________________
૨૦૯
જૈનદર્શન (ચાલુ) | ઉ૦ પવિત્ર જૈનદર્શનને. (પૃ. ૧૩૧) જૈનને અભિપ્રાયે અનંત દ્રવ્ય આત્મા છે, પ્રત્યેક જુદા છે. જ્ઞાનદર્શનાદિ ચેતના સ્વરૂપ, નિત્ય, અને પરિણામી પ્રત્યેક આત્મા અસંખ્યાતપ્રદેશી સ્વશરીરાવગાહવર્તી માન્યો છે. (પૃ. ૫૨૧) [ સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે; આખી દ્વાદશાંગીનો સાર પણ તે જ છે. તે
પડ્રદર્શનમાં સમાય છે, અને તે દર્શન જૈનમાં સમાય છે. (પૃ. ૭૬૫). જૈનના જેવા દયાસંબંધીના વિચારો કોઈ દર્શન કે સંપ્રદાયવાળાઓ કરી શક્યા નથી કેમકે જૈન પંચેન્દ્રિયનો ઘાત તો ન કરે, પણ તેઓએ એકેન્દ્રિયાદિમાં જીવ હોવાનું વિશેષ વિશેષ દૃઢ કરી દયાનો
માર્ગ વર્ણવ્યો છે. (પૃ. ૬૯૭) D હાલ જૈનમાં ઘણો વખત થયાં અવાવરૂ કૂવાની માફક આવરણ આવી ગયું છે; કોઈ જ્ઞાની પુરુષ છે નહીં.
કેટલોક વખત થયાં જ્ઞાની થયા નથી; કેમકે, નહીં તો તેમાં આટલા બધા કદાગ્રહ થઈ જાત નહીં. (પૃ. ૭૧૫-૬), જે પૂર્ણ દર્શન વિષે અત્રે કહેવાનું છે તે જૈન એટલે નિરાગીના સ્થાપન કરેલા દર્શન વિષે છે. એના બોધદાતા સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. કાળભેદ છે તો પણ એ વાત સૈદ્ધાંતિક જણાય છે. દયા, બ્રહ્મચર્ય, શીલ, વિવેક, વૈરાગ્ય, જ્ઞાન, ક્રિયાદિ એના જેવાં પૂર્ણ એક્કેએ વર્ણવ્યાં નથી. તેની સાથે શુદ્ધ આત્મજ્ઞાન, તેની કોટિઓ, જીવનાં અવન, જન્મ, ગતિ, વિગતિ, યોનિદ્વાર, પ્રદેશ, કાળ, તેનાં સ્વરૂપ એ વિષે એવો સૂક્ષ્મ બોધ છે કે જે વડે તેની સર્વજ્ઞતાની નિઃશંકતા થાય. કાળભેદે પરંપરાસ્નાયથી કેવળાનાદિ જ્ઞાનો જોવામાં નથી આવતાં છતાં જે જે જિનેશ્વરનાં રહેલાં સૈદ્ધાંતિક વચનો છે તે અખંડ છે. તેઓના કેટલાક સિદ્ધાંતો એવા સૂક્ષ્મ છે કે, જે એકેક વિચારતાં આખી જિંદગી વહી જાય તેવું છે. જિનેશ્વરનાં કહેલાં ધર્મતત્ત્વથી કોઈ પણ પ્રાણીને લેશ ખેદ ઉત્પન્ન થતો નથી. સર્વ આત્માની રક્ષા અને સર્વાત્મશક્તિનો પ્રકાશ એમાં રહ્યો છે. એ ભેદો વાંચવાથી, સમજવાથી અને તે પર અતિ અતિ સૂક્ષ્મ વિચાર કરવાથી આત્મશક્તિ પ્રકાશ પામી જૈનદર્શનની સર્વજ્ઞતાની, સર્વોત્કૃષ્ટપણાની હા કહેવરાવે છે.
બહુ મનનથી સર્વ ધર્મમત જાણી પછી તુલના કરનારને આ કથન અવશ્ય સિદ્ધ થશે. (પૃ. ૧૦૧-૨). T' અત્યારે વીતરાગદેવને નામે જેનદર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મત, તે મતરૂપ છે, પણ સરૂપ જ્યાં સુધી વીતરાગદેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તતા ન હોય ત્યાં સુધી જ્હી શકાય નહીં. એ મતપ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલાં સંભવે છે : (૧) પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિગ્રંથદશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. (૨) પરસ્પર બે આચાર્યોને વાદવિવાદ. (૩) મોહનીયકર્મનો ઉદય અને તે રૂપે પ્રવર્તન થઈ જવું. (૪) પ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભબોધિતાને લીધે ન કહો. (૫) મતિની ન્યૂનતા. (૬) જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારાં ઘણાં મનુષ્યો. (૭) દુ:સમકાળ અને