________________
૧૯૧
જાણવું
જિનનો સિદ્ધાંત છે કે જડ કોઈ કાળે જીવ ન થાય, અને જીવ કોઇ કાળે જડ ન થાય; તેમ “સત્” કોઈ કાળે “સ” સિવાયના બીજા કોઈ સાધનથી ઉત્પન્ન હોઈ શકે જ નહીં. આવી દેખીતી સમજાય તેવી વાતમાં મુકાઈ જીવ પોતાની કલ્પનાએ “સત્” કરવાનું કહે છે, પ્રરૂપે છે, બોધે છે, એ આશ્ચર્ય છે. (પૃ. ૨૯૯).
સંબંધિત શિર્ષકો : અજીવ, પુદ્ગલ ન જાગૃતિ 3 શ્રી તીર્થંકરાદિ મહાત્માઓએ કહ્યું છે કે જેને વિપર્યાસ મટી દેહાદિને વિષે થયેલી આત્મબુદ્ધિ, અને
આત્મભાવને વિષે થયેલી દેહબુદ્ધિ તે મટી છે, એટલે આત્મા આત્મપરિણામી થયો છે, તેવા જ્ઞાની પુરુષને પણ જ્યાં સુધી પ્રારબ્ધ વ્યવસાય છે, ત્યાં સુધી જાગૃતિમાં રહેવું યોગ્ય છે. કેમકે, અવકાશ પ્રાપ્ત થયે અનાદિ વિપર્યાસ ભયનો હેતુ ત્યાં પણ અમે જાણ્યો છે. ચાર ઘનઘાતી કર્મ જ્યાં છિન્ન થયાં છે, એવા સહજ સ્વરૂપ પરમાત્માને વિષે તો સંપૂર્ણ જ્ઞાન અને સંપૂર્ણ જાગૃતિરૂપ તુર્યાવસ્થા છે; એટલે ત્યાં અનાદિ વિપર્યાસ નિર્ભીકપણાને પ્રાપ્ત થવાથી કોઇપણ પ્રકારે ઉદૂભવ થઈ શકે જ નહીં; તથાપિ તેથી ન્યૂન એવાં વિરત્યાદિ ગુણસ્થાનકે વર્તતા એવા જ્ઞાનીને તો કાર્યે કાર્યો અને ક્ષણે ક્ષણે આત્મજાગૃતિ યોગ્ય છે. પ્રમાદવશે ચૌદપૂર્વ અંશે ન્યૂન જાણ્યા છે એવા જ્ઞાની પુરુષને પણ અનંતકાળ પરિભ્રમણ થયું છે. માટે જેની વ્યવહારને વિષે અનાસક્ત બુદ્ધિ થઈ છે, તેવા પુરુષે પણ જો તેવા ઉદયનું પ્રારબ્ધ હોય તો તેની ક્ષણે ક્ષણે નિવૃત્તિ ચિતવવી, અને નિજભાવની જાગૃતિ રાખવી. આ પ્રકારે જ્ઞાની પુરુષને મહાજ્ઞાની એવા શ્રી તીર્થંકરાદિકે ભલામણ દીધી છે; તો પછી, જેને માર્ગાનુસારી અવસ્થામાં પણ હજા પ્રવેશ થયો નથી, એવા જીવને તો આ સર્વ વ્યવસાયથી વિશેષ-વિશેષ નિવૃત્તભાવ રાખવો; અને વિચારજાગૃતિ રાખવી યોગ્ય છે, એમ જણાવવા જેવું પણ
રહેતું નથી, કેમકે તે તો સમજણમાં સહેજે આવી શકે એવું છે. (૪૦-૭). [] જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઇએ. કર્મબંધ પડ્યા પછી પણ તેમાંથી સત્તામાંથી ઉદય આવ્યા
પહેલાં) છૂટવું હોય તો અબાધાકાળ પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. (પૃ. ૬૭૭) D જીવને ભુલવણીનાં સ્થાનક ઘણાં છે; માટે વિશેષ વિશેષ જાગૃતિ રાખવી; મુંઝાવું નહીં; મંદતા ન કરવી.
પુરુષાર્થધર્મ વર્ધમાન કરવો. (પૃ. ૬૮૫) I ચૌદપૂર્વધારી અગિયારમેથી પાછો પડે છે તેનું કારણ પ્રમાદ છે. પ્રમાદના કારણથી તે એમ જાણે કે “હવે
મને ગુણ પ્રગટ્યો.” આવા અભિમાનથી પહેલે ગુણસ્થાનકે જઈ પડે છે; અને અનંત કાળનું ભ્રમણ કરવું પડે છે. માટે જીવે અવશ્ય જાગ્રત રહેવું. (પૃ. ૬૮૯) 0 અપ્રમત્ત થવાય ત્યાં સુધી જાગૃત જ રહેવાનું છે. (પૃ. ૭૭૫) | સંબંધિત શિર્ષક અપ્રમત્તતા જાણવું 0 પરમાર્થના કામમાં આવે તે જાણપણું. સમ્યફદર્શન સહિત જાણપણું હોય તે સમ્યફજ્ઞાન.
નવપૂર્વ તો અભવી પણ જાણે. પણ સમ્યક્દર્શન વિના તે સૂત્રઅજ્ઞાન કહ્યું છે. સમ્યક્ત હોય ને શાસ્ત્રના માત્ર બે શબ્દ જાણે તોપણ મોક્ષના કામમાં આવે. મોક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન.