Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
જાતિસ્મરણજ્ઞાન (ચાલુ)
પૂર્વભવનું ભાન થાય છે.
કદાપિ આ ઠેકાણે એમ પ્રશ્ન થશે કે, ‘પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિનું આ ભવમાં ઉપર કહ્યું તેમ ભાન થાય એ વાત યથાતથ્ય માનીએ તોપણ પૂર્વભવમાં અનુભવેલાં એવા દેહાદિ અથવા કોઈ દેવલોકાદિ નિવાસસ્થાન અનુભવ્યાં હોય તે અનુભવની સ્મૃતિ થઇ છે, અને તે અનુભવ યથાતથ્ય થયો છે, એ શા ઉપરથી સમજાય ?' તો એ પ્રશ્નનું સમાધાન આ પ્રમાણે છે :–
૧૯૩
અમુક અમુક ચેષ્ટા અને લિંગ તથા પરિણામ આદિથી પોતાને તેનું સ્પષ્ટ ભાન થાય છે, પણ બીજા કોઇ જીવને તેની પ્રતીતિ થવા માટે તો નિયમિતપણું નથી. ક્વચિત્ અમુક દેશમાં, અમુક ગામ, અમુક ઘર, પૂર્વે દેહ ધારણ થયો હોય અને તેનાં ચિહ્નો બીજા જીવને જણાવવાથી તે દેશાદિનું અથવા તેના નિશાનાદિનું કંઇ પણ વિદ્યમાનપણું હોય તો બીજા જીવને પણ પ્રતીતિનો હેતુ થવો સંભવે; અથવા જાતિસ્મૃતિજ્ઞાનવાન કરતાં જેનું વિશેષ જ્ઞાન છે તે જાણે. તેમ જ જેને ‘જાતિસ્મૃતિજ્ઞાન' છે, તેની પ્રકૃત્યાદિને જાણતો એવો કોઇ વિચારવાન પુરુષ પણ જાણે કે આ પુરુષને તેવાં કંઇ જ્ઞાનનો સંભવ છે; અથવા ‘જાતિસ્મૃતિ’ હોવી સંભવે છે, અથવા જેને ‘જાતિસ્મૃતિજ્ઞાન’ છે, તે પુરુષના સંબંધમાં કોઇ તે જીવ પૂર્વ ભવે આવ્યો છે, વિશેષે કરીને આવ્યો છે તેને તે સંબંધ જણાવતાં કંઇ પણ સ્મૃતિ થાય તો તેવા જીવને પણ પ્રતીતિ આવે. (પૃ. ૪૭૯-૮૦)
‘જાતિસ્મરણજ્ઞાન' વિષે જે શંકા રહે છે તેનું સમાધાન આ ઉપરથી થશે == જેમ બાલ્યાવસ્થાને વિષે જે કાંઇ જોયું હોય અથવા અનુભવ્યું હોય તેનું સ્મરણ વૃદ્ધાવસ્થામાં કેટલાકને થાય ને કેટલાકને ન થાય, તેમ પૂર્વભવનું ભાન કેટલાકને રહે, ને કેટલાકને ન રહે. ન રહેવાનું કારણ એ છે કે પૂર્વદેહ છોડતાં બાહ્ય પદાર્થોને વિષે જીવ વળગી રહી મરણ કરે છે અને નવો દેહ પામી તેમાં જ આસક્ત રહે છે, તેને પૂર્વપર્યાયનું ભાન રહે નહીં; આથી ઊલટી રીતે પ્રવર્તનારને એટલે અવકાશ રાખ્યો હોય તેને પૂર્વનો ભવ અનુભવવામાં આવે છે.
એક સુંદર વનમાં તમારા આત્મામાં શું નિર્મળપણું છે, જે તપાસતાં તમોને વધારે વધારે સ્મૃતિ થાય છે કે નહીં ? તમારી શક્તિ પણ અમારી શક્તિની પેઠે સ્કુરાયમાન કેમ ન થાય ? તેનાં કારણો વિદ્યમાન છે. પ્રકૃતિબંધમાં તેનાં કારણો બતાવ્યાં છે. ‘જાતિસ્મરણજ્ઞાન' એ મતિજ્ઞાનનો ભેદ છે.
એક માણસ વીશ વર્ષનો અને બીજો માણસ સો વર્ષનો થઇ મરી જાય તે બેઉ જણે પાંચ વર્ષની ઉંમરે જે જોયું અથવા અનુભવ્યું હોય તે જો અમુક વર્ષ સુધી સ્મૃતિમાં રહે, એવી સ્થિતિ હોય તો વીશ વર્ષે મરી જાય તેને એકવીસમે વર્ષે ફરીથી જન્મ્યા પછી સ્મૃતિ થાય, પણ તેમ થતું નથી. કારણ કે પૂર્વપર્યાયમાં તેને પૂરતાં સ્મૃતિનાં સાધનો નહીં હોવાથી પૂર્વપર્યાય છોડતાં મૃત્યુ આદિ વેદનાના કારણને લઇને, નવો દેહ ધારણ કરતાં ગર્ભાવાસને લઇને, બાલપણામાં મૂઢપણાને લઇને, અને વર્તમાન દેહમાં અતિ લીનતાને લઇને પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાનો અવકાશ જ મળતો નથી; તથાપિ જેમ ગર્ભાવાસ તથા બાલપણું સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતાં એમ નથી, તેમ ઉપરનાં કારણોને લઇને પૂર્વપર્યાય સ્મૃતિમાં રહે નહીં તેથી કરી તે નહોતા એમ કહેવાય નહીં.
જેવી રીતે આંબા આદિ વૃક્ષોની કલમ ક૨વામાં આવે છે તેમાં સાનુકૂળતા હોય તો થાય છે, તેમ જો પૂર્વપર્યાયની સ્મૃતિ કરવાને ક્ષયોપશમાદિ સાનુકૂળતા (યોગ્યતા) હોય તો ‘જાતિસ્મરણજ્ઞાન' થાય. પૂર્વસંજ્ઞા કાયમ હોવી જોઇએ. અસંજ્ઞીનો ભવ આવવાથી ‘જાતિસ્મરણજ્ઞાન’ ન થાય.
કદાપિ સ્મૃતિનો કાળ થોડો કહો તો સો વર્ષનો થઇને મરી જાય તેણે પાંચ વર્ષે જે જોયું અથવા અનુભવ્યું