________________
|| જાતિસ્મરણજ્ઞાન (ચાલુ)
૧૯૪ તે પંચાણું વર્ષે સ્મૃતિમાં રહેવું ન જોઇએ, પણ જો પૂર્વસંજ્ઞા કાયમ હોય તો સ્મૃતિમાં રહે.
(પૃ. ૭૬૭-૮) | સંબંધિત શિર્ષક : જ્ઞાન
જાત્રા
1 જાત્રાએ જવાનો હેતુ એક તો એ છે કે ગૃહવાસની ઉપાધિથી નિવૃત્તિ લેવાય; સો બસો રૂપિયા ઉપરથી મૂછ ઓછી કરાય; પરદેશમાં દેશાટન કરતાં, કોઈ સત્પરુષ શોધતાં જડે તો કલ્યાણ થાય. આ કારણથી
જાત્રા કરવાનું બતાવ્યું છે. (પૃ. ૭૨૯). | જિજ્ઞાસા 1 શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તોપણ
જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. (પૃ. ૧૬૪) 0 નવા કર્મ બાંધવા નહીં અને જૂનાં ભોગવી લેવાં, એવી જેની અચળ જિજ્ઞાસા છે તે, તે પ્રમાણે વર્તી શકે
છે. (પૃ. ૧૬૫). અનાદિકાળનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે એવી જિજ્ઞાસા, એ પણ એક કલ્યાણ જ છે. કોઈ એવો યથાયોગ્ય સમય આવી રહેશે કે જ્યારે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ થઈ રહેશે. નિરંતર વૃત્તિઓ લખતા રહેશો. જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશો. (પૃ. ૨૨૫) D તૃષાતુરને પાયાની મહેનત કરજો. અતૃષાતુરને તૃષાતુર થવાની જિજ્ઞાસા પેદા કરજો. જેને તે પેદા ન
થાય તેવું હોય, તેને માટે ઉદાસીન રહેજો. (પૃ. ૨૯૨) D તમને (શ્રી ખીમજીભાઇને) જેવી જ્ઞાનની જિજ્ઞાસા છે તેવી ભક્તિની નથી. ભક્તિ, પ્રેમરૂપ વિના જ્ઞાન
શૂન્ય જ છે; તો પછી તેને પ્રાપ્ત કરીને શું કરવું છે? જે અટક્યું તે યોગ્યતાની કચાશને લીધે. અને જ્ઞાની કરતાં જ્ઞાનમાં વધારે પ્રેમ રાખો છો તેને લીધે. જ્ઞાની પાસે જ્ઞાન ઇચ્છવું તે કરતાં બોધસ્વરૂપ સમજી
ભક્તિ ઇચ્છવી એ પરમ ફળ છે. (પૃ. ૨૯૫) T જિજ્ઞાસાનું બળ જેમ વધે તેમ પ્રયત્ન કરવું એ પ્રથમ ભૂમિ છે. (પૃ. ૪૦૫) '
વ્યવસાયના પ્રસંગમાં વર્તતી એવી રુચિ વિલય કરવા યોગ્ય છે. જો એમ ન કરવામાં આવે તો એમ ઘણું કરીને લાગે છે કે હજુ આ જીવની યથાયોગ્ય જિજ્ઞાસા મુમુક્ષુપદને વિષે થઈ નથી, અથવા તો આ જીવ લોકસંજ્ઞાએ માત્ર કલ્યાણ થાય એવી ભાવના કરવા ઇચ્છે છે. પણ કલ્યાણ કરવાની તેને જિજ્ઞાસા ઘટતી નથી; કારણ કે બેય જીવનાં સરખાં પરિણામ હોય અને એક બંધાય, બીજાને અબંધતા થાય, એમ ત્રિકાળમાં બનાવાયોગ્ય નથી. (પૃ. ૪૧૫)
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાયનો આત્યંતિક અભાવ. પ્રદેશ સંબંધ પામેલાં પૂર્વનિખન્ન, સત્તાપ્રાપ્ત, ઉદયપ્રાપ્ત, ઉદીરણાપ્રાપ્ત ચાર એવાં નામકર્મ, ગોત્રકર્મ, આયુષ્યકર્મ, વેદનીય વેદવાથી અભાવ જેને છે એવું શુદ્ધ સ્વરૂપ જિન ચિદમૂર્તિ, સર્વ લોકાલોકભાસક ચમત્કારનું ધામ. (પૃ. ૭૯૯-૮૦૦)