Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જીવનાં લક્ષણ (ચાલુ)
જ તીર્થંકરાદિનો અનુભવ છે.
સ્પષ્ટ પ્રકાશપણું, અનંત અનંત કોટી તેજસ્વી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી, અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવા અથવા જાણવા યોગ્ય નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઇ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું તે જીવપ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.
૨૦૬
એ જે લક્ષણો કહ્યાં તે ફરી ફરી વિચારી જીવ નિરાબાધપણે જાણ્યો જાય છે, જે જાણવાથી જીવ જાણ્યો છે તે લક્ષણો એ પ્રકારે તીર્થંકરાદિએ કહ્યાં છે. (પૃ. ૩૭-૯)
જીવનું સ્વરૂપ
સ્થૂળસૂક્ષ્માદિ રૂપને જે જાણે છે, અને સર્વને બાધ કરતાં કરતાં કોઇ પણ પ્રકારે જેનો બાધ કરી શકાતો નથી એવો બાકી જે અનુભવ રહે છે તે જીવનું સ્વરૂપ છે. (પૃ. ૫૩૯)
D આવી વાત તો સહેજમાં સમજવા જેવી છે અને સહેજ વિચાર કરે તો સમજાય એવી છે કે મન વચન કાયાના ત્રણ યોગથી રહિત જીવ છે, સહજસ્વરૂપ છે. જ્યારે એ ત્રણ યોગ તે ત્યાગવાના છે ત્યારે આ બહારના પદાર્થ ઉપર જીવ કેમ આગ્રહ કરતો હશે ? એ આશ્રર્ય ઊપજે છે !
જીવ જે જે કુળમાં ઊપજે છે તેનો તેનો આગ્રહ કરે છે, જોર કરે છે. વૈષ્ણવને ત્યાં જન્મ લીધો હોત તો તેનો આગ્રહ થઇ જાત; જો તપામાં હોય તો તપાનો આગ્રહ થઇ જાય. જીવનું સ્વરૂપ ઢૂંઢિયા નથી, તપા નથી, કુળ નથી, જાતિ નથી, વર્ણ નથી. તેને આવી આવી માઠી કલ્પના કરી આગ્રહથી વર્તાવવો એ કેવું અજ્ઞાન છે ! (પૃ. ૭૩૫)
ભ્રાંતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાત્મ્ય પણ, તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે. (પૃ. ૩૧૮)
જીવનું સ્વરૂપ જ્યાં સુધી જાણવામાં ન આવે, ત્યાં સુધી અનંતાં જન્મમરણ કરવાં પડે. (પૃ. ૭૦૦)
જીવને સ્વસ્વરૂપ જાણ્યા સિવાય છૂટકો નથી; ત્યાં સુધી યથાયોગ્ય સમાધિ નથી. તે જાણવા માટે ઉત્પન્ન થવા યોગ્ય મુમુક્ષુતા અને જ્ઞાનીનું ઓળખાણ એ છે. (પૃ. ૩૩૭)
E સંબંધિત શિર્ષક : સ્વરૂપ
જૈન
D જૈન એ આત્માનું સ્વરૂપ છે. તે સ્વરૂપ(ધર્મ)ને પ્રવર્તાવનાર પણ મનુષ્ય હતા. જેમ કે, વર્તમાન અવસર્પિણીકાળમાં ઋષભાદિ પુરૂષો તે ધર્મ પ્રવર્તાવનાર હતા. (પૃ. ૭૬૩)
D જિન અને જૈન શબ્દનો અર્થ :
ઘટ ઘટ અંતર્ જિન બસે, ઘટ ઘટ અંતર્ જૈન; મત મદિરાકે પાનસેં, મતવારા સમજૈ ન.
– સમયસાર નાટક (પૃ. ૭૬૫)