હે છે. (પૃ. ૭૫૭)
દિગંબરસંપ્રદાય એમ કહે છે કે આત્મામાં ‘કેવળજ્ઞાન’ શકિતરૂપે રહ્યું છે. શ્વેતાંબરસંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. ‘શકિત' શબ્દનો અર્થ ‘સત્તા'થી વધારે ગૌણ થાય છે. શકિતરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ કિત વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રયોગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઇ કેવળજ્ઞાન પ્રગટ થાય. (પૃ. ૭૭૭)
D બાહુબલીજીના દૃષ્ટાંતે (મોક્ષમાળા શિક્ષાપાઠ ૧૭, પૃ.૬૯) અહંકારથી, માનથી કૈવલ્ય પ્રગટ થતું નથી. તે મોટા દોષ છે. અજ્ઞાનમાં મોટા—નાનાની કલ્પના છે. (પૃ. ૭૨૯)