Book Title: Shrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Author(s): Saroj Jaysinh
Publisher: Shrimad Rajchandra Swadhyay Mandir
View full book text
________________
૧૮૧
ચારિત્ર
| ચ | D ચક્ષુ બે પ્રકારઃ- (૧) જ્ઞાનચક્ષુ અને (૨) ચર્મચક્ષુ. જેમ ચર્મચક્ષુ વડે એક વસ્તુ જે સ્વરૂપે દેખાય છે તે વસ્તુ દૂરબીન તથા સૂક્ષ્મદર્શકોદિ યંત્રોથી જુદા જ સ્વરૂપે દેખાય છે; તેમ ચર્મચક્ષુ વડે જે સ્વરૂપે દેખાય છે તે જ્ઞાનચક્ષુ વડે કોઈ જુદા જ સ્વરૂપે દેખાય; ને તેમ કહેવામાં આવે તે આપણે પોતાના ડહાપણે, અહંપણે ન માનવું તે યોગ્ય નથી. (પૃ. ૭૬૪). બે ગુણ (વૈરાગ્ય અને ઉપશમ) વિપર્યાયબુદ્ધિને પર્યાયાંતર કરી સદ્બુદ્ધિ કરે છે; અને તે બુદ્ધિ જીવાજીવાદિ પદાર્થની વ્યવસ્થા જેથી જણાય છે એવા સિદ્ધાંતની વિચારણા કરવા યોગ્ય થાય છે, કેમકે ચક્ષુને પટળાદિ અંતરાય મટવાથી જેમ પદાર્થ યથાવત દેખાય છે, તેમ અહંતાદિ પટળનું મંદપણું થવાથી
જીવને જ્ઞાની પુરુષે કહેલા એવા સિદ્ધાંતભાવ, આત્મભાવ, વિચારચક્ષુએ દેખાય છે. (પૃ.૪૦૭-૮) ચમત્કાર | T કેવળ કાયામાંથી જીવ ચાલ્યો ગયો હોય, તે જ જીવ તે જ કાયામાં દાખલ કર્યો હોય, અથવા કોઈ બીજા
જીવને તેમાં દાખલ કર્યો હોય, તો તે બની શકે એવું સંભવતું નથી; અને એમ થાય તો પછી કર્માદિની વ્યવસ્થા પણ નિષ્ફળ થાય. બાકી યોગાદિની સિદ્ધિથી કેટલાક ચમત્કાર ઉત્પન્ન થાય છે. અને તેવા કેટલાક ઇસુને હોય તો તેમાં તદ્દન ખોટું છે કે અસંભવિત છે, એમ કહેવાય નહીં; તેવી સિદ્ધિઓ
આત્માના ઐશ્વર્ય આગળ અલ્પ છે, આત્માનું ઐશ્વર્ય તેથી અનંતગુણ મહત્ સંભવે છે. (પૃ. ૪૨૯) | મંત્રાદિથી, સિદ્ધિથી અને બીજાં તેવાં અમુક કારણોથી અમુક ચમત્કાર થઈ શકવા અસંભવિત નથી,
તથાપિ ભોગવવા યોગ્ય એવાં ‘નિકાચિત કર્મ” તે તેમાંના કોઈ પ્રકારે મટી શકે નહી; અમુક શિથિલકર્મની ક્વચિત્ નિવૃત્તિ થાય છે; પણ તે કંઈ ઉપાર્જિત કરનારે વેદ્યા વિના નિવૃત્ત થાય છે એમ
નહીં, આકારફેરથી તે કર્મનું વેદવું થાય છે. (પૃ. ૩૯૬) | ચરમશરીરી T સમ્યફજ્ઞાનથી સમ્યક્દર્શન થાય છે. તેથી અસમ્યફદર્શન નિવૃત્તિ પામે છે. તે જીવને સમ્યકુચારિત્ર પ્રગટે . છે, જે વીતરાગદશા છે. સંપૂર્ણ વીતરાગદશા જેને વર્તે છે તે ચરમશરીરી જાણીએ છીએ. (પૃ. ૮૧૯). ચરિત્ર
આ જગતમાં અતિ ગહન શું? સ્ત્રીચરિત્ર અને તેથી વધારે પુરુષચરિત્ર. (પૃ. ૧૫) ચારિત્ર D “ચારિત્ર' એટલે આત્મા સ્થિર થાય તે. (પૃ. ૭૧૮) 0 તત્ત્વાર્થની પ્રતીતિ તે “સમ્યકત્વ', તત્ત્વાર્થનું જ્ઞાન તે “જ્ઞાન”, અને વિષયના વિમૂઢ માર્ગ પ્રત્યે
શાંતભાવ તે “ચારિત્ર'. (પૃ. ૫૯૨) T સમ્યફજ્ઞાનદર્શનથી પ્રતીત થયેલા આત્મભાવે વર્તવું તે ચારિત્ર છે. (પૃ. ૮૨૬) D જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણે આ કાળને વિષે છે.
પ્રયોજનભૂત પદાર્થનું જાણપણું તે “જ્ઞાન”, તેને લઇને સુપ્રતીતિ તે “દર્શન', અને તેથી થતી ક્રિયા તે