Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
| જગત (ચાલુ)
૧૯૦ દ્વિીપસમુદ્રયુક્ત જગત વગર બનાવ્યું ક્યાંથી હોય? ઉo આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી ત્યાં સુધી એમ
લાગે છે; પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. “સમ્મતિતર્ક' ગ્રંથનો આપ અનુભવ કરશો એટલે એ
શંકા નીકળી જશે. પ્ર0 પરંતુ સમર્થ વિદ્વાનો પોતાની મૃષા વાતને પણ દ્રષ્ટાંતાદિકથી સૈદ્ધાંતિક કરી દે છે; એથી એ ત્રુટી
શકે નહીં; પણ સત્ય કેમ કહેવાય? ઉ0 પણ આને કંઈ મૃષા કથવાનું પ્રયોજન નહોતું, અને પળભર એમ માનો કે, એમ આપણને શંકા
થઈ કે એ કથન મૃષા હશે તો પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આપ્યો ? નામ બોળક પુત્રને જન્મ આપવા શું પ્રયોજન હતું? તેમ વળી એ સત્યરુષો સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હોત
તો એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહોતી. (પૃ. ૧૭૧-૨) સંબંધિત શિર્ષકો દુનિયા, વિશ્વ, સંસાર
T કોઈ કાળે જેમાં જાણવાનો સ્વભાવ નથી તે જડ, અને સદાય જે જાણવાના સ્વભાવવાની છે તે ચેતન,
એવો બેયનો કેવળ જુદો સ્વભાવ છે, અને તે કોઈ પણ પ્રકારે એકપણું પામવા યોગ્ય નથી. ત્રણે કાળ જડ જડભાવે, અને ચેતન ચેતનભાવે રહે એવો બેયનો જુદો જુદો દ્વૈતભાવ પ્રસિદ્ધ જ અનુભવાય છે. (પૃ. ૫૪૦) T જેમ ઘટપટાદિ જડ વસ્તુઓ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ વસ્તુ છે. ઘટપટાદિ અનિત્ય છે, ત્રિકાળ
એકસ્વરૂપે સ્થિતિ કરી રહી શકે એવા નથી. આત્મા એકસ્વરૂપે ત્રિકાળ સ્થિતિ કરી શકે એવો નિત્ય પદાર્થ છે. જે પદાર્થની ઉત્પત્તિ કોઇ પણ સંયોગોથી થઇ શકી ન હોય, તે પદાર્થ નિત્ય હોય છે. આત્મા કોઈ પણ સંયોગોથી બની શકે એમ જણાતું નથી. કેમકે જડના હજારોગમે સંયોગો કરીએ તોપણ તેથી ચેતનની ઉત્પત્તિ નહીં થઈ શકવા યોગ્ય છે. જે ધર્મ જે પદાર્થમાં હોય નહીં તેવા ઘણા પદાર્થો ભેળા કરવાથી પણ તેમાં જે ધર્મ નથી, તે ઉત્પન્ન થઈ શકે નહીં, એવો સૌને અનુભવ થઈ શકે એમ છે. જે ઘટપટાદિ પદાર્થો છે તેને વિષે જ્ઞાનસ્વરૂપતા જોવામાં આવતી નથી. તેવા પદાર્થોના પરિણામાંતર કરી સંયોગ કર્યો હોય અથવા થયા હોય તો પણ તે તેવી જ જાતિના થાય, અર્થાત્ જડસ્વરૂપ થાય, પણ જ્ઞાનસ્વરૂપ ન થાય. તો પછી તેવા પદાર્થના સંયોગે આત્મા કે જેને જ્ઞાની પુરુષો મુખ્ય જ્ઞાનસ્વરૂપ લક્ષણવાળો કહે છે, તે તેવા (ઘટપટાદિ, પૃથ્વી, જળ, વાયુ, આકાશી પદાર્થથી, ઉત્પન્ન કોઈ રીતે થઈ શકવા યોગ્ય નથી. જ્ઞાનસ્વરૂપપણું એ આત્માનું મુખ્ય લક્ષણ છે, અને તેના અભાવવાળું મુખ્ય લક્ષણ જડનું છે. તે બન્નેના
અનાદિ સહજ સ્વભાવ છે. (પૃ. ૪૨૫) E પ્ર0 જડ, કર્મ એ વસ્તુતઃ છે કે માયિક છે?
શ્રી જડ, કર્મ એ વસ્તુતઃ છે. માયિક નથી. (પૃ. ૬૮૦) 1 જડથી ચેતન ઊપજે, અને ચેતનથી જડ ઉત્પન્ન થાય એવો કોઇને ક્યારે કદી પણ અનુભવ થાય નહીં.
(પૃ. ૫૪૨)