________________
૧૮૫
E સંબંધિત-શિર્ષક : આત્મા
ચેતના
T ચેતના ત્રણ પ્રકારની :
(૧) કર્મફળચેતના – એકેન્દ્રિય જીવ અનુભવે છે.
(૨) કર્મચેતના - વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય અનુભવે છે.
(૩) જ્ઞાનચેતના – સિદ્ધપર્યાય અનુભવે છે. (પૃ. ૭૭૫-૬)
ચૈતન્ય
સ્થાવરકાયના જીવો પોતપોતાનાં કરેલાં કર્મોનું ફળ વેઠે છે. ત્રસ જીવો કર્મબંધચેતના વેદે છે, અને પ્રાણથી રહિત એવા અતીન્દ્રિય જીવો શુદ્ધજ્ઞાનચેતના વેદે છે. (પૃ. ૫૮૯)
ચૈતન્ય
D દેહ કરતાં ચૈતન્ય સાવ સ્પષ્ટ છે. દેહગુણધર્મ જેમ જોવામાં આવે છે, તેમ આત્મગુણધર્મ જોવામાં આવે તો દેહ ઉપરનો રાગ નષ્ટ થઇ જાય. (પૃ. ૭૭૫)
મોક્ષપદ બધા ચૈતન્યને સામાન્ય જોઇએ, એક જીવઆશ્રયી નહીં; એટલે એ ચૈતન્યનો સામાન્ય ધર્મ છે. એક જીવને હોય અને બીજા જીવને ન હોય એમ બને નહીં. (પૃ. ૭૭૪)
E ચૈતન્ય એક હોય તો ભ્રાંતિ કોને થઇ ? મોક્ષ કોનો થયો ? બધા ચૈતન્યની જાતિ એક પણ પ્રત્યેક ચૈતન્યનું સ્વતંત્રપણું છે, જુદું જુદું છે. ચૈતન્યનો સ્વભાવ એક છે. (પૃ. ૭૧૪)
D ચૈતન્યપણું ગોખે તો ચૈતન્યપણું પ્રાપ્ત થાય, ચૈતન્યપણું અનુભવગોચર થાય. (પૃ. ૭૧૪)
D અત્યંત ચૈતન્યનું સ્થિર થવું તે ‘મુક્તિ’. (પૃ. ૭૭૫)
Ū જેમ પરમાણુની શક્તિ પર્યાયને પામવાથી વધતી જાય છે, તેમ ચૈતન્યદ્રવ્યની શક્તિ વિશુદ્ધતાને પામવાથી વધતી જાય છે. કાચ, ચશ્માં, દૂરબીન આદિ પહેલા(પરમાણુ)નાં પ્રમાણ છે; અને અવધિ, મન:પર્યવ, કેવળજ્ઞાન, લબ્ધિ, ઋદ્ધિ વગેરે બીજા(ચૈતન્યદ્રવ્ય)નાં પ્રમાણ છે. (પૃ. ૭૬૩)
.
‘હું જાણું છું’ એવું અભિમાન તે ચૈતન્યનું અશુદ્ધપણું. (પૃ. ૭૧૪)
D ચૈતન્યનો લક્ષ કરનારની બલિહારી છે ! (પૃ. ૭૭૦)
સંબંધિત શિષક : આત્મા