Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૮૩
ચિંતા જે સર્વ સંગમાત્રથી મુક્ત થઇ, અનન્યમયપણે આત્મવિભાવમાં સ્થિત છે, નિર્મળ જ્ઞાતા-દ્રષ્ટા છે તે વિચારિત્ર' આચરનાર જીવ છે. પદ્રવ્ય પ્રત્યેના ભાવથી રહિત, નિર્વિકલ્પ જ્ઞાનદર્શનમય પરિણામી આત્મા છે તે સ્વચારિત્રાચરણ છે.
(પૃ. ૧૯૫) D તે ભગવાન (મહાવીરસ્વામી) અપ્રમાદી હતા. તેઓને ચારિત્ર વર્તતું હતું, પણ જ્યારે બાહ્મચારિત્ર
લીધું ત્યારે મોક્ષે ગયા. (પૃ. ૭૧૯) D અગિયારમેથી પડે છે તેને ‘ઉપશમસમ્યક્ત્વ” કહેવાય. લોભ ચારિત્રને પાડનારો છે. (પૃ. ૭૧૩) T શરીરાદિ બળ ઘટવાથી સર્વ મનુષ્યોથી માત્ર દિગમ્બરવૃત્તિએ વર્તીને ચારિત્રનો નિર્વાહ ન થઈ શકે, તેથી જ્ઞાનીએ ઉપદેશેલી મર્યાદાપૂર્વક શ્વેતાંબરપણેથી વર્તમાન કાળ જેવા કાળમાં ચારિત્રનો નિર્વાહ કરવાને અર્થે પ્રવૃત્તિ છે, તે નિષેધ કરવા યોગ્ય નથી. તેમ જ વસ્ત્રનો આગ્રહ કરી દિગમ્બરવૃત્તિનો
એકાંત નિષેધ કરી વસ્ત્ર મૂર્છાદિ કારણોથી ચારિત્રમાં શિથિલપણું પણ કર્તવ્ય નથી. (પૃ. ૬૧૨) I હે ચારિત્ર ! પરમ અનુગ્રહ કર, પરમ અનુગ્રહ કર. (પૃ. ૮૩૧) D સંબંધિત શિર્ષક : સમ્યફચારિત્ર ચિંતા I જીવ મારાપણું માને છે તે જ દુ:ખ છે, કેમકે મારાપણું માન્યું કે ચિંતા થઇ કે કેમ થશે ? કેમ કરીએ ? ચિંતામાં જે સ્વરૂપ થઈ જાય છે, તે રૂપ થઈ જાય છે, તે જ અજ્ઞાન છે. વિચારથી કરી, જ્ઞાને કરી જોઇએ, તો કોઈ મારું નથી એમ જણાય. જો એકની ચિંતા કરો, તો આખા જગતની ચિંતા કરવી જોઇએ. માટે દરેક પ્રસંગે મારાપણું થતું
અટકાવવું; તો ચિંતા, કલ્પના પાતળી પડશે. (પૃ. ૭૨૨) D દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ, કારણ અનંત
ભવ એક ભવમાં ટાળવા છે. (પૃ. ૨૦૧) એક ભવ જેને બાકી રહ્યો હોય તેને દેહની એટલી બધી ચિંતા ન જોઇએ. અજ્ઞાન ગયા પછી એક ભવ કાંઇ વિસાતમાં નથી. લાખો ભવ ગયા ત્યારે એક ભવ તો શું હિસ T માત્ર બીજા જીવોને કચવાયાનું કારણ આત્મા થાય ત્યાં ચિંતા સહજ કરવી. દ્રઢજ્ઞાનની પ્રાપ્તિનું એ જ
લક્ષણ છે. (પૃ. ૨૫૪) D છોકરાં છેયાં વગેરે અન્યની ન જોઇતી ચિંતા કરવી નહીં. (પૃ. ૭૨૮) 0 ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં; કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે, તે વિસ્મરણ કર્યા રહેવું; તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમભક્તિ પામ્યાનું ફળ છે. (પૃ. ૨૭૨). આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ પ્રહણ થઈ શકતા નથી; ને જે હોય છે તેનું જવું થાય છે તેથી શરીરનું વજન ઘટી જાય છે. (પૃ. ૭૮૩) D ગમે તે પ્રકારે પણ એ લોકલજજારૂપ ભયનું સ્થાનક એવું જે ભવિષ્ય તે વિસ્મરણ કરવા યોગ્ય છે. તેની
ચિંતા વડે' પરમાર્થનું વિસ્મરણ હોય છે. અને એમ થાય તે મહા આપત્તિરૂપ છે; માટે તે આપત્તિ આવે