________________
૨૧૩
૨૧૩
જ્ઞાન
જ્ઞાન
જ્ઞાન
|જે વડે વસ્તુનું સ્વરૂપ જાણીએ તે જ્ઞાન. (પૃ. ૧૧૫)
જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે. (પૃ. ૨૪) 1 જ્ઞાન તે જ કે અભિપ્રાય એક જ હોય; થોડો અથવા ઘણો પ્રકાશ, પણ પ્રકાશ એક જ. (પૃ. ૨૯૯). | તત્ત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન”. (પૃ. ૫૯૨) 0 પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન”. (પૃ. ૭૪૦) T બાર અંગ અને પૂર્વનું જાણપણું તે “જ્ઞાન”. (પૃ. ૧૯૫) 2 “જ્ઞાન” એટલે આત્માને યથાતથ્ય જાણવો તે. (પૃ. ૭૧૮) D જ્ઞાન તો તે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે
છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. (પૃ. ૭૨૭) T જે જ્ઞાન સમકિતસહિત છે તેને “જ્ઞાન” કહ્યું છે અને જે જ્ઞાન મિથ્યાત્વસહિત છે તેને “અજ્ઞાન' કહ્યું
છે. પણ વસ્તુતાએ બન્ને જ્ઞાન છે. (પૃ. ૫૯૭) 0 સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રયોજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું
જ્ઞાન તે “અજ્ઞાન” છે. (પૃ. ૭૫૧) 1 છકાયનું સ્વરૂપ પણ સત્પરુષની દ્રષ્ટિએ પ્રતીત કરતાં તથા વિચારતાં જ્ઞાન જ છે. (પૃ. ૬૦૨) D જ્ઞાન તેનું નામ કે જે હર્ષ, શોક વખતે હાજર થાય; અર્થાત્ હર્ષ, શોક થાય નહીં. (પૃ. ૬૮૭) T સાર જાણવો તે જ્ઞાન. સાર ન જાણવો તે અજ્ઞાન. કંઈ પણ પાપથી આપણે નિવર્તીએ, અથવા
કલ્યાણમાં પ્રવર્તીએ તે જ્ઞાન. ( . ૬૯૯). I આત્મા અત્યંત સહજ સ્વસ્થતા પામે એ જ સર્વ જ્ઞાનનો સાર શ્રી સર્વશે કહ્યો છે. (પૃ. ૪૬૨) T દર્શન રોકાયે જ્ઞાન રોકાય. શેય જાણવા માટે જ્ઞાનને વધારવું જોઈએ. વજન તેવાં કાટલાં. જેમ
પરમાણુની શકિત પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શકિત વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશમાં, દૂરબીન આદિ પહેલા (પરમાણુ)નાં પ્રમાણ છે; અને અવધિ,
મન:પર્યવ, કેવળજ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ વગેરે બીજા(ચેતન્યદ્રવ્ય)નાં પ્રમાણ છે. (પૃ. ૭૩) I આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ ચેતનસત્તા એ જ્ઞાન. (પૃ. ૭૮૨). જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું; નિર્વિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝબકારાની પેઠે સામા પદાર્થનો ભાસ થવો એ “દર્શન'. વિકલ્પ થાય ત્યાં “જ્ઞાન” થાય. દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ ગઈ, અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રોકાય. દર્શન અને જ્ઞાનની વહેંચણી કરવામાં આવી છે. જ્ઞાન, દર્શનના કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ