________________
જ્ઞાન,
કેવળ
૨૧૯
કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો ૫રમાર્થ છે. (પૃ. ૫૬૮-૯)
Ū સર્વ જીવ પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે. આત્મા શુદ્ધ ચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે; તેની પ્રતીતિમાં સર્વ સમ્યક્દર્શન સમાય છે; આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે. જેના સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખનો ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે; કેવળ નિઃસંદેહ છે. (પૃ. ૬૦૫)
જ્ઞાનનું લક્ષણ
જે પ્રમાણે જ્ઞાનનું પ્રકાશવું છે, તે પ્રમાણે શબ્દાદિ વ્યાવહારિક પદાર્થને વિષેથી નિઃસ્પૃહપણું વર્તે છે; આત્મસુખે કરી પરિતૃપ્તપણું વર્તે છે. અન્ય સુખની ઇચ્છા નહીં થવી, તે પૂર્ણ જ્ઞાનનું લક્ષણ છે. (પૃ. ૩૨૬)
D જેટલે અંશે સત્યનું જ્ઞાન થાય તેટલે અંશે મિથ્યાભાવપ્રવૃત્તિ મટે, એવો જિનનો નિશ્ચય છે. કદી પૂર્વપ્રારબ્ધથી બાહ્યપ્રવૃત્તિનો ઉદય વર્તતો હોય તો પણ મિથ્યાપ્રવૃત્તિમાં તાદાત્મ્ય થાય નહીં, એ જ્ઞાનનું લક્ષણ છે; અને નિત્ય પ્રત્યે મિથ્યાપ્રવૃત્તિ પરિક્ષીણ થાય એ જ સત્યજ્ઞાનની પ્રતીતિનું ફળ છે. મિથ્યાપ્રવૃત્તિ કંઇ પણ ટળે નહીં, તો સત્યનું જ્ઞાન પણ સંભવે નહીં. (પૃ. ૪૭૦)
જે જ્ઞાને કરીને પરભાવ પ્રત્યેનો મોહ ઉપશમ અથવા ક્ષય ન થયો, તે જ્ઞાન ‘અજ્ઞાન' કહેવા યોગ્ય છે. અર્થાત્ જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવું તે છે. (પૃ. ૬૪૭) જ્ઞાન, અધિ
અતીન્દ્રિય જ્ઞાનના ભગવાન જિને બે ભેદ પાડયા છે. દેશ પ્રત્યક્ષ. તે બે ભેદ, અવધિ, મન:પર્યવ. ઇચ્છિતપણે અવલોકન કરતો આત્મા ઇન્દ્રિયના અવલંબન વગર અમુક મર્યાદા જાણે તે અવધિ. અનિચ્છિત છતાં માનસિક વિશુદ્ધિના બળ વડે જાણે તે મનઃપર્યવ. (પૃ. ૫૨૨-૩)
અવધિજ્ઞાન અને મનઃપર્યવજ્ઞાન વચ્ચે તફાવત, પરમાવધિજ્ઞાન મન:પર્યવજ્ઞાનથી પણ ચઢી જાય છે; અને તે એક અપવાદરૂપે છે.
(ફૂટનોટ : અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન સંબંધી ‘નંદીસૂત્ર'માં જે વાંચવામાં આવેલ તેથી જુદા થયેલ અભિપ્રાય પ્રમાણે ‘ભગવતી આરાધના'માં વાંચવામાં આવ્યાનું શ્રીમદજીએ જણાવ્યું. પહેલા (અવધિ) જ્ઞાનના કટકાં થાય છે; હીયમાન ઇત્યાદિ ચોથે ગુણસ્થાનકે પણ હોઇ શકે; સ્થૂળ છે; એટલે મનના સ્થૂળ પર્યાય જાણી શકે; અને બીજું (મન:પર્યવ) જ્ઞાન સ્વતંત્ર, ખાસ મનના પર્યાય સંબંધી કિતવિશેષને લઇને એક જુદા તાલુકાની માફક છે; તે અખંડ છે; અપ્રમત્તને જ થઇ શકે, ઇત્યાદિ મુખ્ય મુખ્ય તફાવત કહી બતાવ્યો.) (પૃ. ૭૭૯)
જ્ઞાન, કેવળ
જ્ઞાનનું અત્યંત શુદ્ધ થવું તેને ‘કેવળજ્ઞાન’ જ્ઞાનીપુરુષોએ કહ્યું છે, અને તે જ્ઞાનમાં મુખ્ય તો આત્મસ્થિતિ અને આત્મસમાધિ કહ્યા છે. જગતનું જ્ઞાન થવું એ આદિ કહ્યું છે, તે અપૂર્વ વિષયનું ગ્રહણ સામાન્ય જીવોથી થવું અશક્ય જાણીને કહ્યું છે, કેમકે જગતના જ્ઞાન પર વિચાર કરતાં આત્મસામર્થ્ય સમજાય.