Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| જૈનદર્શન (ચાલુ)
૨૧૦. (૮) શાસ્ત્રજ્ઞાનનું ઘટી જવું. (પૃ. ૧૭૧-૨) D જૈનદર્શનના સહજ પ્રકારાંતરથી બે ભેદ છે; દિગંબર અને શ્વેતાંબર. (પૃ. ૫૨૧)
દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જિનદર્શનમાં મુખ્ય છે. (પૃ. ૫૮૧) T સંબંધિત શિર્ષક દર્શન | જૈનધર્મ | D સર્વ ધર્મ કરતાં જૈનધર્મ ઉત્કૃષ્ટ દયાપ્રણીત છે. દયાનું સ્થાપન જેવું તેમાં કરવામાં આવ્યું છે, તેવું બીજા કોઇમાં નથી. “માર' એ શબ્દ જ “મારી નાખવાની સજ્જડ છાપ તીર્થકરોએ આત્મામાં મારી છે. એ જગોએ ઉપદેશનાં વચનો પણ આત્મામાં સર્વોત્કૃષ્ટ અસર કરે છે. શ્રી જિનની છાતીમાં જીવહિંસાના પરમાણુ જ ન હોય એવો અહિંસાધર્મ શ્રી જિનનો છે. જેનામાં દયા ન હોય તે જિન ન હોય.
(પૃ. ૭૮૦). D આ ભારતવર્ષની અધોગતિ જૈનધર્મથી થઈ એમ મહીપતરામ રૂપરામ કહેતા, લખતા. દશેક વરસ પર
અમદાવાદમાં મેળાપ થતાં તેમને (શ્રીમદ્જીએ) પૂછયું:શ્રી ભાઇ, જૈનધર્મ અહિંસા, સત્ય, સંપ, દયા, સર્વ પ્રાણીહિત, પરમાર્થ, પરોપકાર, ન્યાય,
નીતિ, આરોગ્યપ્રદ આહારપાન, નિર્બસનતા, ઉદ્યમ આદિનો બોધ કરે છે? મ0 ઉ૦ હા. (મહિપતરામે ઉત્તર આપ્યો)
ભાઇ, જૈનધર્મ હિંસા, અસત્ય, ચોરી, કુસંપ, ક્રૂરતા, સ્વાર્થપરાયણતા, અન્યાય, અનીતિ, છળકપટ, વિરુદ્ધ આહારવિહાર, મોજશોખ, વિષયલાલસા, આળસ, પ્રમાદ આદિનો
નિષેધ કરે છે? મ0 ઉ૦ હા.
દેશની અધોગતિ શાથી થાય ? અહિંસા, સત્ય, સંપ, દયા, પરોપકાર, પરમાર્થ, સર્વ પ્રાણીહિત, ન્યાય, નીતિ, આરોગ્ય આપે અને રક્ષે એવાં શુદ્ધ સાદાં આહાર-પાન, નિર્બસનતા, ઉદ્યમ આદિથી કે તેથી વિપરીત એવાં “હિંસા, અસત્ય, કુસંપ, ક્રૂરતા,
સ્વાર્થપટુતા, છળકપટ, અન્યાય, અનીતિ, આરોગ્ય બગાડે અને શરીર-મનને અશક્ત કરે
એવાં વિરુદ્ધ આહાર-વિહાર, વ્યસન, મોજશોખ, આળસપ્રમાદ આદિથી? મ0 ઉ૦ બીજાંથી અર્થાત્ વિપરીત એવાં હિંસા, અસત્ય, કુસંપ, પ્રમાદ આદિથી. શ્રી. ત્યારે દેશની ઉન્નતિ એ બીજાંથી ઊલટાં એવાં અહિંસા, સત્ય, સંપ, નિર્બસનતા, ઉદ્યમ
આદિથી થાય? મ૦ ઉ૦ હા. શ્રી. ત્યારે જૈનધર્મ' દેશની અધોગતિ થાય એવો બોધ કરે છે કે ઉન્નતિ થાય એવો? મ0 ઉo ભાઈ, હું કબૂલ કરું છું કે “જૈનધર્મ જેથી દેશની ઉન્નતિ થાય એવાં સાધનોનો બોધ કરે છે.
આવી સૂક્ષ્મતાથી વિવેકપૂર્વક મેં વિચાર કર્યો ન હતો. અમને તો નાનપણમાં પાદરીની શાળામાં શીખતાં સંસ્કાર થયેલા, તેથી વગર વિચારે અમે કહી દીધું, લખી માર્યું.
શ્રી
શ્રી0