________________
૨૨૧
જ્ઞાન, કેવળ (ચાલુ) || ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય. I કેવળજ્ઞાન. એક જ્ઞાન.
સર્વ અન્ય ભાવના સંસર્ગરહિત એકાંત શુદ્ધ જ્ઞાન. સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું સર્વ પ્રકારથી એક સમયે જ્ઞાન. નિજસ્વભાવરૂપ છે.
સ્વતન્તભૂત છે. નિરાવરણ છે. અભેદ છે. નિર્વિકલ્પ છે.
સર્વ ભાવનું ઉત્કૃષ્ટ પ્રકાશક છે. (પૃ. ૮૨૭) જેમાં યથાતથ્ય અને સંપૂર્ણ પદાર્થનું સહેજે દેખાઈ રહેવું થાય છે, તેને કેવળજ્ઞાન” કહ્યું છે. જોકે પરમાર્થથી એમ કહ્યું છે કે કેવળજ્ઞાન પણ અનુભવમાં તો માત્ર આત્માનુભવકર્તા છે, વ્યવહારનયથી
લોકાલોક પ્રકાશક છે. (પૃ. ૪૬૦) | સર્વ આભારહિત આત્મસ્વભાવનું જ્યાં અખંડ એટલે ક્યારે પણ ખંડિત ન થાય, મંદ ન થાય, નાશ ન
પામે એવું જ્ઞાન વર્તે તેને કેવળજ્ઞાન કહીએ છીએ. જે કેવળજ્ઞાન પામ્યાથી ઉત્કૃષ્ટ જીવન્મુક્તદશારૂપ નિર્વાણ, દેહ છતાં જ અત્રે અનુભવાય છે. પૃ. ૫૫૩) 0 સહજ આત્મસ્વરૂપ છે એવું કેવળજ્ઞાન તે પણ પ્રથમ મોહિનીય કર્મના ક્ષયાંતર પ્રગટે છે. (પૃ. ૪૦૮) 1 ઉપયોગનું એકસમયવર્તીપણું, કષાયરહિતપણું થયા પછી થાય છે; માટે એક સમયનું, એક
પરમાણુનું, અને એક પ્રદેશનું જેને જ્ઞાન થાય તેને “કેવળજ્ઞાન પ્રગટે એમ કહ્યું છે, તે સત્ય છે. કષાયરહિતપણા વિના કેવળજ્ઞાનનો સંભવ નથી, અને કષાયરહિતપણા વિના ઉપયોગ એક સમયને સાક્ષાત્પણે ગ્રહણ કરી શકતો નથી. માટે એક સમયને ગ્રહણ કરે તે સમયે અત્યંત કપાયરહિતપણું જોઇએ, અને જ્યાં અત્યંત કષાયનો અભાવ હોય ત્યાં “કેવળજ્ઞાન' હોય છે; માટે એ પ્રકારે કહ્યું કે :
એક સમય, એક પરમાણુ અને એક પ્રદેશનો જેને અનુભવ થાય તેને “કેવળજ્ઞાન પ્રગટે. - (પૃ. ૪૯૭) દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથપ્રવચનનું રહસ્ય છે, શુકલ ધ્યાનનું અનન્ય કારણ છે.
શુક્લ ધ્યાનથી કેવળજ્ઞાન સમુત્પન્ન થાય છે. (પૃ. ૬૩૨) D કોઈ ઉપર રોષ કરવો નહીં, તેમ કોઈ ઉપર રાજી થવું નહીં. આમ કરવાથી એક શિષ્યને બે ઘડીમાં
કેવળજ્ઞાન પ્રગટ થયું એમ શાસ્ત્રમાં વર્ણન છે. (પૃ. ૯૫) D બે ઘડી પુરુષાર્થ કરે, તો કેવળજ્ઞાન થાય એમ કહ્યું છે. રેલવે આદિ ગમે તેવા પુરુષાર્થ કરે, તોપણ બે
ઘડીમાં તૈયાર થાય નહીં; તો પછી કેવળજ્ઞાન કેટલું સુલભ છે તે વિચારો. (પૃ. ૭૨૪)
જે સમયે સર્વથા પ્રકારે રાગદ્વેષ ક્ષય થાય, તેને બીજે જ સમયે કેવળજ્ઞાન” છે. (પૃ. ૭૫૨) 1 એકાંત નિશ્ચયનયથી મતિ આદિ ચાર જ્ઞાન, સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનની અપેક્ષાએ વિકલ્પજ્ઞાન કહી શકાય; પણ
સંપૂર્ણ શદ્ધ જ્ઞાન એટલે સંપર્ણ નિર્વિકલ્પ જ્ઞાન ઉત્પન્ન થવાનાં એ જ્ઞાન સાધન છે. તેમાં પણ શ્રતજ્ઞાન મુખ્યપણે છે. કેવળજ્ઞાન ઉત્પન્ન થવામાં છેવટ સુધી તે જ્ઞાનનું અવલંબન છે. પ્રથમથી કોઈ જીવ એનો