Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જ્ઞાન (ચાલુ)
૨૧૪
નથી. એ આત્માના ગુણો છે. રૂપિયાના બે અર્ધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે. (પૃ. ૭૮૨-૩)
D‘સંજ્ઞા' એ જ્ઞાનનો ભાગ છે. પણ ‘પરિગ્રહસંજ્ઞા’ ‘લોભપ્રકૃત્તિ’માં સમાય છે; ‘મૈથુનસંજ્ઞા’ ‘વેદપ્રકૃતિ’માં સમાય છે; ‘આહારસંજ્ઞા’‘વેદનીય’ માં રામાય છે; અને ‘ભયસંજ્ઞા’‘ભયપ્રકૃતિ' માં સમાય છે. (પૃ. ૭૫૮-૯)
આત્મા શુદ્ધચૈતન્ય, જન્મજરામરણરહિત અસંગ સ્વરૂપ છે; એમાં સર્વ જ્ઞાન સમાય છે. (પૃ. ૬૦૫) જ્ઞાન એ દોરો પરોવેલ સોય જેવું છે, એમ ‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં કહેલું છે. દોરો પરોવેલ સોય ખોવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી. (પૃ. ૭૮૨)
જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે. જ્ઞાન, જીવનો સ્વત્વભૂત ધર્મ છે. જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે. (પૃ. ૮૨૫)
આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. (પૃ. ૭૨૭)
સર્વ શાસ્ત્રના બોધનું, ક્રિયાનું, જ્ઞાનનું, યોગનું અને ભકિતનું પ્રયોજન સ્વસ્વરૂપપ્રાપ્તિને અર્થે છે. (પૃ. ૧૯૩)
શાસ્ત્રાદિકના જ્ઞાનથી નિવેડો નથી પણ અનુભવજ્ઞાનથી નિવેડો છે. (પૃ. ૨૯૯)
[ શાસ્ત્ર તો જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન તો માંહીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય. (પૃ. ૭૩૩)
સત્સમાગમમાં આવી સાધન વગર રહી ગયા એવી કલ્પના મનમાં થતી હોય અને સત્સમાગમમાં આવવાનું થાય ત્યાં આજ્ઞા, જ્ઞાનમાર્ગ આરાધે તો અને તે રસ્તે ચાલે તો જ્ઞાન થાય. સમજાય તો આત્મા સહજમાં પ્રગટે; નહીં તો જિંદગી જાય તોય પ્રગટે નહીં. માહાત્મ્ય સમજાવું જોઇએ. નિષ્કામબુદ્ધિ અને ભકિત જોઇએ. અંતઃકરણની શુદ્ધિ થાય તો જ્ઞાન એની મેળે થાય. (પૃ. ૭૦૬)
D અનાદિકાળનું એવું જે ચેતન તેનો સ્વભાવ જાણપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું ? જાણપણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય; તેને વારંવાર દૃઢ કરે તો ન્યૂનતા મટે.
જ્ઞાનીપુરુષનાં વચનોનું અવલંબન લેવાથી જાણપણું થાય. સાધન છે તે ઉપકારના હેતુઓ છે. જેવા જેવા અધિકારી તેવું તેવું તેનું ફળ. સત્પુરુષના આશ્રયે લે તો સાધનો ઉપકારના હેતુઓ છે. સત્પુરુષની દૃષ્ટિએ ચાલવાથી જ્ઞાન થાય છે. (પૃ. ૭૧૨)
જ્ઞાન સ્ત્રીપણામાં, પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે. વેદથી રહિત થાય ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય. (પૃ. ૭૩૪)
પરમાણુમાં રહેલા ગુણ સ્વભાવાદિ કાયમ રહે છે, અને પર્યાય તે ફરે છે. તે ગુણની હાનિવૃદ્ધિરૂપ ફેરફાર તે પણ પર્યાય છે. તેના વિચારથી પ્રતીતિ અને પ્રતીતિથી ત્યાગ અને ત્યાગથી જ્ઞાન થાય છે. (પૃ. ૭૫૫)
I સ્થૂળ, અલ્પ-સ્થૂળ, તેથી પણ સ્થૂળ; દૂર, દૂરમાં દૂર, તેથી પણ દૂર; એમ જણાય છે; અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂક્ષ્મ આદિનું જ્ઞાન કોઇકને પણ હોવાનું સિદ્ધ થઇ શકે છે. (પૃ. ૭૮૨)
ગઇ કાલના પત્રમાં સહજ વ્યવહારચિંતા જણાવી; તો તે માટે સર્વ પ્રકારે નિર્ભય રહેવું. રોમ રોમ