Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જીવનાં પ્રકાર (ચાલુ)
૨. એકાંતક્રિયા કરવી તેથી જ કલ્યાણ થશે', એવું માનનારાઓ સાવ વ્યવહારમાં કલ્યાણ માની કદાગ્રહ મૂકતાં નથી. આવા જીવોને ‘ક્રિયાવાદી' અથવા ‘ક્રિયાજડ' ગણવા, ક્રિયાજડને આત્માનો લક્ષ હોય નહીં.
૩. ‘અમને આત્મજ્ઞાન છે. આત્માને ભ્રાંતિ હોય જ નહીં; આત્મા કર્તાય નથી; ને ભોક્તાય નથી; માટે કાંઇ નથી'. આવું બોલનારાઓ ‘શુષ્કઅધ્યાત્મી', પોલા જ્ઞાની થઇ બેસી અનાચાર સેવતાં અટકે નહીં.
આવા ત્રણ પ્રકારના જીવો હાલમાં જોવામાં આવે છે. જીવે જે કાંઇ કરવાનું છે તે આત્માના ઉપકાર અર્થે કરવાનું છે તે વાત તેઓ ભૂલી ગયા છે. (પૃ. ૭૧૬)
. ૧.
૨.
૨૦૨
૩.
૪.
જેઓ કેવળ લક્ષ્મીને ઉપાર્જન ક૨વામાં કપટ, લોભ અને માયામાં મૂંઝાયા પડયા છે તે બહુ દુઃખી છે. તેનો તે પૂરો ઉપયોગ કે અધૂરો ઉપયોગ કરી શકતા નથી, માત્ર ઉપાધિ જ ભોગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક લઇને ઉપાડી જાય છે. અધોગતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલો મનુષ્યદેહ એ નિર્મૂલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે.
જેણે પોતાનાં ઉપજીવિકા જેટલાં સાધનમાત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતોષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરોપકાર, અલ્પરાગ, અલ્પદ્રવ્યમાયા અને સત્ય તેમ જ શાસ્ત્રાધ્યયન રાખ્યું છે, જે સત્પુરુષોને સેવે છે, જેણે નિગ્રંથતાનો મનોરથ રાખ્યો છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવો છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તે પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે.
સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી જેઓ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેઓ અપ્રતિબંધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દૃષ્ટિવાળા છે અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમનો કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રિય અને જિતકષાય તે નિગ્રંથો પરમ સુખી છે.
સર્વ ઘનઘાતી કર્મનો ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડયાં છે, જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદર્શી છે તે તો સંપૂર્ણ સુખી જ છે. મોક્ષમાં તેઓ અનંત જીવનના અનંત સુખમાં સર્વ-કર્મ-વિરક્તતાથી વિરાજે છે.
આમ સત્પુરુષોએ કહેલો મત મને માન્ય છે. પહેલો તો મને ત્યાજ્ય છે. બીજો હમણાં માન્ય છે; અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાનો મારો બોધ છે. ત્રીજો બહુ માન્ય છે. અને ચોથો તો સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ જ છે. (પૃ. ૧૦૬)
ચાર ગોળાના દૃષ્ટાંતે ચાર પ્રકારે જીવના ભેદ થઇ શકે છે ઃ–
૧. પ્રથમ પ્રકારે મીણના ગોળા જેવા જીવ કહ્યા.
મીણનો ગોળો તાપ લાગવાથી જેમ ગળી જાય, પાછો ઠંડી લાગવાથી તેવો ને તેવો થઇ રહે તેમ સંસારી જીવને સત્પુરુષનો બોધ સાંભળી સંસારથી વૈરાગ્ય થયો, અસાર સંસારની નિવૃત્તિ ચિંતવવા લાગ્યો, કુટુંબ પાસે આવી કહે છે કે આ અસાર સંસારથી હું નિવર્તવા ઇચ્છું છું. એ વાત સાંભળી કુટુંબી કોપયુકત થયા. હવેથી તારે એ તરફ જવું નહીં. હવેથી જઇશ તો તારા ઉપર સખ્તાઇ કરીશું, એ વગેરે કહી સંતના અવર્ણવાદ બોલી ત્યાં જવાનું રોકાવે. એ પ્રકારે કુટુંબના