________________
| જૈનમાર્ગ (ચાલુ)
૨૧૨ || સંબંધિત શિર્ષક માર્ગ જ્યોતિષ
જ્યોતિષાદિક તરફ હાલ ચિત્ત નથી. ગમે તેવા ભવિષ્યજ્ઞાન અથવા સિદ્ધિઓની ઇચ્છા નથી. તેમ તેઓનો ઉપયોગ કરવામાં ઉદાસીનતા રહે છે. તેમાં પણ હાલ તો અધિક જ રહે છે. માટે એ જ્ઞાન સંબંધે ચિત્તની સ્વસ્થતાએ વિચારી માગેલા પ્રશ્નો સંબંધી લખીશ અથવા સમાગમે જણાવીશ. જે પ્રાણીઓ એવા પ્રશ્નના ઉત્તર પામવાથી આનંદ માને છે તેઓ મોહાધીન છે, અને તેઓ પરમાર્થનાં પાત્ર થવાં દુર્લભ છે એમ માન્યતા છે, તો તેવા પ્રસંગમાં આવવું પણ ગમતું નથી. (પૃ.૨૨૫) આપે (શ્રી સૌભાગ્યભાઇએ) જ્યોતિષાદિકની પણ હાલ ઇચ્છા કરવી નહીં, કારણ કે તે કલ્પિત છે; અને
કલ્પિત પર લક્ષ નથી. (પૃ. ૨૭૫) 2 જ્યોતિષને કલ્પિત કહેવાનો હેતુ એવો છે કે તે વિષય પારમાર્થિક જ્ઞાને કલ્પિત જ છે, અને પારમાર્થિક જ
સત્ છે; અને તેની જ રટણા રહે છે. (પૃ. ૨૭૫) D જ્યોતિષ જેવા કલ્પિત વિષયનો સાંસારિક પ્રસંગમાં નિઃસ્પૃહ પુરુષો લક્ષ કરતા હશે કે કેમ? અને અમે
જ્યોતિષ જાણીએ છીએ અથવા કંઈ કરી શકીએ છીએ એમ ન માનો તો સારું, એવી હાલ ઇચ્છા છે. (પૃ. ૨૮૦)