Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જીવ (ચાલુ)
૧૯૮ 1 જીવનું વ્યાપકપણું, પરિણામીપણું, કર્મસંબંધ, મોક્ષક્ષેત્ર શા શા પ્રકારે ઘટવા યોગ્ય છે તે વિચાર્યા વિના તથા પ્રકારે સમાધિ ન થાય. ગુણ અને ગુણીનો ભેદ સમજાવા યોગ્ય શા પ્રકારે છે? જીવનું વ્યાપકપણું, સામાન્ય વિશેષાત્મકતા, પરિણામીપણું, લોકાલોકશાયકપણું, કર્મસંબંધતા, મોક્ષક્ષેત્ર એ પૂર્વાપર અવિરોધથી શી રીતે સિદ્ધ છે ? એક જ જીવ નામનો પદાર્થ જુદાં જુદાં દર્શનો, સંપ્રદાયો અને મતો જુદે જુદે સ્વરૂપે કહે છે, તેનો કર્મસંબંધ અને મોક્ષ પણ જુદે જુદે સ્વરૂપે કહે છે, એથી નિર્ણય કરવો દુર્ઘટ કેમ નથી? (પૃ. ૭૯૧) પ્ર0 જીવ એક છે કે અનેક છે? આપના અનુભવનો ઉત્તર ઇચ્છું છું. શ્રી જીવો અનેક છે. (પૃ. ૬૮૦) જીવ એક પણ છે અને અનેક પણ છે. અધિષ્ઠાનથી એક છે. જીવરૂપે અનેક છે. (પૃ. ૨૭૪) L૦ જીવ પહેલો કે કર્મ? ઉ0 બન્ને અનાદિ છે જ; જીવ પહેલો હોય તો એ વિમળ વસ્તુને મળ વળગવાનું કંઈ નિમિત્ત જોઇએ.
કર્મ પહેલાં કહો તો જીવ વિના કર્મ કર્યા કોણે? એ ન્યાયથી બન્ને અનાદિ છે જ. (પૃ. ૧૨૯) વિશ્વ અનાદિ છે. જીવ અનાદિ છે. પરમાણુ પુદ્ગલો અનાદિ છે. જીવ અને કર્મનો સંબંધ અનાદિ છે. સંયોગી ભાવમાં નાદાત્મ અધ્યાસ હોવાથી જીવ જન્મમરણાદિ દુઃખોને અનુભવે છે. પાંચ અસ્તિકાયરૂપ લોક એટલે વિશ્વ છે. ચૈતન્ય લક્ષણ જીવ છે. વર્ણ, ગંધ, રસ સ્પર્શમાન પરમાણુઓ છે. તે સંબંધ સ્વરૂપથી નથી. વિભાવરૂપ છે. (પૃ. ૮૦૦) જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ એ પાંચ અસ્તિકાય કહેવાય છે. એક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. પ્રત્યેકે પ્રત્યેક જીવ અસંખ્યાતપ્રદેશપ્રમાણ છે. તે જીવો અનંત છે. (પૃ. ૫૦૮) જીવ, કાયા પદાર્થપણે જુદાં છે, પણ સંબંધપણે સહચારી છે, કે જ્યાં સુધી તે દેહથી જીવને કર્મનો ભોગ છે. શ્રી જિને જીવ અને કર્મનો ક્ષીરનીરની પેઠે સંબંધ કહ્યો છે તેનો હેતુ પણ એ જ છે કે, ક્ષીર અને નીર એકત્ર થયાં સ્પષ્ટ દેખાય છે. છતાં પરમાર્થે તે જુદાં છે; પદાર્થપણે ભિન્ન છે; અગ્નિપ્રયોગે તે પાછાં સ્પષ્ટ જુદાં પડે છે; તેમ જ જીવ અને કર્મનો સંબંધ છે. કર્મનો મુખ્ય આકાર કોઇ પ્રકારે દેહ છે, અને જીવ ઇન્દ્રિયાદિ દ્વારા ક્રિયા કરતો જાણી જીવ છે એમ સામાન્યપણે કહેવાય છે, પણ જ્ઞાનદશા આવ્યા વિના જીવ, કાયાનું જે સ્પષ્ટ જુદાપણું છે, તે જીવને ભાસ્યામાં આવતું નથી; તથાપિ ક્ષીરનીરવત્ જુદાપણું છે. જ્ઞાનસંસ્કારે તે જુદાપણું સાવ સ્પષ્ટ વર્તે છે.
(પૃ. ૪૦૯). D સોનાના અનંત પરમાણુ પ્રમાણે સિદ્ધ અનંતની અવગાહના ગણો તો અડચણ નથી, પણ તેથી કંઈ કોઈ
પણ જીવે કોઈ પણ બીજા જીવની સાથે કેવળ એકત્વપણે ભળી જવાપણું કર્યું છે એમ છે જ નહીં. સૌ નિજભાવમાં સ્થિતિ કરીને જ વર્તી શકે. જીવે જીવની જાતિ એક હોય તેથી કંઈ એક જીવ છે તે પોતાપણું ત્યાગી બીજા જીવોના સમુદાયમાં ભળી સ્વરૂપનો ત્યાગ કરી દે, એમ બનવાનો શો હેતુ છે? તેનાં પોતાનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, કર્મબંધ અને મુક્તાવસ્થા એ અનાદિથી ભિન્ન છે, અને મુક્તાવસ્થામાં પાછાં તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનો ત્યાગ કરે, તો પછી તેનું પોતાનું સ્વરૂપ શું રહ્યું? તેને શો અનુભવ