________________
જૈિનદર્શન (ચાલુ)
૨૦૮ હતા ! એના સિદ્ધાંતો કેવા અખંડ સંપૂર્ણ અને દયામય છે? એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર જેનું દર્શન છે. એવો એકે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવું એકે તત્ત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કહેનાર તે જૈનદર્શન છે. પ્રયોજનભૂત તત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એક્ટ દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તો માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગિતા, સત્યતા અને
જગતહિતસ્વિતા. (પૃ. ૧૨૫). I પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવવામાં તેઓ મંદબુદ્ધિઓ) એક દલીલથી મિથ્યા ફાવવા ઇચ્છે છે
કે, જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી; અને જે પરમેશ્વરને નથી માનતા તે તો નાસ્તિક જ છે. આ વાત ભદ્રિકજનોને શીઘ ચોંટી રહે છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણા નથી. પણ જો એ ઉપરથી એમ વિચારવામાં આવે કે જૈન જગતને ત્યારે અનાદિ અનંત કહે છે તે ક્યાં ન્યાયથી કહે છે ? જગતુકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે? એમ એક પછી એક ભેદરૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને અવશ્ય શી હતી ? રચ્યું તો સુખ દુ:ખ મૂકવાનું કારણ શું હતું? રચીને મોત શા માટે મૂકયું? એ લીલા બતાવવી કોને હતી? રચ્યું તો ક્યા કર્મથી રમું? તે પહેલાં રચવાની ઇચ્છા કાં નહોતી ? ઇશ્વર કોણ ? જગતના પદાર્થ કોણ ? અને ઇચ્છા કોણ? રચ્યું તો જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું, આમ ભ્રમણામાં નાખવાની અવશ્ય શી હતી ? કદાપિ એ બધું માનો કે એ બિચારાની ભૂલ થઈ ! હશે ! ક્ષમા કરીએ, પણ એવું દોઢ ડહાપણ ક્યાંથી સૂઝયું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપ્યો ? એના કહેલા દર્શનને જગતમાં વિદ્યમાનતા આપી? પોતાના પગ પર હાથે કરીને કુહાડો મારવાની એને શી અવશ્ય હતી? એક તો જાણે એ પ્રકારે વિચાર અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શનપ્રવર્તકોને એનાથી કંઈ દ્વેષ હતો ? એ જગત્કર્તા હોત તો એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગત્કર્તા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી? આવા અનેક વિચારો વિચારતાં જણાઈ આવશે કે જેમ જગતનું સ્વરૂપ હતું તેમજ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્નભાવ કહેવા એમને લેશમાત્ર પ્રયોજન નહોતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી છે, એક રજકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વ ભેદે કહ્યા છે, તેવા પુરુષોનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે ! (પૃ. ૧૨૬-૭) જે મધ્યવયના ક્ષત્રિયપુત્રે જગત અનાદિ છે, એમ બેધડક કહી કર્તાને ઉડાડયો હશે, તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિના કર્યું હશે? તેમ એની નિર્દોષતા વિષે જ્યારે આપ વાંચશો ત્યારે નિશ્રય એવો વિચાર કરશો કે એ પરમેશ્વર હતા. કર્તા નહોતો અને જગત અનાદિ હતું તો તેમ કહ્યું. એના અપક્ષપાતી અને કેવળ તત્ત્વમય વિચારો આપે અવશ્ય વિશોધવા યોગ્ય છે. જૈનદર્શનના અવર્ણવાદીઓ માત્ર જૈનને નથી જાણતા એટલે અન્યાય આપે છે, તે હું ધારું છું કે મમત્વથી અધોગતિ સેવશે. (પૃ. ૧૨૩-૪) I L૦ વેદ અને જૈનદર્શનને પ્રતિપક્ષતા ખરી કે? ઉ0 જૈનને કંઈ અસમંજસભાવે પ્રતિપક્ષતા નથી, પરંતુ સત્યથી અસત્ય પ્રતિપક્સી ગણાય છે, તેમ
જૈનદર્શનથી વેદનો સંબંધ છે. પ્ર) એ બેમાં સત્યરૂપ તમે કોને કહો છો?