Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૯૯
જીવનાં પ્રકારનું રહ્યો? અને પોતાનું સ્વરૂપ જવાથી તેની કર્મથી મુક્તિ થઇ, કે પોતાના સ્વરૂપથી મુક્તિ થઈ? એ પ્રકાર વિચારવા યોગ્ય છે. એ આદિ પ્રકારે કેવળ એકપણું જિને નિષેધ્યું છે. (પૃ. ૪૨૧).
જીવને કલ્યાણ કરવું, ન કરવું, તેનું ભાન નથી; પણ પોતાપણું રાખવું છે. (પૃ. ૭૧૩) 0 જીવ નિર્પક્ષી રહેતા નથી. અનાદિથી પક્ષમાં પડ્યા છે, અને તેમાં રહીને કલ્યાણ ભૂલી જાય છે.
(પૃ. ૭૩૧) || સાંસારિક ખેદનાં કારણો જોઇ, જીવને કડવાશ લાગતાં છતાં તે વૈરાગ્ય ઉપર પગ દઈ ચાલ્યો જાય છે,
પણ વૈરાગ્યમાં પ્રવૃત્તિ કરતો નથી. (પૃ. ૬૯૦) 0 જીવનાં વિવિધ પ્રકારનાં મુખ્ય રસ્થાનક છે. દેવલોકમાં ઇન્દ્ર તથા સામાન્ય ત્રાયશ્ચિંશદાદિકનાં સ્થાન છે.
મનુષ્યમાં ચક્રવર્તી, વાસુદેવ, બળદેવ તથા માંડલિકાદિકનાં સ્થાન છે. તિર્યંચમાં પણ ક્યાંએક ઈષ્ટ ભોગભૂખ્યાદિક સ્થાન છે. તે સર્વ સ્થાનને જીવ છાંડશે એ નિઃસંદેહ છે. જ્ઞાતિ, ગોત્રી અને બંધુ આદિક
એ સર્વનો અશાશ્વત અનિત્ય એવો આ વારો છે. (પૃ. ૬૫૦) T સંબંધિત શિર્ષકો : આત્મા, પંચાસ્તિકાય જીવનાં પ્રકાર 2 “સંસારસ્થ” અને “સંસારરહિત’ એમ બે પ્રકારના જીવો છે. બન્ને ચૈતન્યોપયોગ લક્ષણ છે. સંસારી
દેહસહિત અને અસંસારી દેહરહિત જીવો છે. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ જીવસંશ્રિત છે. તે જીવોને મોહનું પ્રબળપણું છે અને સ્પર્શઇન્દ્રિયના વિષયનું તેને જ્ઞાન છે. તેમાં ત્રણ સ્થાવર છે. અલ્ય યોગવાળા અગ્નિ અને વાયુકાય તે ત્રસ છે. તે મનના પરિણામથી રહિત “એક ઇન્દ્રિય જીવો' જાણવા. એ પાંચ પ્રકારનો જીવસમૂહ મનપરિણામથી રહિત અને એકેન્દ્રિય છે, એમ સર્વશે કહ્યું છે. ઈડામાં જેમ પક્ષીનો ગર્ભ વધે છે, જેમ મનુષ્યગર્ભમાં મૂર્વાગત અવસ્થા છતાં જીવત્વ છે, તેમ “એકેન્દ્રિય જીવો’ પણ જાણવા. શબુક, શંખ, છીપ, કૃમિ એ આદિ જે જીવો રસ, અને સ્પર્શને જાણે છે; તે “બે ઈન્દ્રિય જીવો' જાણવા. જૂ, માંકડ, કીડી, વીંછી આદિ અનેક પ્રકારના બીજા પણ કીડાઓ રસ, સ્પર્શ અને ગંધને જાણે છે; તે ‘ત્રણ ઇન્દ્રિય જીવો' જાણવા. ડાંસ, મચ્છર, માખી, ભમરી, ભમરા, પતંગ આદિ રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણે છે તે “ચાર ઇન્દ્રિય જીવો' જાણવા. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચ, જળચર, સ્થલચર અને ખેચર તે વર્ણ, રસ, સ્પર્શ, ગંધ અને શબ્દને જાણે છે; તે બળવાન પાંચ ઇન્દ્રિયવાળા જીવો' છે. દેવતાના ચાર નિકાય છે. મનુષ્ય કર્મ અને અકર્મ ભૂમિનાં એમ બે પ્રકારનાં છે. તિર્યંચના ઘણા પ્રકાર છે; તથા નારકી તેની પૃથ્વીઓની જેટલી જાતિ છે તેટલી જાતિના છે. દેહાશ્રિત જીવોના સ્વરૂપનો એ વિચાર નિરૂપણ કર્યો; તેના “ભવ્ય” અને “અભવ્ય” એવા બે ભેદ છે.
દેહરહિત એવા “સિદ્ધભગવંતો” છે. (પૃ. ૧૯૨-૩) 1 જીવના બે ભેદ :- સિદ્ધ અને સંસારી.