________________
જિન (ચાલુ)
૧૯૬ વેદાંત કહે છે કે આ સમસ્ત વિશ્વ વંધ્યાપુત્રવત્ છે. જિન કહે છે કે આ સમસ્ત વિશ્વ શાશ્વત છે. પતંજલિ કહે છે કે નિત્યમુક્ત એવો એક ઈશ્વર હોવો જોઇએ. સાંખ્ય ના કહે છે. જિન ના કહે છે.
(પૃ. ૮૦૨-૩). D સંબંધિત શિર્ષકો અહંત, ઇશ્વર, તીર્થકર, દેવ, ભગવાન, મહાત્મા, મોટાપુરુષ, વીતરાગ, સદેવ,
સત્યરુષ, સિદ્ધ
જીવ
જીવત્વવાળો, જાણનાર, ઉપયોગવાળો, પ્રભુ, કર્તા, ભોક્તા, દેહપ્રમાણ, વસ્તુતાએ અમૂર્ત અને કર્ભાવસ્થામાં મૂર્ત એવો જીવ છે. બળ, ઇન્દ્રિય, આયુષ્ય અને ઉવાસ એ ચાર પ્રાણ વડે જે ભૂતકાળે જીવતો હતો, વર્તમાનકાળે જીવે છે, અને ભવિષ્યકાળે જીવશે તે “જીવ'. અનંત અગુરુલઘુ ગુણથી નિરંતર પરિણમેલા અનંત જીવો છે. અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે. એક કાયામાં સર્વ અવસ્થામાં જેમ તેનો તે જ જીવ છે, તેમ સર્વત્ર સંસાર-અવસ્થામાં પણ તેનો તે જ જીવ છે. અધ્યવસાયવિશેષથી કર્મરૂપી રજોમલથી તે જીવ મલિન થાય છે. શાશ્વત, અશાશ્વત, ભવ્ય, અભવ્ય, શૂન્ય, અશૂન્ય, વિજ્ઞાન અને અવિજ્ઞાન એ ભાવ જો મોક્ષમાં જીવનું અસ્તિત્વ ન હોય તો કોને હોય ? (પૃ. ૫૮૮). ઇન્દ્રિયો જીવ નથી, તથા કાયા પણ જીવ નથી પણ જીવન ગ્રહણ કરેલાં સાધનમાત્ર છે. વસ્તુતાએ તો જેને જ્ઞાન છે તેને જ જીવ કહીએ છીએ. જે સર્વ જાણે છે, દેખે છે દુઃખ ભેદીને સુખ ઇચ્છે છે, શુભ અને અશુભને કરે છે અને તેનું ફળ ભોગવે છે તે “જીવ' છે. આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મ દ્રવ્યને વિષે જીવત્વગુણ નથી; તેને અચૈતન્ય કહીએ છીએ, અને જીવને સચૈતન્ય કહીએ છીએ. અરસ, અરૂપ, અગંધ, અશબ્દ, અનિર્દિષ્ટ સંસ્થાન અને વચનઅગોચર એવો જેનો ચૈતન્ય ગુણ છે તે “જીવ' છે. જે નિશ્ચય કરી સંસારસ્થિત જીવ છે તેના અશુદ્ધ પરિણામ હોય છે. તે પરિણામથી કર્મ ઉત્પન્ન થાય છે, તેથી સારી અને માઠી ગતિ થાય છે. ગતિની પ્રાપ્તિથી દેહ થાય છે, દેહથી ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોથી વિષય ગ્રહણ થાય છે, અને તેથી રાગ દ્વેષ ઉત્પન્ન થાય છે. સંસારચક્રવાલમાં તે ભાવે કરીને પરિભ્રમણ કરતા જીવોમાં કોઈ જીવોનો સંસાર અનાદિસાંત છે, અને કોઈનો અનાદિઅનંત છે, એમ ભગવાન
સર્વશે કહ્યું છે. (પૃ. ૫૯૩-૪) D જીવનો સ્વભાવ અપ્રતિહત જ્ઞાનદર્શન છે. (પૃ. ૫૯૪). D ઉપયોગ જ્ઞાન અને દર્શન એમ બે પ્રકારનો છે. જીવને સર્વકાળ તે અનન્યભૂતપણે જાણવો. (પૃ. ૫૮૯) D જીવ તો સદાય જીવતો જ છે. તે કોઈ વખત ઊંધતો નથી કે મરતો નથી; મરવો સંભવતો નથી. સ્વભાવે
સર્વ જીવ જીવતા જ છે. જેમ શ્વાસોચ્છવાસ વિના કોઈ જીવ જોવામાં આવતો નથી, તેમ જ્ઞાનસ્વરૂપ ચૈતન્ય વિના કોઈ જીવ નથી. (પૃ. ૭૨૪) T જીવ આદિ પદાર્થો છે. જીવનો ગુણ ચૈતન્ય-ઉપયોગ છે. દેવ, મનુષ્ય, નારક, તિર્યંચાદિ તેના અનેક